1983 World Cup: વિશ્વ વિજેતા એ જ નિર્ણય પર બન્યા જેની પર કપિલ દેવને થઈ રહ્યો હતો અફસોસ, એક ખેલાડીની જીદથી પલટાઈ ગઈ ફાઈનલ

કપિલ દેવ (Kapil Dev) ની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ આ દિવસે (25 જૂન) 1983 વર્લ્ડ કપ (1983 World Cup) ની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બની હતી.

1983 World Cup: વિશ્વ વિજેતા એ જ નિર્ણય પર બન્યા જેની પર કપિલ દેવને થઈ રહ્યો હતો અફસોસ, એક ખેલાડીની જીદથી પલટાઈ ગઈ ફાઈનલ
Madan Lal એ મહત્વની વિકેટ ઝડપી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 8:38 AM

25 જૂન 1983, એ તારીખ જ્યારે ભારતે ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું અને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ સમગ્ર પ્રવાસમાં ભારતીય ટીમે ઘણા ઉતાર-ચઢાવ જોયા. કપિલ દેવ (Kapil Dev) ની કપ્તાની હેઠળ, ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી, જો કે પ્રથમ મેચમાં તેણે 34 રને હરાવ્યા હતા અને એજ ટીમને 66 રને પરાજય આપ્યો હતો. ક્યારેક કપિલ દેવનું બેટ તો ક્યારેક ભારતીય બોલિંગ કોઈને કોઈ રીતે ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ફાઇનલમાં પહોંચી ગઈ. જો તે દિવસે કપિલ દેવે તેના બોલરની જીદને વશ ન થયો હોત તો ભારત ક્યારેય ફાઇનલમાં જીતી શક્યું ન હોત.

મદનલાલની ઓવરે આખી મેચ જ પલટી નાખી

ફાઇનલ મેચની તે ઓવરની એ કહાની જેણે આખી મેચને પલટી નાખી અને સતત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું. ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. જોકે ટીમ 183 રન જ બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત સારી રહી હતી અને તેણે માત્ર બે વિકેટ ગુમાવીને 57 રન બનાવ્યા હતા. તત્કાલિન સ્ટાર બેટ્સમેન વિવિયન રિચર્ડ્સને આઉટ કરવો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ બની રહ્યું હતું. તે મદનલાલ સહિત દરેક બોલરને જોરદાર રીતે ફટકારી રહ્યા હતા. કપિલ દેવ બોલ મદનલાલને આપવા માંગતા ન હતા કારણ કે તેમને ડર હતો કે મેચ તેમના હાથમાંથી નીકળી જશે. મદનલાલે છતા પણ ઓવર કરવાની જીદ કરી હતી.

કપિલને બોલ હાથમાં આપવાથી ડર હતો

1983ની આ ઐતિહાસિક જીત પર બનેલી ફિલ્મના પ્રમોશનના એક ખાસ કાર્યક્રમમાં કપિલે એ ક્ષણને યાદ કરતા કહ્યું, ‘મદનલાલને રિચર્ડ્સે ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી, આમ છતાં પણ તે હજુય બોલિંગ કરવા માંગતા હતા. મેં કહ્યું મદિપા, થોડો આરામ કરો. પરંતુ તે સંમત ન થયા અને કહ્યું કે મને બોલ આપો, હું રિચર્ડ્સને આઉટ કરી દઈશ. આખરે મદનલાલે બોલ છીનવી લીધો અને કપિલે ડરીને તેને ઓવર આપી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મદન લાલ રિચર્ડ્સની વિકેટ લેવા માંગતા હતા

મદન લાલ કહે છે- ખરેખર, હું તેમની વિકેટ લેવા માંગતો હતો. ત્રણ ઓવરમાં 21 રન ગુમાવ્યા બાદ કોઈપણ કેપ્ટન વિચારશે કે મને બોલ સોંપવો કે નહીં. પણ એક પ્રસંગ એવો હતો કે મેં જઈને કપિલ દેવ પાસેથી બોલ લઈ લીધો. જો હું થોડી વધુ સેકન્ડ રોકાયો હોત, તો કદાચ કોઈ અન્ય બોલરે તે ઓવર નાખ્યો હોત. તે માત્ર મારો આત્મવિશ્વાસ હતો કે મારે તેની વિકેટ લેવાની છે. તે પછીની કહાની ઇતિહાસમાં નોંધાયેલી છે. આ જ ઓવરમાં વિવિયન રિચર્ડ્સ કપિલ દેવને કેચ આપીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યાં જ બધું બદલાઈ ગયું. એક પછી એક વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ આઉટ થઈ ગઈ.

તેમણે આગળ કહ્યું, ‘વેસ્ટ ઈન્ડિઝની ટીમ ત્યાંથી દબાણમાં આવી ગઈ. નહીંતર તે પહેલા ખૂબ જ આરામથી રમી રહી હતી. પાંચ વિકેટ પડ્યા પછી અમારા હાથમાં ગરમી આવવા લાગી. તે પછી જે થયું તે લોકોની પ્રાર્થના અને ભગવાનના આશીર્વાદથી અમે વર્લ્ડ ચેમ્પિયન બન્યા. આજે પણ જ્યારે હું આંખો બંધ કરું છું ત્યારે ઘણી વાર લાગે છે કે એ લોકોની નિષ્ઠાપૂર્વકની પ્રાર્થના હતી જે અમને લાગ્યું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">