Virat Kohliને હિંમતવાળો માને છે તેના ભાઈ-બહેન, ઈમોશનલ પોસ્ટ કરી શેર

વિરાટ કોહલી (Virat Kohli)એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કરીને જાહેરાત કરી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં પણ કેપ્ટનશીપ નહીં કરે.

Virat Kohliને હિંમતવાળો માને છે તેના ભાઈ-બહેન, ઈમોશનલ પોસ્ટ કરી શેર
Virat Kohli (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 4:01 PM

Virat Kohli: જ્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામેની શ્રેણી હારી ગઈ હતી, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આ શ્રેણી કેપ્ટન તરીકે વિરાટ કોહલી (Virat Kohli)ની છેલ્લી શ્રેણી હશે. T20 અને ODIની કેપ્ટનશીપથી અલગ થયેલા કોહલીએ શનિવારે ટેસ્ટની કેપ્ટનશીપ પણ છોડવાનો નિર્ણય લીધો છે. આ વાતની અગાઉથી કોઈને જાણ ન હતી અને આ સમાચાર સાંભળીને દરેક સ્તબ્ધ થઈ ગયા હતા. ખાસ કરીને ટીમ ઈન્ડિયા (Indian Team)ના ફેન્સ જે સોશિયલ મીડિયા પર કોહલીને સતત ટ્રેન્ડ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર કોહલીના સાથી ખેલાડીઓ, દિગ્ગજ, વિદેશી ખેલાડીઓથી લઈને અભિનેતા, નેતાઓ કોહલી માટે ટ્વીટ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કોહલીનો પરિવાર તેની સાથે ઉભો જોવા મળે છે. કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર આ સંબંધિત કોઈ પોસ્ટ કરી નથી. પરંતુ કોહલીના ભાઈ-બહેને ચોક્કસપણે તેમને ચેમ્પિયન ગણાવ્યો છે.

ભાઈ અને બહેનને કોહલી પર ગર્વ

કોહલીની કેપ્ટનશીપ છોડવાની પોસ્ટ પર ટિપ્પણી કરતા તેના મોટા ભાઈએ લખ્યું, ‘તમે અમને (પરિવારને) અને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. મને તમારા પર ખરેખર ગર્વ છે ભાઈ. હું જાણું છું કે મેદાન પર હોવાને કારણે અને તેનાથી સંબંધિત નિર્ણયો તમારે લોકોના નિર્ણયની સાથે ઘણું સહન કરવું પડે છે. તમે તમારું માથું ઊંચું રાખ્યું છે અને તમારી ટીમ અને તમારા સપનામાં વિશ્વાસ કર્યો છે. અમે બધા હંમેશા તમારી સાથે ઉભા છીએ. ભગવાન હંમેશા તમારી સાથે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કોહલીની બહેને પણ નાના ભાઈ માટે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. કોહલીની એક તસવીર શેર કરતા તેણે લખ્યું ‘અમે બાળપણથી જ આ રમત માટે તમારી ઈમાનદારી અને સમર્પણ જોયા છે. તમે બધું હાંસલ કર્યું અને દરેક વખતે તમારી જાતને સાબિત કરી. તમે આ નિર્ણય લઈને પણ સાબિત કરી દીધું કે તમે કેટલા બહાદુર છો. તમારા પર હંમેશા ગર્વ છે.

કોહલી ટેસ્ટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન

કોહલીએ 68 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી ભારતીય ટીમે 40માં જીત મેળવી હતી. વિરાટ ભારતનો સફળ કેપ્ટન છે. તે જ સમયે તેની કેપ્ટનશીપમાં ટીમ 17 મેચમાં હારી છે. તેની જીતની ટકાવારી 58.82 છે. તેણે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ICC ટ્રોફી પણ ગુમાવી દીધી છે, જ્યારે ગયા વર્ષે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે હાર મળી હતી.

આ પણ વાંચો: મહેસાણાની દીકરી બેડમિન્ટનમાં વર્લ્ડ જુનિયર રેંકિંગમાં નંબર વન, બેડમિન્ટન પ્લેયર તસનીમ મીરે દેશનું ગૌરવ વધાર્યું

આ પણ વાંચો: Australian Open 2021: નોવાક જોકોવિચને જોરદાર ફટકો, વિશ્વનો નંબર 1 ખેલાડી કેસ હારી ગયો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">