સચિન તેંડુલકર કરતાં નાની ઉંમરે ડેબ્યુ કર્યું, રણજી ટ્રોફી કરતાં વધુ ચર્ચા વૈભવ સૂર્યવંશીની થઈ રહી છે
રણજી ટ્રોફીની 2024 સીઝન શરૂ થઈ ગઈ છે. ટૂર્નામેન્ટના પહેલા દિવસે બિહારના વૈભવ સૂર્યવંશી વિશે ચર્ચા થઈ રહી છે. તેણે સચિન તેંડુલકર કરતા નાની ઉંમરે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યુ કર્યું છે. તે ભારત અંડર-19B માટે ચતુષ્કોણીય સિરીઝમાં પણ રમી ચૂક્યો છે.

વૈભવ સૂર્યવંશીએ 12 વર્ષ અને 284 દિવસમાં રણજી ટ્રોફીમાં ડેબ્યું કર્યું છે. આવું કરનારો વૈભવ સૌથી નાની ઉંમરનો ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. રણજી ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે 3 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતુ.રણજી ટ્રોફીની નવી સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ સૌથી વધુ ચર્ચા બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની છે. માત્ર 14 વર્ષની ઉંમરે તેણે પ્રથમ વર્ગમાં રમી રહ્યો છે. ત્યારે જાણો વૈભવની 12 વર્ષ અને 14 વર્ષની ઉંમરનો શું છે મામલો.
વૈભવ સૂર્યવંશીની સાચી ઉંમર શું છે
આપણે વૈભવની વાત કરી રહ્યા છીએ વૈભવ સૂર્યવંશી, તો તેની રિયલ ઉંમરને લઈને પણ થોડો વિવાદ ચાલી રહ્યો છે. બીસીસીઆઈની સાઈટ મુજબ વૈભવ 12 વર્ષ 9 મહિના અને 10 દિવસની ઉંમર છે. ESPNcricinfo પર તેની આજ ઉંમર છે. પરંતુ વૈભવનો એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ઈન્ટરવ્યુ અંદાજે 8 મહિના પહેલાનો છે. જેમાં વૈભવ ખુદ કહી રહ્યો છે કે, 27 સપ્ટેમ્બરના રોજ તે 14 વર્ષનો થશે. આ હિસાબે ડેબ્યુના દિવસે તેની ઉંમર 14 વર્ષ 3 મહિના અને 9 દિવસ છે.
Today at the age of 12Y 9M 10D Vaibhav Suryavanshi of Bihar made his debut in Ranji Trophy against Mumbai & became the 2nd youngest player in the history of Ranji Trophy.
The record of the youngest player in Ranji debut is on the name of Alimuddin (12Y, 2M, 12D)@mohanstatsman
— Dilip Singh (@Statsdilip) January 5, 2024
આ ખેલાડીઓએ નાની ઉંમરે કર્યું ડેબ્યુ
રણજી ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર ખેલાડી અલીમુદ્દીન હતો. તેમણે 12 વર્ષ અને 73 દિવસમાં ડેબ્યું કર્યું હતુ. રણજી ટ્રોફીમાં નાની ઉંમરે ડેબ્યુ કરનાર બીજો ખેલાડી હતો એસકે બોસ, જેમણે 12 વર્ષ અને 76 દિવસમાં પ્રથમ શ્રેણીમાં ડેબ્યું કર્યું હતુ.રણજી ટ્રોફીમાં સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર ખેલાડીઓની લિસ્ટમાં ત્રીજા નંબર પર આવે છે મોહમ્મદ રમજાન, જેમણે 12 વર્ષ 247 દિવસમાં આ ધમાલ મચાવી હતી. માત્ર 9 ખેલાડીઓ 13 વર્ષની ઉંમર પહેલા પ્રથમ શ્રેણીમાં ડેબ્યું કર્યું હતુ.
જેમાં આ 4 ખેલાડીઓને છોડી આકિબ જાવેદ, મોહમ્મદ અકરમ, રિઝવાન સત્તાર, સલીમુદ્દીન અને કાસિમ ફિરોજનું નામ સામેલ છે.સચિન તેંડુલકર ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ સમયે વૈભવ કરતા મોટો હતો. સચિને 15 વર્ષ અને 232 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.
બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી છે વૈભવ
હેમંત ટ્રોફી, વિનુ માંકડ ટ્રોફી અને ચેલેન્જર ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનને જોઈને બિહાર ક્રિકેટ એસોસિએશને વૈભવને રણજી ટીમમાં સ્થાન આપ્યું. કોચ મનીષ ઓઝા કહે છે કે વૈભવ એક અદ્ભુત બેટ્સમેન છે અને તે નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ જનુન છે.વૈભવ સૂર્યવંશી ડાબા હાથનો ઓપનિંગ બેટ્સમેન છે. તે બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી છે. તેણે છ વર્ષની ઉંમરે રમત રમવાનું શરૂ કર્યું અને સાત વર્ષની ઉંમરે ક્રિકેટ એકેડમીમાં જોડાયો, જ્યાં તેણે ભૂતપૂર્વ રણજી ક્રિકેટર મનીષ ઓઝા પાસેથી તાલીમ લીધી.
