15 ટેસ્ટ, 18 ટી 20, 3 વનડે આવું છે ભારતીય ટીમનું મહિલા અને પુરુષ ટીમનું શેડ્યુલ જુઓ

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2023માં કુલ 66 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. જેમાં 35 વનડે, 23 ટી20 અને 8 ટેસ્ટ મેચ સામેલ હતી. પરંતુ નવા વર્ષમાં ભારતીય ટીમનું શેડ્યુલ શાનદાર રહેશે. તો જુઓ કેવું રહેશે ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુલ

15 ટેસ્ટ, 18 ટી 20, 3 વનડે આવું છે ભારતીય ટીમનું મહિલા અને પુરુષ ટીમનું શેડ્યુલ જુઓ
| Updated on: Jan 01, 2024 | 4:57 PM

દુનિયાભરના લોકોએ જશ્ન સાથે 2023ને અલવિદા કહ્યું છે અને વર્ષ 2024નું સ્વાગત કર્યું છે. ત્યારે ભારતીય ટીમ પણ નવા વર્ષની સફરમાં જોડાય ચૂકી છે. ભારતીય ટીમ 2023ની શરુઆત શ્રીલંકા વિરુદ્ધ ધરેલુ સીરિઝ સાથે કરી હતી. સીરિઝની પહેલી મેચ જીતી ભારતીય ટીમે નવા વર્ષનું જીત સાથે સ્વાગત કર્યું હતુ.

નવા વર્ષની શરુઆત જીતથી કરવા માંગશે ભારતીય ટીમ

ભારતીય ટીમ નવા વર્ષની શરુઆત 2024માં કેટલી મેચ રમશે તે એક પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ આગામી વર્ષે સૌથી વધુ 15 ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ 18 ટી 20 મેચ રમશે. જ્યારે વનડે મેચ માત્ર 3 છે.ભારતીય ટીમને 2024ની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેના ઘરમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. તેમાંથી એક મેચ 2025થી રમાઈ શકે છે.આમ ભારતીય ટીમ 2024માં કુલ 15 ટેસ્ટ મેચ રમી શકે છે. જેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ, બાંગ્લાદેશ વિરુદ્ધ 2 અને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ મેચ રમવાની છે.

 

 

જૂનમાં ટી 20 વર્લ્ડકપ મેચ રમશે

2024માં ભારતીય ટીમ માત્ર 3 મેચ રમવાની છે. આ સિરીઝ શ્રીલંકા વિરુદ્ધ જુલાઈમાં તેના ઘરમાં રમશે. જ્યારે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ વિરુદ્ધ 3-3 ટી 20 મેચની સિરીઝ રમશે. આ વચ્ચે ભારતીય ટીમ જૂનમાં ટી 20 વર્લ્ડકપ પણ રમવાનો છે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચે છે. તો કુલ 9 મેચ રમી શકે છે. ટીમ 2024માં કુલ 18 ટી 20 મેચ રમી શકે છે.

2024 માટે ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ

  • 3 થી 7 જાન્યુઆરી Vs સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ, કેપટાઉન
  • 11 થી 17 જાન્યુઆરી, Vs અફઘાનિસ્તાન, 3 મેચની T20 સિરીઝ
  • 25 જાન્યુઆરીથી 11 માર્ચ Vs ઈંગ્લેન્ડ, 5 ટેસ્ટ મેચની સિરીઝ
  • IPL 2024 સીઝન માર્ચથી મે મહિનાના અંત સુધી

જૂન 4 થી જૂન 30 – ICC T20 વર્લ્ડ કપ

  • જુલાઈ Vs શ્રીલંકા, 3 ODI અને 3 T20
  • સપ્ટેમ્બર Vs બાંગ્લાદેશ, 2 ટેસ્ટ અને 3 T20
  • ઓક્ટોબર Vs ન્યૂઝીલેન્ડ 3 ટેસ્ટ
  • નવેમ્બર અને ડિસેમ્બર Vs ઓસ્ટ્રેલિયા 5 ટેસ્ટ મેચની સિરીઝ

મહિલા ટીમ ઈન્ડિયા 2024નું શેડ્યુલ

  • 21 ડિસેમ્બર 2023 થી 9 જાન્યુઆરી 2024 Vs ઓસ્ટ્રેલિયા, 1 ટેસ્ટ, 3-3 ODI અને T20
  • ફેબ્રુઆરી-માર્ચ, મહિલા પ્રીમિયર સીઝન-2
  • સપ્ટેમ્બર, ICC મહિલા T20 વર્લ્ડ કપ, બાંગ્લાદેશ (યજમાન)
  • ડિસેમ્બર Vs ઓસ્ટ્રેલિયા 3 ODI
  • ડિસેમ્બર Vs વેસ્ટ ઈન્ડિઝ 3 ODI અને 3 T20

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો