શોએબ અખ્તરે ઉમરાન મલિકને કહ્યું, મારો રેકોર્ડ તોડવો આસાન નથી, હાડકાં તૂટી જશે

IPL 2022માં ઉમરાન મલિકે 157 kmphની ઝડપે બોલ ફેંક્યો હતો. માત્ર શોન ટેટે જ ઉમરાન મલિક કરતા વધુ ઝડપી બોલિંગ કરી છે, ટેટની સ્પીડ 157.7 kmph હતી.

શોએબ અખ્તરે ઉમરાન મલિકને કહ્યું, મારો રેકોર્ડ તોડવો આસાન નથી, હાડકાં તૂટી જશે
Umran Malik and Shoaib Akhtar Image Credit source: PTI./TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 7:06 AM

ઉમરાન મલિકને (Umran Malik) વર્તમાન ક્રિકેટમાં સ્પીડનો નવો બાદશાહ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. તે IPL 2022 માં ઝળકી રહ્યો છે. વિશ્વના નામાંકિત બોલરોમાં ઉમરાનની પોતાની આગવી ઓળખ ઊભી થઈ છે. બેટ્સમેનો તેના ઝડપી બોલ સામે થરથરી રહ્યા છે. ઉમરાન મલિકની બોલિગમાં વિકેટો ટપોટપ પડી રહી છે. હવે ઉમરાનની ઝડપે સરહદ પાર બેઠેલા પાકિસ્તાની બોલરોનું પણ ધ્યાન ખેંચ્યું છે. તમામ રેકોર્ડ તોડતી ઉમરાનની સ્પીડ પર શોએબ અખ્તરે (Shoaib Akhtar) મોટું નિવેદન આપ્યું છે. કદાચ એટલા માટે કે તેને પણ હવે ઉમરાનની ઝડપને કારણે પોતાનો રેકોર્ડ તૂટવાનો ડર સતાવી રહ્યો છે. ખરેખર, આ સમયે વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ (Fastest Ball) ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે. અને, ઉમરાને જે રીતે IPL 2022માં મેચ પ્રતિમેચ તેની ગતિને વધારી રહ્યો છે, તે જોતા શોએબ અખ્તરના રેકોર્ડ માટે મોટો ખતરો બની ગયો છે.

ઉમરાન મલિકે આ સિઝનમાં IPL ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ ફેંક્યો છે. તે પણ ત્યારે જ્યારે તે 154 kmphની ઝડપે બોલ ફેંકીને માત્ર 155 kmphની સ્પીડ પકડવાનું સપનું જોઈ રહ્યો હતો. આગલી જ મેચમાં આ સપનું સાકાર થયુ. અને પછી બોલ ફેંક્યો જેના કારણે તે IPL ઇતિહાસનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો.

શું ઉમરાનની ગતિથી શોએબ અખ્તર નર્વસ છે ?

IPL 2022માં ઉમરાને 157 kmphની ઝડપે બોલ ફેંક્યો હતો. માત્ર શોન ટેટે જ IPLમા તેના કરતા વધુ ઝડપી બોલિંગ કરી છે, જેની સ્પીડ 157.7 kmph હતી. એટલે કે, જો જોવામાં આવે તો, IPL પીચ ઉપર ઉમરાન અને ઝડપી બોલ નાખવાના મુદ્દે ટોચ ઉપર રહેલા શોન ટેટ વચ્ચે માત્ર પોઈન્ટ 7 નો જ તફાવત દેખાય છે. આગામી મેચોમાં ઉમરાન, શોન ટેટની ઝડપને પણ પાછળ છોડી દે તો નવાઈ નહીં. પાકિસ્તાનમાં બેઠેલા શોએબ અખ્તરને આ વાતનો અહેસાસ થાય છે. આટલું જ નહીં, તેને એવું પણ લાગે છે કે તેનો રેકોર્ડ જોખમમાં આવવા લાગ્યો છે. તેથી જ તે ઉમરાનને ઉશ્કેરવા માંગતો હોય તેવા નિવેદનો આપવા પર તલપાપડ થયો છે, જેથી ઉમરાન ઘાયલ થાય અને તેનો રેકોર્ડ અકબંધ રહે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ઉમરાન વર્લ્ડ રેકોર્ડથી માત્ર 4.3 કિમી પ્રતિ કલાક દૂર છે

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે શોએબ અખ્તરે, ઉમરાન વિશે શું કહ્યું, હવે જાણો. પરંતુ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે શોએબ અખ્તરના નામે સૌથી ઝડપી બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેની ઝડપી બોલની સ્પીડ 161.3 kmph હતી. એટલે કે IPLમાં ઉમરાને ફેકેલા ઝડપી બોલ કરતાં 4.3 kmphની સ્પીડ વધુ છે.

અખ્તર ક્યાંય ઉશ્કેરતો તો નથી ને !

હવે જ્યારે શોએબને પૂછવામાં આવ્યું કે શું ઉમરાનમાં પણ તારા જેવી જ ઝડપી બોલ નાખવાની તાકાત છે, તો તારા ઝડપી બોલ નાખવાના રેકોર્ડને નષ્ટ કરશે? આ સવાલના જવાબમાં શોએબ અખ્તરે કહ્યું કે, જો ઉમરાન મારો રેકોર્ડ તોડશે તો મને ખુશી થશે. “અહી સુધી કો સારું છે પણ… તમે પણ કહેશો કે આ નિવેદનમાં એવું કંઈ નથી. પરંતુ સમસ્યા આ વસ્તુ સાથે નથી. તેની આગળની પંક્તિમાં ડર અને ભય બન્ને જોવા મળે છે. શોએબ અખ્તરનું સંપૂર્ણ નિવેદન વાંચો.

“જો ઉમરાન મારો રેકોર્ડ તોડશે તો મને ખુશી થશે. હા, પણ તે મારો રેકોર્ડ તોડવાના ચક્કરમાં, પોતાના હાડકાં તોડવા માંગતો નહી હોય. પ્રયાસ કરી રહ્યો છે. સારી વાત છે. હવે એક તરફ તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને બીજી તરફ તે એવું કહીને ઉમારનને ડરાવવાની કોશિશ કરી રહ્યો છે કે આવું ના કરીશ તારા હાડકાં તૂટી જશે.

ઉમરાન યુવાન છે. ફાસ્ટ બોલરમાં જે ઉત્સાહ હોવો જોઈએ તેટલો જ ઉત્સાહ તેનામાં છે. તમારે ફક્ત તે ઉત્સાહને કાબૂમાં રાખવાનો છે. આવા નિવેદનોને પોતાના પર હાવી ન થવા દેવા જોઈએ. જો શક્ય હોય તો ભવિષ્યમાં શોએબ અખ્તરનો રેકોર્ડ ચોક્કસપણે તોડી શકે છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">