CSK vs RCB, IPL 2021: આજે શારજાહમાં જામશે જંગ, ધોની અને વિરાટ કોહલીની ટીમ ચેન્નાઇ અને બેંગ્લોર થશે આમને સામને

Today Match Prediction of Chennai Super Kings vs Royal Challengers Banglore: શારજાહનું નાનકડું મેદાન આજે વિરાટ અને ધોની (Virat vs Dhoni) વચ્ચેની મોટી ટક્કરનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.

CSK vs RCB, IPL 2021: આજે શારજાહમાં જામશે જંગ, ધોની અને વિરાટ કોહલીની ટીમ ચેન્નાઇ અને બેંગ્લોર થશે આમને સામને
Ms Dhoni-Virat Kohli

90 નો યુગ, શારજાહ મેદાન અને ભારત-પાકિસ્તાન (India vs Pakistan). તમે આ ત્રણેયના કોમ્બિનેશને આગ લગાડતી ઘણા કિસ્સા અને કહાનીઓ સાંભળી અને જોઈ હશે. પરંતુ આજે ફરી કંઈક આવું જ જોવા મળશે. શારજાહ (Sharjah) ની પીચ પર આજે ફરી આગ લાગશે. રન ખૂબ વરસસે . બોલરો વિકેટને માટે તરસતા રહેશે અને બેટ્સમેનો આનંદ લૂંટતા રહેશે. શારજાહનું નાનું મેદાન આજે વિરાટ અને ધોની (Virat vs Dhoni) વચ્ચે મોટી ટક્કરનુ સાક્ષી થવા જઈ રહ્યું છે. IPL 2021 ની 35 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) સામે છે. બંનેમાંથી કોઇ કમ નથી એટલે જ આજની મેચ દમદાર રહેશે.

IPL 2021 ની પિચ પર બંને ટીમોની આ બીજી ટક્કર હશે. અગાઉ, બંને ટીમો ભારતીય ભૂમિ પર ટકરાઈ હતી. જેમાં બાજી પીળી જર્સી એટલે કે ધોનીની સુપર કિંગ્સના નામે રહી હતી. હવે શારજાહમાં, વિરાટના ચેલેન્જર્સને ખાતું બરાબર કરવાની તક મળશે. આજની મેચ જીતવી RCB માટે માત્ર CSK સાથે બરાબરી કરવા માટે જ નહીં. પણ પ્લેઓફની રેસમાં રહેવા માટે પણ જરૂરી છે.

આનું કારણ એ છે કે, RCB, જે IPL 2021 ના ​​પહેલા હાફને પોઈન્ટ ટેલીમાં ત્રીજા નંબરે સમાપ્ત કરી હતી. કોહલીની ટીમ બીજા હાફની પ્રથમ મેચ KKR સામે ખરાબ રીતે હારી ગઈ હતી. હવે જો તેઓ બીજી મેચ હારે, તો બેંગ્લોર મુશ્કેલીમાં મુકાશે. બીજી બાજુ, ચેન્નાઇની ટીમે તેનુ સિઝનના પહેલા હાફ બાદ બીજા હાફમાં પણ તેનું વિજેતા અભિયાન ચાલુ રાખ્યું છે. તેમના માટે, આજે જીતનો અર્થ પ્લે-ઓફમાં ટિકિટ પાકી કરી લેવા માટેનો હશે.

 

વિરાટ બેટથી વરસવા માટે તૈયાર-માઇક હેસન

KKR સામે છેલ્લી મેચમાં RCB ની હારનું સૌથી મોટું કારણ તેમની બેટિંગ હતી. આખી ટીમ 100 રનનો આંકડો પણ બનાવી શકી નહોતી. પરંતુ, ટીમના કોચ માઈક હેસને ચેન્નઈ સામેની મેચ પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેણે વિરાટની બેટિંગ વિશે કહ્યું છે કે, તે રન બનાવવા માટે આતુર છે. હવે કેપ્ટન તરીકે RCB માટે પોતાની છેલ્લી આઈપીએલ સીઝન રમી રહેલા કોહલી કેટલી હદે પોતાની નિરાશા દૂર કરી શકે છે કે કેમ, તે તો મેચમાં જ ખબર પડશે. શારજાહનું આટલું નાનું મેદાન જોઈને કોઈ ચોક્કસપણે લલચાય શકે છે.

 

CSK vs RCB રિપોર્ટ કાર્ડ

જો આપણે બંને ટીમો વચ્ચેના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો CSK નો ઉપરનો હાથ જોવા મળે છે. CSK એ અત્યાર સુધી 27 મેચમાં 17 જીત મેળવી છે. આ સાથે જ 9 મેચ RCB ના નામે કરવામાં આવી છે. જોકે, છેલ્લી 5 મેચમાં RCB CSK સામે 2 મેચ જીતવામાં સફળ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આજે વિરાટ અને ધોનીમાં શારજાહનો સમ્રાટ કોણ બને છે.

 

 

આ પણ વાંચોઃ T20 World Cup: 24 વર્ષ બાદ 24 તારીખે ભારતને વિશ્વકપ જીતાડ્યો હતો, તેના કેટલાક ‘હિરો’ ચમક દમકની દુનિયાથી દૂર થઇ ચાલ્યા ગયા છે

આ પણ વાંચોઃ IPL 2021: આ પાંચ ખેલાડીઓએ લગાવ્યા છે આઇપીએલના સૌથી લાંબા છગ્ગા, આ એક સિક્સરનો હજુ સુધી નથી તુટી શક્યો રેકોર્ડ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati