પાકિસ્તાનની ધોલાઈ કરવાનો વિરાટ કોહલની મળ્યો ફાયદો, આઈસીસી રેન્કિંગમાં મચાવી ધમાલ

ICC T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે જે વિસ્ફોટક ઇનિંગ રમી હતી તેનાથી તેને નવીનતમ ICC રેન્કિંગમાં ફાયદો થયો છે.

પાકિસ્તાનની ધોલાઈ કરવાનો વિરાટ કોહલની મળ્યો ફાયદો, આઈસીસી રેન્કિંગમાં મચાવી ધમાલ
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 4:18 PM

પાકિસ્તાન વિરૂદ્ધ પોતાના કરિયરની યાદગાર ઇનિંગ્સમાંથી એક ઈનિગ્સ રમનાર ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. જમણા હાથના બેટ્સમેન વિરાટ કોહલીને બુધવારે જાહેર કરવામાં આવેલી ટી20 બેટ્સમેનોની તાજેતરની રેન્કિંગમાં ટોપ-10માં આવી ગયો છે. કોહલીએ પાકિસ્તાન સામે અણનમ 82 રન બનાવ્યા હતા અને તેનાથી તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. વિરાટ કોહલી નવમા નંબરે આવી ગયો છે.

કોહલીની ઈનિંગના આધારે જ ભારત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવ્યું અને પાકિસ્તાનને હરાવી આઈસીસી ટી20 વર્લ્ડ કપની જીત સાથે શરૂઆત કરી. વિરાટ કોહલીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ તોફાની ઇનિંગ રમી અને તેને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ T20 ઇનિંગ્સ ગણાવી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ત્રણ મહિનામાં જ બદલાઈ ગયુ ચિત્ર

કોહલી છેલ્લા ત્રણ વર્ષથી ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો. તેના બેટથી સદી નથી થઈ શકી, પરંતુ એશિયા કપ-2022માં કોહલી તેના ફોર્મમાં પાછો ફર્યો અને તે ફરી એકવાર તેની જૂની શૈલીમાં જોવા મળી રહ્યો છે. કોહલી ઓગસ્ટમાં ICC T20 બેટ્સમેનની રેન્કિંગમાં 35મા ક્રમે હતો પરંતુ હવે માત્ર ત્રણ મહિનામાં જ તે ટોપ-10માં પાછો ફર્યો છે. આ દરમિયાન તેણે એશિયા કપમાં પણ સદી ફટકારી હતી અને તે પછી તેણે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી શ્રેણીમાં પણ શાનદાર બેટિંગ કરી હતી.

બીજા નંબરે સૂર્યકુમાર

જો કે પાકિસ્તાનનો બેટ્સમેન મોહમ્મદ રિઝવાન નંબર વન પર છે. તેને 849 પોઈન્ટ છે. બીજા નંબર પર ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ડેવોન કોનવે છે. તેના 831 પોઈન્ટ છે. તેણે ભારતના સૂર્યકુમાર યાદવને બીજા નંબર પરથી હટાવી દીધો, જે હવે 828 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. કોનવેએ T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 89 રન બનાવ્યા હતા. સૂર્યકુમારનું બેટ પાકિસ્તાન સામે નિષ્ફળ ગયું હતું.

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ ચોથા નંબર પર છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ પાંચમા ક્રમે છે. ન્યૂઝીલેન્ડનો ફિન એલન પણ આગળ નીકળી ગયો છે, તેણે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ઇનિંગ રમી હતી. તે 17 સ્થાન આગળ વધીને 13માં નંબર પર પહોંચી ગયો છે.

રેન્કિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 16માં સ્થાને છે જ્યારે કેએલ રાહુલ 18માં સ્થાને છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">