Virat Kohli Golden Duck IPL 2022: વિરાટ કોહલીનો ખરાબ તબક્કો, મેચના પ્રથમ બોલ પર આઉટ, આ સિઝનમાં ત્રીજો ગોલ્ડન ડક

IPL 2022 : વિરાટ કોહલીનું (Virat Kohli) ખરાબ ફોર્મ તેનો પીછો નથી છોડી રહ્યું. વિરાટ કોહલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે પ્રથમ બોલ પર આઉટ થયો અને આ સિઝનમાં ત્રીજી વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો.

Virat Kohli Golden Duck IPL 2022: વિરાટ કોહલીનો ખરાબ તબક્કો, મેચના પ્રથમ બોલ પર આઉટ, આ સિઝનમાં ત્રીજો ગોલ્ડન ડક
Virat Kohli Out (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 7:33 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)નો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામેની મેચમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના પ્રથમ બોલ પર આઉટ થઈ ગયો હતો. આ સિઝનમાં વિરાટ કોહલીનો આ ત્રીજો ગોલ્ડન ડક છે. રવિવારે મેચ શરૂ થઈ ત્યારે માત્ર વિરાટ કોહલીએ પહેલો બોલ રમ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી જગદીશા સુચિતે પ્રથમ બોલ પર વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. મેચના પ્રથમ બોલને લેગ-સાઈડ પર રમવાના ચક્કરમાં વિરાટ કોહલીએ સનરાઈઝર્સ હૈદરાબાદના સુકાની કેન વિલિયમસનને પોતાનો કેચ આપ્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) જ્યારે આઉટ થયા બાદ પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો. ખભા નમ્યા અને તેના ચહેરા પર હળવું સ્મિત હતું. જાણે તે સમજી ન શક્યો કે તેના ફોર્મનું શું થયું છે. વિરાટ કોહલીનું આ રીતે આઉટ થવું તેની સાથે બધા માટે આશ્ચર્યજનક હતું. આ પ્રથમ વખત છે જ્યારે વિરાટ કોહલી એક સિઝનમાં 3 વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો હોય.

IPL 2022માં વિરાટ કોહલીના ગોલ્ડન ડકઃ

vs લખનૌ, બોલર- દુષ્મંથા ચમીરા vs હૈદરાબાદ, બોલર- માર્કો યેનસન vs હૈદરાબાદ, બોલર- જે. સુચિત

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

વિરાટ કોહલી આ સિઝનમાં 12 મેચમાં માત્ર 216 રન જ કર્યા છે

મહત્વનું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) વિરાટ કોહલી (Virat Kohli) માટે વધુ સારું રહ્યું નથી. તે અત્યાર સુધી માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. વિરાટ કોહલીએ IPL 2022માં 12 મેચમાં માત્ર 216 રન બનાવ્યા છે. તે દરમિયાન તેની એવરેજ 29થી નીચે રહી છે. જ્યારે આમાં એક અડધી સદી અને 3 ગોલ્ડન ડક્સનો સમાવેશ થાય છે. બેંગ્લોર ટીમે હૈદરાબાદ સામેની આ મેચમાં 20 ઓવરમાં 3 વિકેટેના ભોગે 192 રનનો સ્કોર ખડો કર્યો હતો. બેંગ્લોર ટીમ તરફથી સુકાની ફાફ ડુ પ્લેસીસે આક્રમક ઈનિંગ રમતા 50 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 73* રન કર્યા હતા તો રજત પાટિદારે તેનો સુંદર સાથ આપ્યો હતો અને તેણે 38 બોલમાં 48 રન કર્યા હતા તો દિનેશ કાર્તિકે પણ આક્રમક ઈનિંગ રમતા 8 બોલમાં આક્રમક 30* રન કર્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">