અરે ! શિખર ધવનની ધોલાઈ કરી નીચે પાડી દીધો, ઘૂંસા અને લાતોનો માર સહન કરતો ગબ્બરનો Video Viral

અરે ! શિખર ધવનની ધોલાઈ કરી નીચે પાડી દીધો, ઘૂંસા અને લાતોનો માર સહન કરતો ગબ્બરનો Video Viral
Shikhar Dhawan ની ટીમ IPL 2022 માં પ્લેઓફમાં પહોંચી શકી નહોતી

શિખર ધવન (Shikhar Dhawan) આઇપીએલમાં પંજાબ કિંગ્સનો હિસ્સો છે અને તેમની ટીમ અંતમાં IPL 2022 પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. પંજાબ કિંગ્સ અને તેની ટીમના મોટા ભાગના ખેલાડીઓ હવે ઘરે ફરી ગયા છે.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

May 26, 2022 | 9:01 PM

આ વિડીયો જોઈને તમે જરુર ચોંકી જશો. કારણ કે બાજુમાં ખાખી યુનિફોર્મમાં પોલીસ જવાન ઉભેલો જણાય છે અને એક વડીલ એક યુવતને લાફા લાફી અને બાદમાં નિચે પાડી દઈ લાતો મારી રહ્યા છે. આ યુવક પણ બીજુ કોઈ નહી પરંતુ ભારતીય ક્રિકેટનો દિગ્ગજ શિખર ધવન (Shikhar Dhawan) છે. શિખર ધવનની મારપીટ થઈ રહી છે અને આ માટેનો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે. સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયોને લઈને ખૂબ કોમેન્ટો પણ આવી રહી છે. પણ વિડીયો પાછળની સાચી સ્ટોરીને જાણીને તમે પણ આશ્વર્યમાં મુકાઈ જશો. કારણ કે માર પીટ કરનાર વડીલ બીજુ કોઈ નહીં શિખરના પિતા છે. અને મારપીટ પણ ગુસ્સા વાળી પણ નથી.

હવે તમને એમ થશે કે, ગુસ્સા વાળી મારપીટ નથી તો શુ છે ? તો વાત જાણે એમ છે કે, શિખર ધવન પોતાના ઘરે પહોંચ્યો ત્યારનો આ વિડીયો છે. ઘરે તેના પિતાએ તેનુ સ્વાગત આ પ્રકારે કર્યુ હતુ. પણ ગુસ્સાથી નહી મસ્તી થી. કારણ કે તે તેના પુત્રને મસ્તીથી આવકારવા સાથે આઇપીએલને લઈને શિખરની ટીમ બહાર થવાની નારાજગી પણ દર્શાવવા ઈચ્છતા હતા. શિખર ધવન ઘરે પહોંચતા જ તેના પિતાએ જાણે કે મારપીટ કરતા હોય એમ તેને મારવાના અંદાજમાં મજાક કરી હતી. સાથે જ તેનો વિડીયો બનાવી લીઘો હતો. જે હવે શિખર ધવને પોતાના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ શેર કર્યો છે. જેને જોઈ ફેન્સ પણ હવે મજા લઈ રહ્યા છે.

હરભજન સિંહે લખ્યૂ બાપૂ મોટા એક્ટર!

સોશિયલ મીડિયા પર આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે અનેક લોકોએ તેની પર કોમેન્ટો કરી છે. જેમાં કેટલાક ક્રિકેટરો પણ બાકાત નથી. તેમાંય હરભજન સિંહે તો લખી દીધુ કે, બાપૂ તો તારાથી પણ ઉપરના એક્ટર નિકળ્યા.. વાહ શુ વાત છે. તો વળી કોમેન્ટેટર ગૌરવ કપૂરે પણ આ વિડીયો પર કોમેન્ટ કરી દીધી હતી. તેને પણ આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હતો અને લખ્યુ હતુ કે, હા..હા.. હા… પુલ પર્ફોર્મર ફેમીલી.

પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચી ના શક્યુ

શિખર ધવન આઈપીએલની ટીમ પંજાબ કિંગ્સનો હિસ્સો છે. તે આઇપીએલ 2022ની સિઝનથી જ પંજાબ સાથે જોડાયો હતો. જોકે તેની ટીમ પ્લેઓફમં પહોંચી શકી નહોતી. પંજાબ 14 લીગ મેચ રમીને 7 મેચ જીત્યુ હતુ, જ્યારે 7 મેચમાં હાર મેળવી હતી. આમ પંજાબ કિંગ્સની સફર આઇપીએલ 2022માં છઠ્ઠા સ્થાને જ પુરી થઈ ગઈ હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati