વિરાટ કોહલી થયો શર્ટલેસ, જિમ સેશનનો વીડિયો કર્યો શેયર

રજાઓ સેલિબ્રેટ કર્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli)એ ફરી એકવાર પરસેવો પાડવાનો શરૂ કરી દીધો છે. તેણે બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિરાટ કોહલી થયો શર્ટલેસ, જિમ સેશનનો વીડિયો કર્યો શેયર
વિરાટ કોહલી શર્ટલેસ થયો
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 24, 2022 | 4:34 PM

ક્રિકેટના કિંગ તરીકે જાણીતા વિરાટ કોહલી ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ છે. વિરાટ કોહલીનો આ વીડિયો જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વિરાટ કોહલીએ જિમમાં પોતાના વર્કઆઉટનો વીડિયો ચાહકો સાથે શેયર કર્યો છે, જેમાં જોઈને કોઈ તેના વખાણ કરવાનું ચુકતા નથી. વિરાટ કોહલીએ જિમમાં વર્કઆઉટ કરતો શર્ટલેસ વીડિયો શેયર કર્યો છે.

હાલમાં ઉત્તરાખંડમાં રજાઓ મનાવવા ગયેલા વિરાટ કોહલી હવે ફરી પાછો ટ્રેનિંગમાં પાછો ફર્યો છે. આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે અને ટેસ્ટ સિરીઝ છે. વિરાટે આ સિરીઝ માટે સંપુર્ણ તૈયારી કરી લીધી છે. વિરાટ કોહલી જિમમાં પરસેવો પાડી રહ્યો છે. પહેલા તેમણે રનિંગ કરી ત્યારબાદ તે અપર બૈક મસલ્સનો વર્ક આઉટ કરતો જોવા મળ્યો હતો.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

અપર બેક વર્કઆઉટ કરતો જોવા મળ્યો

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં તે અપર બેક વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલીની પીઠ પર અસંખ્ય કટ દેખાય છે. આ કટ આમ જ દેખાતા નથી. વર્ષોની મહેનત અને ડાયટ પછી જ તમારા શરીર પર આવા કટ દેખાય છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી વર્ષોથી સારું ડાયટ ફોલો કરી રહ્યો છે. અનેક ઈન્ટરવ્યુમાં તે ખુલાસો કરી ચૂક્યો છે અને આજ કારણ છે કે તેનું બોડી એકદમ ફીટ છે. શાનદાર વર્કઆઉટ અને ડાયટના કારણે તેનું ફિટનેસ સારું છે, જેના માટે જે જ્યારે પણ મેદાનમાં ઉતરે છે રનનો ઢગલો કરી દે છે.

T20 વર્લ્ડ કપમાં વિરાટનો દબદબો રહ્યો

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી હોવા છતાં વિરાટ કોહલીને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. આ જમણા હાથના બેટ્સમેને 6 ઈનિંગ્સમાં 296 રન ફટકાર્યા હતા. વિરાટની એવરેજ 98થી વધુ હતી અને તેના બેટમાંથી 4 અડધી સદી પણ નીકળી હતી. હવે વિરાટ કોહલી ફરી બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. આશા છે કે વિરાટનું સારું ફોર્મ યથાવત રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati