સાડા ત્રણ દાયકા જૂની હોળીની શર્ટલેસ તસ્વીર જોઇ પત્નિ ભડકી, દિગ્ગજ ક્રિકેટર પતિએ ખુલાસો કરવો પડ્યો

હોળી (Holi Festival) નો તહેવાર ભલે સમાપ્ત થઇ ચુક્યો હોય પરંતુ પાકિસ્તાની ક્રિકેટરના ઘરમાં સાડા ત્રણ દાયકા જૂની તસ્વીરે હોળી કરાવી દીધી છે. પાકિસ્તાની ક્રિકેટર વાસિમ અકરમ (Wasim Akram) ની એક શર્ટ લેસ તસ્વીર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે.

  • Avnish Goswami
  • Published On - 11:48 AM, 1 Apr 2021
સાડા ત્રણ દાયકા જૂની હોળીની શર્ટલેસ તસ્વીર જોઇ પત્નિ ભડકી, દિગ્ગજ ક્રિકેટર પતિએ ખુલાસો કરવો પડ્યો
Wasim Akram-Shaniera Akram

હોળી (Holi Festival) નો તહેવાર ભલે સમાપ્ત થઇ ચુક્યો હોય પરંતુ પાકિસ્તાની ક્રિકેટરના ઘરમાં સાડા ત્રણ દાયકા જૂની તસ્વીરે હોળી કરાવી દીધી છે. પાકિસ્તાની ક્રિકેટર વાસિમ અકરમ (Wasim Akram) ની એક શર્ટ લેસ તસ્વીર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે. જે તસ્વીર આમ તો 1987 ના ભારત પ્રવાસ સમયની છે. જે વખતે અકરમે મનમૂકીને હોળીની મજા માણી હતી. તસ્વીરમાં વાસિમ અકરમ હોળીના રંગો થી રંગાયેલો દેખાય છે. જોકે તસ્વીરમાં જોઇ ને એમ લાગે છે કે વાસિમ અકરમ અંડરવિયરમાં ઉભો રહીને તસ્વીર ખેંચાવી છે. જેને સોશિયલ મિડીયા પર તેની ઓસ્ટ્રેલીયન પત્નિ શનાયરા અકરમ (Shaniera Akram) જોઇ જતા ભડકી ઉઠી છે.

શનાયરાએ પતિ અકરમની તસ્વીર સોશિયલ મિડીયા પર જોઇ લેતા જ જાણે કે તેનુ મગજ ચકારાવા લાગ્યુ હતુ. કારણ કે તસ્વીરમાં અંડરવિયરમાં ઉભેલા દેખાતા તેના પતિની અયોગ્ય કપડા પહેરવાને લઇને ભડકી ઉઠી હતી. તેણે ટ્વીટર પર તસ્વીર જોઇને ઘરમાં પૂછવાને બદલે ટ્વીટર પર શનાયરાએ વાસિમ ભાઇને પૂછી લીધુ કે, આ શુ સામાન્ય છે ? પત્નિના ટ્વીટર પર સરેઆમ આવા સવાલને લઇને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વાસિમ અકરમ પણ દંગ રહી હતો, તેણે તેને લઇને સ્પષ્ટતા પણ કરવી પડી હતી. અકરમે દલીલ કરતા કહ્યુ હતુ કે, તારી જાણ ખાતર એ તે અંડરવિયર નહી શોર્ટસ છે. પત્નિ સામે ફસાતો જોઇને સોશિયલ મિડીયા પર ફેંસ પણ હવે અકરમની મજા લેવા લાગ્યા છે. તો કોઇએ કહ્યુ વાસિમ ભાઇ હવે વાત સાર્વજનિક થઇ ચુકી છે. તો કોઇએ કહ્યુ કે, શોર્ટસ કંઇક વધારે શોર્ટસ થઇ ગયો છે એ પણ 80 ના દશકમાં.

અકરમને ઘરમાં હોળી કરાવનાર આ તસ્વીર સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર ગૌતમ ભીમાણી (Gautam Bhimani) એ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. ભીમાણીએ લખ્યુ હતુ કે, મારી પંસદીદા ક્રિકેટીંગ હોળીની યાદ. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની ટીમે પુલમાં હોળી રમી હતી. જેને અકરમે હેપી હોલીનો રિપ્લાય કરી લખ્યુ કે, ભારતનો 1987 નો પ્રવાસ, તે પણ શુ દિવસો હતા.

 

 

1987 ના પાકિસ્તાનના ભારત પ્રવાસ દરમ્યાન બંને દેશ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઇ હતી. જેમાં ચાર મેચ ડ્રો મેચ રહી હતી, જ્યારે બેંગ્લોર (Bangalore Test) માં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચને પાકિસ્તાને 16 રને જીતી લીધી હતી. જે મેચમાં અકરમે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સિરીઝમાં 13 વિકેટ ઝડપી હતી.

પંજાબી મુસલમાન પરિવાર સાથે સંબંધ ધરાવતા વાસિમ અકરમે 1995માં હુમા મુફતી (Huma Mufti) સાથે લગ્ન કર્યા હતા. જેના થકી તેને બે પુત્રો છે. હુમાનુ 2009માં નિધન થયુ હતુ. બાદમાં 2013માં વાસિમ અકરમે ઓસ્ટ્રેલીયાઇ મહિલા શનાયરા થોમ્પસન (Shaniera Thompson) સાથે લગ્ન કર્યા હતા. જેના થકી તેને એક પુત્રી છે. અકરમ વન ડે માં 500 વિકેટ ઝડપનારો વિશ્વનો પ્રથમ બોલર છે. તેના ઉપરાંત મુથૈયા મુરલીધર (Muttiah Muralitharan) ને પણ 500 વિકેટ ઝડપી હતી.