AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs AUS W : સેમિફાઈનલમાં જીતની હિરો રહી જેમિમા રોડ્રિગ્સ, જેમણે ઓસ્ટ્રેલિયાનું સપનું ચકનાચુર કર્યું

Women's World Cup 2025 : ભારતે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી મહિલા વનડે વર્લ્ડકપની સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ભારતની આ જીતમાં જેમિમા રોડ્રિગ્ઝનું મોટું યોગદાન રહ્યું છે. જીત બાદ જેમિમા ખુબ જ ઈમોશનલ થઈ અને પિતાને ગળે લાગી હતી.

IND W vs AUS W : સેમિફાઈનલમાં જીતની હિરો રહી જેમિમા રોડ્રિગ્સ, જેમણે ઓસ્ટ્રેલિયાનું સપનું ચકનાચુર કર્યું
| Updated on: Oct 31, 2025 | 11:14 AM
Share

જેમીમા રોડ્રિગ્ઝનું નામ ભારતીય મહિલા ક્રિકેટમાં એક મોટું નામ બની ગઈ છે, હવે તેનું નામ ક્યારેય ભૂલાશે નહીં તેવું બની ગયું છે. 2025 મહિલા ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને રેકોર્ડબ્રેક જીત અપાવ્યા પછી, જેમીમાએ ક્રિકેટ ચાહકોના હૃદય અને મનમાં હંમેશા માટે પોતાનું સ્થાન બનાવી લીધું છે. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં જેમીમાએ જે સફળતા મેળવી તે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગર્વની ક્ષણ જ નહીં, પરંતુ તેના પિતા માટે પણ ગર્વની ક્ષણ હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પછી જ્યારે પિતા અને પુત્રી મળ્યા, ત્યારે તે ક્ષણ ભાવનાત્મક બની ગઈ.

જેમિમાની શાનદાર સદી

ટીમ ઈન્ડિયાની સામે એક મોટો ટાર્ગેટ હતો. આ વચ્ચે જેમિમાએ સ્મૃતિ મંધાનાની વિકેટ પડ્યા પછી જવાબદારી તેમના માથે લીધી હતી. હરમનપ્રીત કૌરની સાથે તેની શાનદાર પાર્ટનરશિપ હતી. બંન્ને વચ્ચે 150થી વધારે રનની પાર્ટનરશીપ થઈ હતી. હરમનપ્રીતે 88 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ પર જેમિમાએ બેટિંગની જવાબદારી સંભાળી હતી. તેમણે 42મી ઓવરમાં પોતાની સદી પુરી કરી હતી. તેની આ સદી હંમેશા યાદ રાખવામાં આવશે. હરમનપ્રીત કૌર સિવાય મહિલા વર્લ્ડકપમાં નોકઆઉટ મેચમાં સદી ફટકાવનારી બીજી બેટ્સમેન છે.

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું છે. તેમણે મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.આ સાથે સંકટના સમયે જેમિમાએ પોતાના કરિયર કે વર્લ્ડકપ જ નહી પરંતુ મહિલા વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક શાનદાર સ્ક્રિપ્ટ લખી છે.

આ સદી ક્યારે નહી ભૂલાય

નંબર 3 પર રમવા ઉતરેલી જેમિમા રોડ્રિગ્ઝ છેલ્લે સુધી અણનમ રહી અને ફાઇનલમાં પોતાની ટીમનું સ્થાન સુરક્ષિત રાખ્યું. ભારતને જીતવા માટે 339 રનની જરૂર હતી, પરંતુ તેમણે 48.3 ઓવરમાં 5 વિકેટે 341 રન બનાવી લીધા. જેમીમા રોડ્રિગ્ઝે 134 બોલમાં 14 ચોગ્ગા સહિત 127 રનની અણનમ ઇનિંગ રમી. આ શાનદાર ઇનિંગ માટે, જેમીમાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો.

પિતા હતા પહેલા કોચ, આજે વિશ્વની સૌથી ખતરનાક ખેલાડીઓમાં થાય છે ગણતરી- જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">