Vijay Hazare Trophy 2021: વિજય હજારે ટ્રોફીનો આરંભ, IPL 2022 માં માલામાલ થવા માટેનો અંતિમ મોકો શરુ, સ્ટાર ખેલાડીઓએ દમ દેખાડવો પડશે

વિજય હજારે ટ્રોફી 2021 (Vijay Hazare Trophy 2021) બુધવારથી શરૂ થઈ રહી છે. મુંબઈએ છેલ્લી વખત ઉત્તર પ્રદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

Vijay Hazare Trophy 2021: વિજય હજારે ટ્રોફીનો આરંભ, IPL 2022 માં માલામાલ થવા માટેનો અંતિમ મોકો શરુ, સ્ટાર ખેલાડીઓએ દમ દેખાડવો પડશે
Vijay Hazare Trophy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:53 AM

ભારતીય સ્થાનિક ક્રિકેટમાં વર્ષની સૌથી મોટી ODI ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2021) બુધવારથી શરૂ થઈ રહી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બાદ ભારતના યુવા ક્રિકેટરો માટે આઈપીએલની મેગા ઓક્શન (IPL Mega Auction) પહેલા ટીમોને પોતાની રમતથી પ્રભાવિત કરવાની આ છેલ્લી તક હશે. આઈપીએલની મોટી હરાજી જાન્યુઆરીમાં યોજાવા જઈ રહી છે અને વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને યુવા ક્રિકેટરો આઈપીએલ ટીમો સાથે સારી ડીલ મેળવી શકે છે.

હર્ષલ પટેલ (Harshal Patel), રાહુલ ચહર અને દીપક ચહર જેવા ખેલાડીઓને તેમની IPL ટીમોએ જાળવી રાખ્યા નથી અને હવે તેઓ આ સ્થાનિક વન-ડે ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરીને અન્ય ટીમોનું ધ્યાન ખેંચવા માંગશે.

બુધવારથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 26 ડિસેમ્બર સુધી રમાશે જેમાં 105 મેચો રમાશે. તેમાં દેશની 38 ટીમો ભાગ લેશે, જેને છ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. છમાંથી પાંચ ચુનંદા જૂથ છે જ્યારે એક પ્લેટ જૂથ હશે. દરેક એલિટ ગ્રુપમાં 6-6 ટીમો રાખવામાં આવી છે. પ્લેટ ગ્રુપમાં 8 ટીમો હશે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 6-6 મેચ રમશે. આ પછી, 19 ડિસેમ્બરથી નોકઆઉટ તબક્કાઓ શરૂ થશે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચો 19 ડિસેમ્બરે અને ત્યારબાદ 21 અને 22 ડિસેમ્બરે ક્વાર્ટર ફાઈનલ મેચો યોજાશે. સેમી-ફાઈલ 24 ડિસેમ્બરે રમાશે અને ત્યારબાદ 25 ડિસેમ્બરે ટાઈટલ મેચ રમાશે. મુંબઈએ છેલ્લી વખત ઉત્તર પ્રદેશને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

પ્રથમ દિવસની મેચો

પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજેતા તમિલનાડુ સામે થશે. મુંબઈની કમાન શમ્સ મુલાનીના હાથમાં રહેશે અને ગ્રુપ બીની આ મેચ ત્રિવેન્દ્રમમાં રમાશે. મુંબઈની ટીમમાં ડાબા હાથના ઓપનર યશસ્વી જયસ્વાલ, અરમાન જાફર, સિદ્ધેશ લાડ અને ઓલરાઉન્ડર શિવમ દુબે છે જ્યારે બોલિંગ અનુભવી ધવલ કુલકર્ણી સંભાળશે. તમિલનાડુની ટીમમાં દિનેશ કાર્તિક અને વોશિંગ્ટન સુંદર છે.

તમિલનાડુની ટીમ છેલ્લી વખત અંતિમ આઠમાં પહોંચી શકી ન હતી અને આ વખતે તે પોતાની ભૂલમાંથી શિખીને રમશે. સિનીયર બેટ્સમેન અનુસ્તુપ મજુમદાર બંગાળની ટીમમાં છે, જેણે બરોડા સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. બંગાળ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક સામે હારી ગયું હતું. રાજકોટમાં ગ્રુપ ડીની પ્રથમ મેચમાં મહારાષ્ટ્રની ટીમ મધ્યપ્રદેશ સામે રમશે. મહારાષ્ટ્રમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડ સિવાય રાહુલ ત્રિપાઠી અને નૌશાદ શેખ છે.

8 ડિસેમ્બરની મેચો

ગોવા વિ આસામ, એલિટ ગ્રુપ – સવારે 8:30 રેલ્વે વિ સર્વિસ, એલિટ ગ્રુપ – સવારે 8.30 કલાકે પંજાબ વિ રાજસ્થાન, એલિટ ગ્રુપ – સવારે 8:30 કલાકે તમિલનાડુ વિ મુંબઈ, એલિટ ગ્રુપ સવારે 9.00 કલાકે નાગાલેન્ડ વિ મણિપુર, પ્લેટ ગ્રુપ – સવારે 9.00 કલાકે મેઘાલય વિ સિક્કિમ, પ્લેટ ગ્રુપ – સવારે 9.00 કલાકે ત્રિપુરા વિ અરુણાચલ પ્રદેશ – સવારે 9.00 કલાકે બિહાર વિ મિઝોરમ, પ્લેટ ગ્રુપ – સવારે 9.00 કલાકે ગુજરાત વિ જમ્મુ અને કાશ્મીર, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે આન્દ્રા પ્રદા વિ ઓડિશા, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે વિદર્ભ વિ હિમાચલ પ્રદેશ, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે કેરળ વિ ચંદીગઢ, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે છત્તીસગઢ વિ ઉત્તરાખંડ, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે બરોડા વિ બંગાળ, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે કર્ણાટક વિ પુડુચેરી, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે ઝારખંડ વિ. દિલ્હી, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે હૈદરાબાદ વિ હરિયાણા, એલિટ ગ્રુપ – સવારે 9.00 કલાકે ઉત્તર પ્રદેશ વિ સૌરાષ્ટ્ર, એલિટ ગ્રુપ – સવારે 9 કલાકે મધ્યપ્રદેશ વિ મહારાષ્ટ્ર, એલિટ ગ્રૂપ – સવારે 9 કલાકે

આ પણ વાંચોઃ IND VS SA: દક્ષિણ આફ્રિકા પ્રવાસ અજિંક્ય રહાણે માટે આખરી મોકો ! 20 ખેલાડીઓની પસંદ કરાશે ટીમ, જાણો કોણ કોણ છે દાવેદાર?

આ પણ વાંચોઃ Kane Williamson: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ક્રિકેટમાં પરત ફરવાને લઇને કોચે આપ્યુ અપડેટ, કોણીની ઇજાને લઇ કિવી સુકાની પરેશાન

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">