વીડિયો: ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના, આ ક્રિકેટરને માથા પર વાગ્યો બોલ
શુક્રવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટાર્સની ટીમનું પ્રેક્ટિસ સેશન ચાલી રહ્યું હતુ. હાર્પર નેટ્સમાં થ્રોડાઉન સ્પેશલિસ્ટ સામે બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે જ એક બોલ પર પુલ શોર્ટ રમતા સમયે બોલ તેના માથા પર વાગ્યો. જોકે પ્રેક્ટિસ દરમિયાન તેણે હેલમેટ પહેર્યુ હોવાથી વધુ ઈજા નથી થઈ.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ માટે 5 જાન્યુઆરીનો દિવસ ખતરનાક રહ્યો. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગની ટીમ મેલબર્ન સ્ટાર્સના વિકેટકીપર બેટ્સમેન સેમ હાર્પર પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાથી તેના સાથી ખેલાડી ચોંકી ઉઠયા હતા. સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની કેપ્ટનશીપ વાળી આ ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન હાર્પરના માથા પર જોરથી બોલ વાગ્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવો પડયો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, શુક્રવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટાર્સની ટીમનું પ્રેક્ટિસ સેશન ચાલી રહ્યું હતુ. હાર્પર નેટ્સમાં થ્રોડાઉન સ્પેશલિસ્ટ સામે બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે જ એક બોલ પર પુલ શોર્ટ રમતા સમયે બોલ તેના માથા પર વાગ્યો. જોકે પ્રેક્ટિસ દરમિયાન તેણે હેલમેટ પહેર્યુ હોવાથી વધુ ઈજા નથી થઈ. બોલ તેના હેલમેટની ગ્રિલ અને ગળાની વચ્ચે ફસાઈને રહી હતી.
#EXCLUSIVE: Shocking vision has emerged of the aftermath cricketer, Sam Harper was hit in the head while batting in the MCG nets. #9News pic.twitter.com/TICVPhmzZ5
— 9News Australia (@9NewsAUS) January 5, 2024
મળતી માહિતી અનુસાર, આ શોર્ને કારણે હાર્પરના ગળામાં ઘાવ જોવા મળ્યો હતો. હાર્પર ત્યા જ નેટ્સમાં પડ્યો, જેને કારણે તેને તરત મેડિકલ ટીમ દ્વારા તપાસ માટે લઈ જવામાં આવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્પરને સ્ટ્રેચરના સહારે મેદાનની બહાર લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે પ્રેક્ટિસ શેસન રદ્દ કરવામાં આવ્યું હતુ.
રાહતની વાત એ હતી કે 27 વર્ષનો હાર્પર આ ઘટના બાદ ભાનમાં હતો. મેલબોર્ન સ્ટાર્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હાર્પરને બેટિંગ દરમિયાન બોલ વાગ્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સ્ટાર્સે અહેવાલ આપ્યો હતો કે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા સમયે હાર્પરની હાલત સ્થિર હતી. ક્લબે ચાહકોને હાર્પરની ગોપનીયતાનો આદર કરવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેની સ્થિતિ વિશે ટૂંક સમયમાં અપડેટ આપવામાં આવશે.
આ પણ વાંચો : રોડ અકસ્માતમાં પિતાનું મોત, હવે ક્રિકેટના મેદાનમાં આવીને બાળકોએ જીત્યા દિલ, જુઓ વીડિયો
