Ms Dhoni એ અચાનક ટેસ્ટ ક્રિકેટથી કેમ સન્યાસ લીધો ? શું થયું હતુ એ દિવસે ? રવિ શાસ્ત્રીએ કર્યો જબરદસ્ત ખુલાસો

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ 2014-15 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન બોક્સિંગ ડે ટેસ્ટ મેચ બાદ સૌને આશ્વર્ય સર્જતા ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી દીધી હતી.

Ms Dhoni એ અચાનક ટેસ્ટ ક્રિકેટથી કેમ સન્યાસ લીધો ? શું થયું હતુ એ દિવસે ? રવિ શાસ્ત્રીએ કર્યો જબરદસ્ત ખુલાસો
Ravi Shastri

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. તેણે લાંબા સમય સુધી ટીમની કેપ્ટનશીપ કરી, પરંતુ 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેણે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ધોનીના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું કારણ કે ધોની તે સમયે સારૂ રમી રહ્યો હતો અને ફિટ પણ હતો. તે તેની કારકિર્દીના ઉચ્ચ તબક્કામાં હતો. ધોનીએ આ નિર્ણય શા માટે લીધો તે હજુ પણ એક રહસ્ય છે.

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) પણ તે સમયે ટીમ સાથે હતા, તે પણ ટીમ ડાયરેક્ટર તરીકે. ધોનીના નિર્ણયના સાત વર્ષ બાદ શાસ્ત્રીએ કહ્યું કે, ભૂતપૂર્વ કેપ્ટનના નિર્ણય અંગે તેમને કેવું લાગ્યું.

શાસ્ત્રીએ કહ્યું છે કે, તેમને ધોનીનો નિર્ણય બિલકુલ પસંદ નહોતો. તેમણે કહ્યું કે, ધોની તેની 100 ટેસ્ટ મેચથી માત્ર 10 મેચ દૂર હતો અને તે હજુ પણ સૌથી યોગ્ય ક્રિકેટર હતો. મીડિયા રિપોર્ટ મુજબ શાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં આ વિશે લખ્યું છે. તેમણે લખ્યું, તે સમયે એમએસ ધોની માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો ખેલાડી હતો.

તેની પાસે ત્રણ ICC ટ્રોફી હતી જેમાં બે વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ સાથે આઈપીએલ ટ્રોફી પણ સામેલ હતી. તેનું ફોર્મ પણ સારું ચાલી રહ્યું હતું અને તે 100 ટેસ્ટ મેચ રમવાથી માત્ર 10 મેચ દૂર હતો.

એટલી પણ ઉંમર નહોતી

ધોનીએ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. BCCI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણેય ફોર્મેટમાં રમવાના કારણે થયેલા દબાણના કારણે ધોનીએ આ નિર્ણય લીધો છે. શાસ્ત્રીએ કહ્યું, તે હજુ પણ ટીમના સૌથી યોગ્ય ત્રણ ખેલાડીઓમાંનો એક હતો. તેની પાસે તેની કારકિર્દીના આંકડાઓ સુધારવાની તક સિવાય બીજું કંઈ નહોતું. હા, તે સાચું છે કે તે કોઈ યુવાન નહોતો, પરંતુ તે એટલો વૃદ્ધ પણ ન હતો. તેના નિર્ણયનો કોઈ અર્થ નહોતો.

ધોનીથી ના કહી વાત

શાસ્ત્રી તે સમયે ટીમ ડાયરેક્ટર હતા. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે તે સમયે તે ધોની સાથે વાત કરવાનું વિચારી રહ્યો હતો, પરંતુ જ્યારે તેણે ધોનીના અવાજમાં મક્કમતા જોઈ અને તેથી ફરી વાત ન કરી. તેમણે કહ્યું, બધા ક્રિકેટરો કહે છે કે લેન્ડ માર્ક અને માઇલ સ્ટોનથી કોઈ ફરક પડતો નથી. પરંતુ કેટલાક લોકોને તેનો ફરક હોય છે. મે તેનાથી વાત કરવા પ્રયાસ કર્યો કારણ કે તેનો તે નિર્ણય બદલી દે. પરંતુ ધોનીની અવાજમાં દૃઢતા હતી, જેના કારણે મે વાતને આગળ વધારી નહોતી.

આગળ કહ્યુ, હવે જ્યારે હું પાછળ જોઉં છું, ત્યારે મને લાગે છે કે તેનો નિર્ણય સાચો હતો. સાથે જ બહાદુર અને સ્વાર્થથી દૂર. ક્રિકેટમાં આવા મજબૂત સ્થાનથી દૂર જવું કે તે પણ આ રીતે, સરળ નથી.

 

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પ્રમોદ ભગતે ભારતને અપાવ્યો બૈડમિન્ટનમાં પહેલો ગોલ્ડ મેડલ, મનોજ સરકારને મળ્યો બ્રોન્ઝ

આ પણ વાંચોઃ Cricket: વર્તમાન સમયમાં આ ત્રણ બેટ્સમેન લગાવી ચુક્યા છે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર, જાણો

Click on your DTH Provider to Add TV9 Gujarati