વિરાટ કોહલીએ પોતાની તોફાની ઇનિંગને લઇને બનાવેલી રણનીતિનો ખુલાસો કર્યો

ભારત માટે વિરાટ કોહલીએ તોફાની 52 રન બનાવ્યા હતા તો ઉપ સુકાની રિષભ પંતે પણ આક્રમક રમત દાખવતા અણનમ 52* રનની ઇનિંગ રમી હતી. વેંકટેશ અય્યરે રિષભ પંતને સાથ આપ્યો હતો અને તેણે પણ તાબડતોબ 33 રનની ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ પોતાની તોફાની ઇનિંગને લઇને બનાવેલી રણનીતિનો ખુલાસો કર્યો
Virat Kohli (PC: AP)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 11:19 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) એ વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket) સામે બીજી ટી20 મેચમાં વિરાટ કોહલીએ (Virat Kohli) તોફાની ઇનિંગને પગલે અડધી સદી ફટકારી હતી. મેચમાં કોહલી શરૂઆતથી જ આક્રમક જોવા મળી રહ્યો હતો. તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી20 મેચમાં 52 રનની ઇનિંગ રમી હતી. પહેલી ઇનિંગ પુરી થયા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, “મારા માટે હંમેશા અલગ-અલગ પરિસ્થિતિઓમાં ટીમ માટે બેટિંગ કરવાની તક મળી છે. આજે ત્યારે હું રમવા માટે ગયો ત્યારે સકારાત્મક રહેવા માટે વિચાર્યું હતું. હું એજ રીતે રહેવા માંગતો હતો, આઉટ થતાં હું થોડો નિરાશ થયો કારણ કે મે ગેમ સેટ કરી દીધી હતી અને જે રીતે રમી રહ્યો હતો તે પ્રમાણે અંતિમ 4 થી 5 ઓવરમાં હાર્ડ થવું જરૂરી હતું. હું ખુશ છું કે આજે સારા ઇરાદા સાથે મેદાન પર ગયો હતો.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોહલીએ એ પણ કહ્યું કે મેં એ જરા પણ વિચાર્યું નહીં કે મારે શરૂઆતમાં આક્રમક શોટ રમવા જોઇએ કે નહીં. જોકે આક્રમક રમતથી ઇનિંગની શરૂઆત કરવી એ એક સારી બાબત હતી. જ્યારે તમે લાંબા સમથી જવાબદારી સાથે રમો છો તો જોખમ લેવું કે નહીં લેવું તેની માનસીકતા બનાવી લો છો. ક્યારેક-ક્યારેક તમે ભુલી જાવ છો કે તમે જે ઉચ્ચાઇએ છો ત્યા સુધી તમે કઇ રીતે પહોંચ્યા અને તમારી પ્રવૃત્તિને સપોર્ટ કરવું મહત્વપુર્ણ છે.

સ્ટેડિયમમાં થોડા લોકો પણ તમને મદદ કરે છે. અમે 180 વિશે વિચાર્યું હતું કે આ સારો સ્કોર હતો. વચ્ચે થોડો સમય અમે ધીમા પડ્યા હતા. પણ પછી ફરીથી ગતી પકડી લીધી હતી. ભારતીય ટીમ માટે વિરાટ કોહલી સહિત રિષભ પંતે પણ શાનદાર ઇનિંગ રમી હતી અને તેણે અણનમ 52* રન કર્યા હતા. તો વેંકટેશ અય્યરે પણ આક્રમક ઇનિંગ રમતા 33 રનની ઇનિંગ રમી હતી અને ભારતે 20 ઓવરમાં 186 રનનો સ્કોર બનાવ્યો હતો.

આ પણ વાંચો : Ranji Trophy 2022: બિહારના 22 વર્ષના સાકિબુલ ગનીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ડેબ્યુ મેચમાં ફટકારી ત્રેવડી સદી

આ પણ વાંચો : IND VS WI: વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટીંગ માટે ઉતાર્યુ, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેયીંગ ઇલેવન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">