Viral Video : કોહલીએ કરી પ્રસંશા, સૂર્યકુમારે વ્યક્ત કર્યો પ્રેમ, સૂર્યકુમાર યાદવે કોહલીને મોકલ્યો ખાસ મેસેજ

આ ધમાકેદાર સદી બાદ ચારે તરફ સૂર્યકુમાર યાદવની પ્રસંશા થઈ હતી. વિરાટ કોહલીએ પણ ઈન્સ્ટાગ્રામ પર તેની પ્રસંશા કરી હતી. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીને તેની પ્રતિક્રિયા આપતા મેસેજ કર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : કોહલીએ કરી પ્રસંશા, સૂર્યકુમારે વ્યક્ત કર્યો પ્રેમ, સૂર્યકુમાર યાદવે કોહલીને મોકલ્યો ખાસ મેસેજ
Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 9:23 PM

રંગીલા રાજકોટમાં 7 જાન્યુઆરીના શનિવારના રોજ શ્રીલંકા અને ભારતની ટીમ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાઈ હતી. ભારતે આ મેચમાં શ્રીલંકાને ઓલઆઉટ કરીને 91 રનથી જીત મેળવી હતી. આ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમે શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. ત્રીજી ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. તે 112 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આ ધમાકેદાર સદી બાદ ચારે તરફ સૂર્યકુમાર યાદવની પ્રસંશા થઈ હતી. વિરાટ કોહલીએ પણ ઈન્સ્ટાગ્રામ પર તેની પ્રસંશા કરી હતી. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીને તેની પ્રતિક્રિયા આપતા મેસેજ કર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૂર્યકુમાર યાદવની સદી બાદ કોહલીએ ઈન્સ્ટા સ્ટોરીમાં તેની પ્રસંશા કરી હતી. મેચ ખત્મ થયા બાદ સૂર્યકુમારે ડ્રેસિંગ રુમમાં પહોંચીને વિરાટ કોહલીને તે સ્ટોરી જોઈ હતી. બીસીસીઆઈએ આજે રવિવારે એક વીડિયો શેયર કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ કોહલીની સ્ટોરીનો જવાબ આપીને એક સ્પેશયલ મેસેજ ટાઈપ કરતો જોવા મળે છે. તે ખાસ મેસેજ તમે આ વીડિયોમાં જોઈ શકો છો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ રહ્યો એ વાયરલ વીડિયો

નવા વર્ષમાં સૂર્યકુમાર યાદવે બનાવ્યા 5 નવા રેકોર્ડ

  1. વર્ષ 2023માં સદી મારનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યા
  2. ટી-20 ઈન્ટરનેશનલ કરિયરમાં 1500 રન ફટકાર્યા
  3. સૌથી ઝડપી ટી-20 સદી મારનાર બીજો ભારતીય બન્યો
  4. એક ઈનિંગ્સમાં સૌથી વધારે છગ્ગા મારનાર બીજો ભારતીય બન્યો
  5. ટી-20 ઈન્ટરનેશનલમાં 180થી વધારેની સ્ટ્રાઈક રેટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર્સ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતીય ટીમના ઉજ્જવળ ભવિષ્યનો સૂર્યોદય થયો છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સદીના મહાન ક્રિકેટર .

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">