જો દિનેશ કાર્તિકને તક મળી શકે છે તો મોહમ્મદ શમીને T20 ટીમમાં શા માટે લેવામાં નથી આવતો ? પૂર્વ વિકેટકીપરે ઉઠાવ્યા સવાલ

આઈપીએલ (IPL) માં શમીનું પ્રદર્શન જબરદસ્ત હતું અને તેથી જ તેને ટી20 ટીમમાં પણ સામેલ કરવો જોઈએ. મોહમ્મદ શમી ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપ બાદ એક પણ ટી20 મેચ રમ્યો નથી.

જો દિનેશ કાર્તિકને તક મળી શકે છે તો મોહમ્મદ શમીને T20 ટીમમાં શા માટે લેવામાં નથી આવતો ? પૂર્વ વિકેટકીપરે ઉઠાવ્યા સવાલ
Mohammed Shami (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 2:36 PM

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ને T20 ક્રિકેટમાં તક નથી મળી રહી. તેનો માત્ર ટેસ્ટ અને વનડેમાં સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન પાર્થિવ પટેલ (Parthiv Patel) એ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું છે કે આઈપીએલ (IPL) માં શમીનું પ્રદર્શન જબરદસ્ત હતું અને તેથી જ તેને ટી20 ટીમમાં પણ સામેલ કરવો જોઈએ. મોહમ્મદ શમી ગયા વર્ષના ટી20 વર્લ્ડ કપ બાદ એક પણ ટી20 મેચ રમ્યો નથી. તે માત્ર વનડે અને ટેસ્ટ ટીમમાં સામેલ છે.

પાર્થિવ પટેલ (Parthiv Patel) ના મતે મોહમ્મદ શમી (Mohammed Shami) ને ટી20 ટીમમાં સ્થાન ન આપવું એ આશ્ચર્યજનક નિર્ણય છે. તેણે કહ્યું કે જ્યારે IPL ના પ્રદર્શનના આધારે દિનેશ કાર્તિક (Dinesh Kartik) ને T20 ટીમમાં સામેલ કરી શકાય છે તો મો. શમીને કેમ નહીં. આઈપીએલ 2022માં તેનું પ્રદર્શન દિનેશ કાર્તિક કરતા પણ સારું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મો. શમીએ IPLમાં વધુ શાનદાર પ્રદર્શન કર્યું હતુંઃ પાર્થિવ પટેલ

ભારતના પુર્વ વિકેટકીપર પાર્થિવ પટેલ (Parthiv Patel) એ આ પ્રતિક્રિયા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) વચ્ચેની બીજી T20 મેચ બાદ આપી હતી. ક્રિકબઝ પર વાતચીત દરમિયાન તેણે કહ્યું, ‘ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) જ્યારે રમે છે ત્યારે તે સતત બે ઓવર બોલિંગ કરે છે. તેના પછી બુમરાહ અને અર્શદીપનો નંબર આવે છે. હું હજી પણ વિચારી રહ્યો છું કે મોહમ્મદ શમીને કેમ રમાડવામાં નથી આવી રહ્યો. હર્ષલ પટેલે સારી બોલિંગ કરી છે. પરંતુ જો તમે દિનેશ કાર્તિક પર નજર નાખો તો આઈપીએલના પ્રદર્શનના આધારે તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ શમીનું પ્રદર્શન IPL માં તેના કરતા સારું હતું. તેણે ગુજરાત ટાઇટન્સ માટે વિકેટ લીધી અને ટીમનું નેતૃત્વ કર્યું. ભુવી ગયા વર્લ્ડ કપથી સારો બોલર બન્યો છે અને શમી સાથે પણ એવું જ છે. હવે તેણે ડેથ ઓવરોમાં પણ સારી બોલિંગ શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">