WI vs IND: વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝમાં રમી શકે છે! પણ વનડે શ્રેણીમાંથી બહાર રહેશે

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડ શ્રેણી બાદ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના પ્રવાસે જવાની છે. જ્યાં ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમાશે.

WI vs IND: વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝમાં રમી શકે છે! પણ વનડે શ્રેણીમાંથી બહાર રહેશે
Rohit Sharma and Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 7:47 AM

IPL બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત છે. ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના પ્રવાસે જવાની છે. જ્યાં તેઓ ODI અને T20 મેચોની સિરીઝ રમાશે. આ માટે ભારતની વનડે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પ્રથમ ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. જેના માટે શિખર ધવન (Shikhar Dhawan) ને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ આ શ્રેણીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ટી20 સીરિઝમાં આ સીનિયર ખેલાડીઓની વાપસી થઇ શકે છે

આ સિનિયર ખેલાડીઓને આરામ આપીને ચાહકો નારાજ થયા હતા. પરંતુ હવે તેમના માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હકિકતમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ODI બાદ પાંચ મેચોની T20 સીરિઝ પણ રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી તથા રિષભ પંત સહિત અન્ય સિનિયર ખેલાડીઓ પણ પરત ફરશે. જેમને આરામ આપવામાં આવ્યો હતો.

ટી20 વર્લ્ડ કપને જોતા આ સીરિઝ ઘણી મહત્વની છે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં સિનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત સહિત કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ આ પછી આ તમામ ખેલાડીઓ ટી20 મેચોની શ્રેણીમાં રમી શકશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ પણ યોજાનાર છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની બની રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાઃ

શિખર ધવન (સુકાની), રવિન્દ્ર જાડેજા (ઉપ સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

ભારતનો વેસ્ટ ઇન્ડિઝ કાર્યક્રમઃ

પહેલી વન-ડેઃ 22 જુલાઈ, 7 વાગે બીજી વન-ડેઃ 24 જુલાઈ, 7 વાગે ત્રીજી વન-ડેઃ 27 જુલાઈ, 7 વાગે

પહેલી ટી20: 29 જુલાઈ બીજી ટી20: 1 ઓગસ્ટ ત્રીજી ટી20: 2 ઓગસ્ટ ચોથી ટી20: 6 ઓગસ્ટ પાંચમી ટી20: 7 ઓગસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">