
ભારતીય ક્રિકેટ ટીમને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ જીત્યાના 24 કલાકની અંદર ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ છે. તેમણે 19 ઓક્ટોબરથી વનડે સીરિઝ રમવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચ અને 5 ટી20 મેચની સીરિઝ રમાશે. ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ ખુબ જ વ્યસ્ત છે. જેના કારણે ખેલાડીઓને આરામ કરવો મુશ્કેલ જોવા મળી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ વનડે સીરિઝમાં તમામ ચાહકોની નજર આ બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પર જોવા મળશે. જે માર્ચ 2025 બાદ પહેલી વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. તેઓ ટીમમાં પરત ફરતા ટીમ ઈન્ડિયાની બેટિંગ મજબુત જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમથી ઉડાન ભરી હતી. જ્યાં મોટી સંખ્યામાં ચાહકો ખેલાડીઓની એક ઝલક જોવા માટે જોવા મળ્યા હતા.
Virat Kohli with Team India at Airport left for Australia. pic.twitter.com/ZJ6Wb80hPC
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 15, 2025
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સતત ક્રિકેટ રમી રહ્યા છે. આ કારણે તેને ખુબ જ ટ્રાવેલ કરવું પડી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ 8 નવેમ્બરના રોજ બ્રિસ્બેનમાં પૂર્ણ થશે. ત્યારબાદ ટીમ 14 નવેમ્બરના રોજ કોલકાતામાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ રમશે.
મહત્વની વાત એ છે કે, વનડે સ્કવોડના ખેલાડીઓ પહેલા ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા છે. જ્યારે ટી20 સ્કવોડના ખેલાડીઓ એક અઠવાડિયા બાદ રવાના થશે. આ રીતે અલગ અલગ ફોર્મેટ માટે અલગ અલગ શેડ્યુલ પણ ખેલાડીઓ માટે દબાવ નાંખી રહ્યું છે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમ જોઈએ તો. શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કે.એલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ, યશસ્વી જ્યસ્વાલ