Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરી ટકરાશે? મેચ કયા દિવસે રમાશે? સંપૂર્ણ સમીકરણ જાણો
IND vs PAK, Next Match : ભારત અને પાકિસ્તાનની આગામી ટક્કર ક્યારે છે? હવે એશિયા કપમાં આ બંન્ને ટીમની હાઈવોલ્ટેજ મેચ શું રમાશે. આ સવાલોના જવાબ માટે ચાલો આજે આપણે આજું સમીકરણ જોઈએ.

India vs Pakistan : એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ બંધ થવાનું નામ લઈ રહ્યું નથી. 9 સપ્ટેમ્બરના રોજથી શરુ થયેલી આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 2 ટીમે હાઈવોલ્ટેજ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળી ચૂકી છે. હજુ પણ આગળ ટકરાતી જોવા મળશે. પરંતુ સવાલ એ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી મેચ ક્યારે થશે? ટૂર્નામેન્ટના ફોર્મેટ મુજબ, જો આ બે ટીમો ફાઇનલમાં ટકરાશે, તો ત્યાં પહોંચવાનો તેમનો રસ્તો કેવી રીતે તૈયાર થશે?
સુપર-4 સ્ટેજ પર હવે શું હાલ છે?
ભારત અને પાકિસ્તાન બંન્ને એશિયા કપ 2025માં હાલમાં સુપર-4 રાઉન્ડની મેચો રમાઈ રહી છે. સુપર-4ની પોઈન્ટ ટેબલ ટેલી પર નજર નાંખીએ તો સ્ટેજ પર પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યા બાદ ભારતીય ટીમ ટોપ પર છે. તેના અંક 2 છે અને તેનો રનરેટ 0.689નો છે, પાકિસ્તાનની ટીમ ભારત સામે હારી સુપર-4ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેનો રનરેટ માઈન્સ (-0.689)માં છે. સુપર-4 રાઉન્ડમાં 1-1 મેચ રમાયા બાદ બાંગ્લાદેશ બીજા નંબર પર છે. જ્યારે શ્રીલંકાની ટીમ ત્રીજા નંબર પર છે. બાંગ્લાદેશનો રનરેટ પણ પ્લસમાં છે. જ્યારે શ્રીલંકા માઈનસમાં છે.
ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે, સમીકરણ શું કહે છે?
હવે સવાલ છે કે, ભારત-પાકિસ્તાન આગળ કેવી રીતે વધશે. જેનાથી એશિયા કપ 2025 ફાઈનલમાં એકબીજાને આમને-સામને જોવા મળશે. ચાહકો ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત ભારત-પાકિસ્તાન ક્રિકેટના રોમાંચની રાહ જોઈ રહી છે. તો શું બંન્ને વચ્ચે ફરી એક વખત ચાહકોને રોમાંચક મેચ જોવા મળશે. તો ચાલો એક નજર નાંખીએ આ સાથે જોડાયેલા સમીકરણ વિશે.
આગામી 2 મેચ જીતવાની રહેશે
સુપર-4માં ભારત અને પાકિસ્તાનને હવે 2-2 મેચ રમવાની છે. ભારતીય ટીમ જે જીત પર સવાર છે. જો આ રીતે જીતતી રહે છે. તો ફાઈનલમાં પહોંચવું પાક્કું છે. તેમજ સુપર-4માં ભારત વિરુદ્ધ હાર્યા બાદ પાકિસ્તાનને હવે આગામી 2 મેચ જીતવાની રહેશે. તેમણે 23 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા અને 25 સપ્ટેમબરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ જીતવી પડશે.જો પાકિસ્તાન આ બંન્ને મેચ જીતી લે છે. તો ભારત પણ બાંગ્લાદેશને 24 સપ્ટેમ્બર અને શ્રીલંકાને 26 સપ્ટેમ્બરના રોજની મેચમાં હરાવી દે છે. તો ફરી 28 સપ્ટેમ્બરના રોજ રમાનારી એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટકકર નક્કી છે. ભારત-પાકિસ્તાન બંન્ને માટે મહત્વની રહેશે. એટલા માટે કારણ કે, બાંગ્લાદેશ સુપર-4 રાઉન્ડમાં પોતાની પહેલી મેચ જીતી ચૂકી છે.
