INDIA vs PAKISTAN: વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની પ્રથમ જીત પર તેમના પીએમ ઈમરાન ખાને શું કહ્યું, જાણો અહીં

Pakistan's PM Imran Khan ઇમરાન ખાને ટી 20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીતની પ્રશંસા કરી: T20 વર્લ્ડ કપ 2021ની સુપર-12ના મુકાબલાની મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું. ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની બંને ટીમોની આ પ્રથમ મેચ હતી.

INDIA vs PAKISTAN: વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની પ્રથમ જીત પર તેમના પીએમ ઈમરાન ખાને શું કહ્યું, જાણો અહીં
Imran Khan - PM of Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 9:33 AM

રવિવારે ભારત સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે ટી 20 વર્લ્ડ કપ 2021ની મેચ જીતી લીધી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શાહીન આફ્રિદીની ઘાતક બોલિંગ (31 માં 3 વિકેટ) બાદ 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન (55 માં 79) અને કેપ્ટન બાબર આઝમ (52 માં 68) ની શાનદાર ઇનિંગના કારણે એક પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. ICC વર્લ્ડ કપ (ODI અને T20)માં પાકિસ્તાને પ્રથમ વખત ભારત સામે જીત મેળવી છે. ભારત સામેની ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને Pakistan’s PM Imran Khan પોતાની ટીમના વખાણ કર્યા છે.

પહેલી જીત પર ઈમરાન ખાને શું કહ્યું?

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઈમરાન ખાને ભારત-પાકિસ્તાન મેચ જોતી વખતે પોતાની તસવીર ટ્વિટર પર શેર કરીને પાકિસ્તાન ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું, ‘પાકિસ્તાન ટીમ અને ખાસ કરીને બાબર આઝમને અભિનંદન, જેણે પહેલેથી શાનદાર નેતૃત્વ કર્યું. તેમજ મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન. દેશને તમારા બધા પર ગર્વ છે. ઈમરાન સિવાય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ પાકિસ્તાન ટીમના વખાણ કર્યા હતા. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના બિલાવલ ભુટ્ટો, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ-એન (PMLN)ના નેતા મરિયમ નવાઝે પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન આપ્યા હતા.

પાકિસ્તાને 29 વર્ષ બાદ હારનો સિલસિલો તોડ્યો

ICC વર્લ્ડ કપ (ODI અને T20)માં 29 વર્ષ બાદ પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં તેના કટ્ટર હરીફ ભારત સામે હારનો સિલસિલો તોડવામાં સફળ રહી છે. ભારેત દુબઈમાં ગઈકાલે રમાયેલી મેચ પહેલાની 1992 થી 12 મેચો (સાત ODI અને પાંચ T20I) જીતી હતી. જ્યારે, પાકિસ્તાનની જીત પર, કેપ્ટન આઝમે કહ્યું કે છોકરાઓની મહેનત રંગ લાવી છે. અમે અમારી યોજનાને સારી રીતે અમલમાં મૂકી અને પ્રારંભિક વિકેટ લેવાનો ફાયદો મેળવ્યો. તેણે કહ્યું કે શાહીને સારી બોલિંગ કરી, જેનાથી અમારામાં આત્મવિશ્વાસ વધ્યો. જે બાદ સ્પિનરોએ પણ દબાણનો ફાયદો ઉઠાવ્યો હતો. રિઝવાન સાથેની ભાગીદારી અંગે પાકિસ્તાનના કેપ્ટને કહ્યું કે મારી યોજના ખૂબ જ સરળ હતી. અમે લાંબા સમય સુધી પીચ પર રહેવા માંગતા હતા.

આ પણ વાંચોઃ

Aryan Khan Drug Case: સમીર વાનખેડેએ પોલીસ કમિશનરને લખ્યો પત્ર, ‘મને આર્યન કેસમાં ખોટી રીતે ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે’

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">