IPL 2021: વિરાટ કોહલીના હાથ આઇપીએલ માં ટ્રોફી જીતવા થી ખાલી રહ્યા છે, પરંતુ મેચ જીતવામાં પણ આટલો કંગાળ રહ્યો છે રેકોર્ડ

ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ છોડવાના 3 દિવસ બાદ હવે, 16 સપ્ટેમ્બરના રોજ વિરાટ કોહલી (Virat Kohli) એ RCB ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય પણ જાહેર કર્યો હતો. કોહલી બંને મોરચે કોઈ ખિતાબ જીતી શક્યો નથી, પરંતુ RCB માં કેપ્ટનશીપનો રેકોર્ડ ખરાબ છે.

IPL 2021: વિરાટ કોહલીના હાથ આઇપીએલ માં ટ્રોફી જીતવા થી ખાલી રહ્યા છે, પરંતુ મેચ જીતવામાં પણ આટલો કંગાળ રહ્યો છે રેકોર્ડ
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:44 AM

વિરાટ કોહલી (Virat Kohli) એ 4 દિવસમાં બે વખત પોતાના મોટા નિર્ણયોથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. 16 સપ્ટેમ્બરના રોજ, કોહલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક નિવેદન પોસ્ટ કર્યું અને T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા (Team India) ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો. આ ઘોષણા પોતે જ ઘણી ચોંકાવનારી હતી. છેલ્લા 3 દિવસથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને દરેક પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે કોહલીએ IPL માં પણ આ જવાબદારી છોડવાનો નિર્ણય કર્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન વિરાટે કહ્યું છે કે તે UAE માં રમાઈ રહેલી IPL 2021 સીઝન બાદ ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ પણ છોડી દેશે. જોકે, કેપ્ટન તરીકે આઈપીએલમાં કોહલીનો રેકોર્ડ બહુ સારો નથી અને આવી સ્થિતિમાં તેણે તેને પરિવર્તન માટે યોગ્ય સમય માન્યો.

વિરાટ કોહલીએ રવિવારે, 19 સપ્ટેમ્બરે એક વીડિયો દ્વારા પોતાના નિર્ણય વિશે જણાવ્યું હતું. યુએઈમાં આઈપીએલ 2021 સીઝનના બીજા ભાગમાં સોમવારે ટીમની મેચથી એક દિવસ પહેલા જ પોતાના નિર્ણય જાહેર કર્યો હતો. કોહલીએ કહ્યું કે તે પોતાના કામનો બોજ ઘટાડવા અને આરસીબીમાં પરિવર્તનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે. જોકે, RCB ના કેપ્ટને સ્પષ્ટ કર્યું કે, તે IPL માં આ ફ્રેન્ચાઇઝી સિવાય અન્ય કોઇ ફ્રેન્ચાઇઝી માટે ક્યારેય નહીં રમે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્રોફી તો દૂર છે, IPL માં રેકોર્ડ પણ ખરાબ છે

વિરાટ કોહલી છેલ્લા 9 વર્ષથી આ ટીમના કેપ્ટન છે. 2013 માં, તેણે આરસીબીની કેપ્ટનશીપ સંપૂર્ણપણે સંભાળી અને ત્યારથી તે આ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આટલા લાંબા સમય સુધી ટીમની કમાન સંભાળ્યા હોવા છતાં તેમનો રેકોર્ડ આ લીગમાં બહુ સારો નથી. કોહલીએ ટીમ ઇન્ડિયા સાથે ભલે આઈસીસી ટ્રોફી જીતી ન હોય, પરંતુ તેનો એકંદર રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. પરંતુ તે આઈપીએલમાં ટ્રોફી જીતવાની બાબતમાં ઘણો નિરાશ રહ્યો છે.

  1. કોહલીએ 2013 થી 132 મેચોમાં RCB નું નેતૃત્વ કર્યું છે, પરંતુ આમાંથી તેની ટીમ માત્ર 60 મેચ જીતી શકી છે. જ્યારે તેને 65 માં હારનો સામનો કરવો પડ્યો છે. બાકીની મેચો કાં તો રદ્દ કરવામાં આવી હતી અથવા ટાઈ રહી હતી. આ રીતે તેની જીતની ટકાવારી માત્ર 48.04 છે. માત્ર એડમ ગિલક્રિસ્ટ (47.29), જેણે આઈપીએલમાં 50 થી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરી છે, તેના કરતા પણ ખરાબ રેકોર્ડ ધરાવે છે.
  2. કોહલીની કેપ્ટનશીપમાં ટીમ 2016 માં માત્ર એક જ વખત ફાઇનલમાં પહોંચી શકી હતી. જ્યાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે એક નજીકની મેચમાં ખિતાબ ગુમાવ્યો હતો. આ 9 વર્ષમાં, તેની ટીમ માત્ર 3 વખત (2015, 2016, 2020) પ્લેઓફમાં પહોંચી શકી.
  3. જો કે, અહીં પણ એક કેપ્ટન તરીકે, તેણે ચોક્કસપણે તેની બેટિંગથી ઝંડા ઉભા કર્યા છે. કોહલીએ કેપ્ટન તરીકે આઈપીએલમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારી છે. તેણે 132 મેચમાં 4810 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 32 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચોઃ આ છે IPL માં સૌથી કંજૂસ ખેલાડી, ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં સૌથી યુવાન કેપ્ટન તરીકેનો રેકોર્ડ અને 19 વર્ષનો થવા પહેલા 100 વિકેટ મેળવી હતી

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: ટોપ-5 માં પહોંચ્યો ચેન્નાઇ સુપર કિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન હજુ પણ ટોચ પર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">