
વિરાટ કોહલી માટે વર્ષ 2023 શાનદાર રહ્યું. જ્યારે કોહલીએ ODIમાં સૌથી વધુ સદી ફટકારવાનો સચિનનો વર્લ્ડ રેકોર્ડ તોડવામાં સફળતા મેળવી હતી, ત્યારે ODI વર્લ્ડ કપમાં તેણે ઐતિહાસિક પરાક્રમ કર્યું હતું અને સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ સિવાય 2023માં કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી હતી અને કુલ 2048 રન બનાવ્યા હતા. વર્ષ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી બીજા સ્થાને છે. કોહલીએ જે રીતે વર્ષ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, હવે નવા વર્ષમાં પણ કિંગ કોહલીને ઘણા રેકોર્ડ બનાવવાની તક મળશે.
આ પણ વાંચો : રન મશીન કોહલીએ 2023માં રચ્યા 88 “વિરાટ” રેકોર્ડ, લકી રહ્યું વર્ષ
1. સચિન તેંડુલકરના નામ પર હાલમાં વનડેમાં સૌથી ઝડપી 14000 રનનો રેકોર્ડ છે. વધુ 152 રન બનાવીને વિરાટ કોહલી વનડેમાં સૌથી ઝડપી 14000 રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
2. વિરાટ કોહલી વધુ 35 રન બનાવીને ટી20 ક્રિકેટમાં 12000 રન બનાવનાર પહેલો ભારતીય બની શકે છે. ક્રિસ ગેઈલ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડ બાદ તે સૌથી વધારે ટી20 રન બનાવનાર ખેલાડીઓમાં ચોથા ક્રમે છે.
3. વિરાટ કોહલી પાસે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવવાની તક છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં તેણે કુલ 2535 રન બનાવ્યા છે. વધુ 544 રન બનાવીને વિરાટ કોહલી સચિન તેંડુલકરના આ રેકોર્ડને તોડી શકે છે.
4. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામે તમામ ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવવા માટે વિરાટ કોહલીને વધુ 21 રનની જરુરી છે.
5. કોહલી ઈંગ્લેન્ડ સામે 4000 ઈન્ટરનેશનલ રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન બનવાથી 30 રન દૂર છે.
6. ભારતમાં વધુ 5 સેન્ચુરી ફટકારીને તે ઘરેલૂ મેદાન પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે 42 સેન્ચુરી મારવાના સચિન તેંડુલકરનના રેકોર્ડને તોડશે.
7. વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ 1919 રન સાથે વિરાટ કોહલી પાસે છે. વધુ 322 રન બનાવીને વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
8. ન્યૂઝીલેન્ડ સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરી મારનાર ભારતીય બેટ્સમેન બનવાથી તે માત્ર 1 સેન્ચુરી દૂર છે. હાલમાં કોહલી અને સચિને ન્યૂઝીલેન્ડ સામે 9-9 સેન્ચુરી ફટકારી છે.
9. બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં 383 રન બનાવીને વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ બનાવશે
10. ઈંગ્લેન્ડ સામે સચિને 32 ટેસ્ટમાં 2535 રન બનાવ્યા છે. જ્યારે ગાવસ્કરે 38 ટેસ્ટમાં 2483 રન બનાવ્યા છે. વિરાટ કોહલી પાસે આ બંને દિગ્ગજોનો રેકોર્ડ તોડવાની તક છે.
આ પણ વાંચો : આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ