સેમિફાઈનલ દરમિયાન કોહલીએ કેમ છીનવી કિવી ખેલાડીની બોટલ ? એવી તો શું ઈમરજન્સી હતી ?

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતુ. આ રીતે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં સતત દસમી જીત નોંધાવી છે. સેમિફાઈનલ મેચ દરમિયાન વિરાટ કોહલી છવાઈ ગયો હતો. તેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સેમિફાઈનલ દરમિયાન કોહલીએ કેમ છીનવી કિવી ખેલાડીની બોટલ ? એવી તો શું ઈમરજન્સી હતી ?
Virat Kohli viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 7:20 PM

વિરાટ કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચનો છે. વાસ્તવમાં, બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને તરસ લાગી હતી, આ દરમિયાન ન્યૂઝીલેન્ડનો 12મો ખેલાડી વિલ યંગ તેની ટીમના ખેલાડીઓ માટે એનર્જી ડ્રિંક લઈને આવ્યો હતો, પરંતુ વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના ખેલાડીનું એનર્જી ડ્રિંક પીને તેની તરસ છીપાવી હતી.

આ સાથે જ વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીની વનડે કારકિર્દીની આ 50મી સદી છે.

ગુજરાતના પાલનપુરથી માત્ર 80 કિમી દૂર છે આ હિલ સ્ટેશન, સુંદરતા છે ગજબ
પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે માત્ર '0' નહીં આટલી વસ્તુ પણ ચકાસવી ખૂબ જરૂરી
કપૂર પરિવાર PM મોદીને મળ્યો, જુઓ ફોટો
Carrot Benefits : એક દિવસમાં કેટલા ગાજર ખાવા જોઈએ?
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 11-12-2024

આ રીતે વિરાટ કોહલી ODI ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે તેની ODI કરિયરમાં 49 વખત સદીનો આંકડો પાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને અનુષ્કાના અન્ય વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યા છે.

સેમિફાઈનલ મેચ દરમિયાન વિરાટ કોહલીની આ હરકતો થઈ વાયરલ

View this post on Instagram

A post shared by @virat_.kohli_inspiration

એક જ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ જીત

  • 11 – ઓસ્ટ્રેલિયા (2003)
  • 11 – ઓસ્ટ્રેલિયા (2007)
  • 10* – ભારત (2023)
  • 9 – ભારત (2003)
  • 8 – શ્રીલંકા (2007)
  • 8 – ન્યુઝીલેન્ડ (2015)

વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ જીત

  • 25 – ઓસ્ટ્રેલિયા (1999-2011)
  • 11 – ભારત (2011-2015)
  • 10* – ભારત (2023)
  • 9 – વેસ્ટ ઈન્ડિઝ (1975-1979)

ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતુ. આ રીતે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં સતત દસમી જીત નોંધાવી છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો: વિરાટ કોહલી પર વીરેન્દ્ર સેહવાગને કેમ અને ક્યારે આવ્યો ગુસ્સો, ખુદ સેહવાગે કર્યો ખુલાસો, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">