Mithali Raj : શું મિતાલી રાજ નિવૃત્તિમાંથી વાપસી કરશે ? ICC સાથે કરી દિલની વાત

Cricket : મિતાલી રાજે (Mithali Raj) ફરી ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાનો સંકેત આપ્યો છે. 39 વર્ષીય મિતાલીએ 23 વર્ષની કારકિર્દીમાં ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. મિતાલીની કપ્તાનીમાં ભારતીય મહિલા ટીમ બે વખત વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

Mithali Raj : શું મિતાલી રાજ નિવૃત્તિમાંથી વાપસી કરશે ? ICC સાથે કરી દિલની વાત
Mithali Raj (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 8:26 AM

ટીમ ઈન્ડિયા (Team India) ની પૂર્વ સુકાની મિતાલી રાજ (Mithali Raj) એ ક્રિકેટના મેદાનમાં વાપસીના સંકેત આપ્યા છે. મિતાલી રાજે ખુલાસો કર્યો છે કે તે મહિલા IPL ની પ્રથમ સિઝનમાં રમવા માટે નિવૃત્તિમાંથી બહાર આવવાનું વિચારી શકે છે. ICC ના નવા પોડકાસ્ટ 100% ક્રિકેટના પ્રથમ એપિસોડમાં મિતાલી રાજે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર ઈસા ગુહા અને ન્યૂઝીલેન્ડના ઓફ સ્પિનર ​​ફ્રેન્કી મેકકે સાથેની વાતચીત દરમિયાન આનો ઈશારો કર્યો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પુર્વ સુકાની મિતાલી રાજ (Mithali Raj) એ કહ્યું, ‘હું તે વિકલ્પ ખુલ્લો રાખું છું. મેં હજી નક્કી કર્યું નથી. મહિલા IPL ને હવે થોડા મહિના બાકી છે. મહિલા આઈપીએલની પ્રથમ સિઝનનો ભાગ બનવું ખૂબ જ સુંદર રહેશે. બહુપ્રતિક્ષિત મહિલા IPL ની શરૂઆતની સીઝન આવતા વર્ષે થવાની ધારણા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

મિતાલી રાજે કહ્યું કે, ‘વિચાર્યું કે આ નિવૃત્તિથી મારી જીવનશૈલી ધીમી પડી જશે. એ અર્થમાં કે મારે મારા દિવસ, અઠવાડિયા કે પછીની શ્રેણીનું આયોજન કરવાની જરૂર નથી. નિવૃત્તિ પછી હું કોવિડ સામે લડી રહી હતી અને જ્યારે હું તેમાંથી બહાર આવી ત્યારે હું ફિલ્મના પ્રમોશનમાં જોડાઇ ગઇ હતી. મહત્વનું છે કે મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિથુ’ જુલાઈ મહિનાની શરૂઆતમાં ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

મિતાલી રાજે શેફાલી વર્માના વખાણ કર્યા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પુર્વ સુકાની મિતાલી રાજ (Mithali Raj) એ શેફાલી વર્મા (Shefali Verma) ની પ્રશંસા કરતા કહ્યું કે, “હું તેની રમતની ખૂબ જ મોટી પ્રશંસક રહી છું. મેં જોયું છે કે તે એક એવી ખેલાડી છે જે કોઈપણ આક્રમણ અને કોઈપણ ટીમ સામે એકલા હાથે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે અને તે એવા ખેલાડીઓમાંથી એક છે જે તમે કદાચ એક પેઢીમાં એકવાર જોવા મળશે.

મિતાલી રાજ કહે છે, ‘જ્યારે મેં શેફાલીને સ્થાનિક કક્ષાની મેચમાં જોઇ હતી ત્યારે તે ભારતીય રેલવે સામે રમતી હતી અને તેણે અડધી સદી ફટકારી હતી. મને શેફાલીમાં આવા ખેલાડીની ઝલક જોવા મળી જે પોતાની ઇનિંગ્સથી આખી મેચ બદલી શકે છે અને જ્યારે તે ચેલેન્જર ટ્રોફીની પ્રથમ આવૃત્તિમાં વેલોસિટી માટે રમી ત્યારે તે મારી ટીમમાં હતી. મેં જોયું કે તેની પાસે એટલી ક્ષમતા અને તાકાત છે જે તમે આ ઉંમરે ભાગ્યે જ સિક્સર ફટકારી શકો.’

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">