T20 World Cup: પહેલા IPL ગુમાવ્યો અને હવે વિશ્વકમાંથી પણ બહાર, વિરાટ કોહલીની કેપ્ટનશિપની ના થઇ શકી ‘હેપ્પી એન્ડીંગ’

વિરાટ કોહલી (Virat Kohli) સોમવાર, 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે T20 ક્રિકેટમાં છેલ્લી વખત ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે, જે આ ફોર્મેટમાં કોઈપણ ટીમ માટે કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ હશે.

T20 World Cup: પહેલા IPL ગુમાવ્યો અને હવે વિશ્વકમાંથી પણ બહાર, વિરાટ કોહલીની કેપ્ટનશિપની ના થઇ શકી 'હેપ્પી એન્ડીંગ'
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:10 PM

16 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ, ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માં પરિવર્તનનો પાયો નાખવામાં આવ્યો, કારણ કે વિરાટ કોહલી (Virat Kohli) એ ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) પછી ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી. ત્રણ દિવસ પછી, કોહલીએ પણ જાહેરાત કરી કે તે IPL 2021 સીઝન પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશીપ છોડી દેશે. આવી સ્થિતિમાં T20 ફોર્મેટમાં છેલ્લી વખત પોતાની ફ્રેન્ચાઈઝી અને ભારતીય ટીમ (Team India) ની કેપ્ટનશિપ કરવા જઈ રહેલો કોહલી આ સફરને ટાઈટલ સાથે સમાપ્ત કરવા ઈચ્છતો હતો.

પરંતુ UAEમાં થોડા જ અઠવાડિયામાં કોહલીના આ સપના અને આશા બંને ચકનાચૂર થઈ ગયા. પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) IPL ના એલિમિનેટરમાં ટીમને હરાવી અને પછી ટી20 વર્લ્ડ કપમાં આગામી થોડા દિવસોમાં ટીમ ઈન્ડિયાની સફર તમામ અપેક્ષાઓ વિરુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ ગઈ. અને આ રીતે કોહલી T20માં ટાઈટલ સાથે પોતાની ઝોળી ભરવાનું ચૂકી ગયો.

વિરાટ કોહલીએ 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ સંપૂર્ણપણે સંભાળી લીધી હતી. ત્યારથી, તે ટીમનો કેપ્ટન હતો અને માત્ર એક જ વાર 2016 માં તે ખિતાબ જીતવાની ખૂબ નજીક આવ્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં તેની ટીમ ડેવિડ વોર્નરની સુકાની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હરાવીને ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ પછી કોહલીની કપ્તાનીમાં RCB 2020 અને 2021માં જ પ્લેઓફમાં પહોંચી શકી હતી. પરંતુ સતત બંને સીઝનમાં બેંગ્લોરને એલિમિનેટરમાં હારીને બહાર થવું પડ્યું હતું. છેવટે, લગભગ 9 સિઝન સુધી સતત ટીમનું સુકાન સંભાળ્યા પછી, કોહલીએ કોઈ પણ ખિતાબ વિના RCBની કેપ્ટનશિપ છોડી દેવી પડી.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી એન્ડ કંપનીની આ 5 ભૂલોએ વિશ્વકપમાંથી ટીમ ઇન્ડિયાને બિસ્તરાં બંધાવ્યા

આ પણ વાંચોઃ T20 World Cup:ન્યુઝીલેન્ડે ફરી ભારતનું દિલ તોડી નાખ્યું, અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">