World Test Championship: ICC એ WTC23 ના એલાન કરવા સાથે પોઇન્ટસ સિસ્ટમમાં કર્યા ફેરફાર

ICC એ WTC23 નુ એલાન કરવા સાથે ટેસ્ટ શ્રેણીના કાર્યક્રમની રુપરેખા જાહેર કરી છે. WTC મુજબ ભારતીય ટીમ (Team India) કયા કયા દેશ સામે ટેસ્ટ શ્રેણી રમશે. તે પણ સ્પષ્ટ થઇ ચુક્યુ છે.

World Test Championship: ICC એ WTC23 ના એલાન કરવા સાથે પોઇન્ટસ સિસ્ટમમાં કર્યા ફેરફાર
ICC World Test Championship
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 8:07 PM

World Test Championship: ત્રણ સપ્તાહ અગાઉ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final)સાઉથમ્ટનમાં રમાઇ હતી. ન્યુઝીલેન્ડ એ ભારતને હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં ચેમ્પિયન બન્યુ હતુ. હવે આ ચેમ્પિયનશીપની જંગ ફરી શરુ થવા જઇ રહી છે. ICC એ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી એડીશન 2021 થી 2023 નુ એલાન કર્યુ છે.

આ ચેમ્પિયનશીપ ની શરુઆત ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ શરુ થશે. જ્યારે માર્ચ 2023 માં તેની આખરી શ્રેણી રમાશે જેના બાદ ફાઇનલ મેચમાં ચેમ્પિયનનું પરીણામ સામે આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અંતિમ એડીશન દરમ્યાનની માફક 9 ટીમો ટેસ્ટ ચેમ્પિયનશીપની 6-6 ટેસ્ટ શ્રેણી રમનારી છે. જોકે આ વખતે પોઇન્ટ પધ્ધતી બિલકુલ અલગ હશે. તમામ ટીમોને દ્વીપક્ષીય સિરીઝ અને પોઇન્ટસ સિસ્ટમ જારી કરી છે. પ્રેસ રિલીઝ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. જે મુજબ 3 સિરીઝ ઘરેલુ અને 3 સિરીઝ વિદેશમાં રમવાની રહેશે. જોકે પોઇન્ટ ગત એડીશનની માફક નહી હોય પ્રત્યેક ટેસ્ટ માટે સમાન પોઇન્ટસ હશે.

આમ મળશે પોઇન્ટ્સ

ગત ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમ્યાન દરેક સિઝનમાં 120 પોઇન્ટ નિયત કરવામાં આવ્યા હતા. જેને સિરીઝમાં રમાનારી ટેસ્ટમાં વહેંચવામાં આવતા હતા. જેને લઇને અનેક ખેલાડીઓએ સવાલ ઉઠાવ્યા હતા. જેના બાદ આઇસીસીએ તેને આ વખતે બદલી દીધા છે. હવે દરેક ટેસ્ટ મેચ માટે પોઇન્ટ્સ નિર્ધારિત કરવામાં આવ્યા છે. એક ટેસ્ટ મેચ જીતવા પર 12 પોઇન્ટસ મળશે. જ્યારે ડ્રો રહેવા પર 4 પોઇન્ટ મળશે. પરંતુ જો ટેસ્ટ મેચ ટાઇ રહેશે તો, 6 પોઇન્ટસ મળશે.

પર્સેન્ટેઝ પોઇન્ટસથી થશે નિર્ણય

જોકે પોઇન્ટ ટેબલમાં ટીમોના સ્થાન જીતવામાં આવેલા પોઇન્ટસના આધાર પર નહી હોય. કારણ કે કેટલીક ટીમો અન્ય ટીમોની તુલનામાં વધારે ટેસ્ટ રમશે. આવામાં ICC એ પોઇન્ટસ પરસેન્ટેઝ સિસ્ટમને આ વખતે લાગુ કરી છે. આઇસીસી એ પાછળના વર્ષે કોરોના વાયરસ ને કારણે કેટલીક સિરીઝ રદ થવા પર તેની શરુઆત કરી હતી.

આ વખતે તેને શરુઆત થી જ લાગુ કરવામાં આવી રહ્યુ છે. જેના આધારે સંપૂર્ણ 12 પોઇન્ટસ હાંસલ કરવા પર 100 પર્સેન્ટેઝ પોઇન્ટસ મળશે. જ્યારે ટાઇની સ્થિતીમાં 50 પર્સેન્ટેઝ પોઇન્ટસ અને ડ્રો મેચ માટે બંને ટીમોને 33.33 પર્સેન્ટેઝ પોઇન્ટસ મળશે. આવી સ્થિતિમાં કોઇ ટીમ વધારે મેચ રમે કે, કોઇ ઓછી, નબળી ટીમ સામે કે મજબૂત ટીમ સામે રમે પોઇન્ટસ સૌને બરાબર મળશે.

ICC એ સાથે જ સ્પષ્ટ કર્યુ છે કે, ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમ્યાન ધીમી ઓવર રેટ પર ટીમોએ પોઇન્ટસ ગુમાવવા પડશે. ધીમી ઓવર રેટમાં દોષીત ટીમ એ પ્રત્યેક ઓવર 1 પોઇન્ટનો દંડ લાગશે. ફાઇનલ મેચને લઇને તારીખ અને સ્થળને લઇને કોઇ જ એલાન કર્યુ નથી.

આ ટીમો સામે મેદાને ઉતરશે ભારતીય ટીમ

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરેલુ ટેસ્ટ શ્રેણી રમશે. તો વિદેશમાં ઇંગ્લેંન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. જૂન 2023માં સમાપ્ત થનારી WTC Final ની બીજી એડીશનમાં પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ફક્ત બે શ્રેણી સામેલ છે. જેમાં ભારત અને ઇંગ્લેન્ડ ઉપરાંત આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી એશેઝ સિરીઝ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના આગામી વર્ષે ભારત પ્રવાસ દરમ્યાન ચાર ટેસ્ટ મેચ રમાનાર છે. જે નવી એડીશનની એક માત્ર ચાર મેચોની સિરીઝ હશે.

આ પણ વાંચોઃ INDW vs ENGW: ઇગ્લેંડ સામે આજે ભારતીય મહિલા ટીમની પ્રવાસની અંતિમ ટક્કર, શ્રેણી જીતવા માટે મોકો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">