આઈપીએલમાં ધમાલ મચાવ્યા બાદ ટિમ ડેવિડ (Tim David) હવે ઈંગ્લિશ ક્રિકેટમાં પણ ધમાલ મચાવી રહ્યો છે. આ વખતે ટિમ ડેવિડે વાઇટાલિટી ટી20 બ્લાસ્ટ (Vitality Blast) માં વર્સેસ્ટરશાયર સામે તોફાની ઇનિંગ્સ રમી હતી. લેન્કેશાયર તરફથી રમવા આવેલા ડેવિડે માત્ર 25 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. ડેવિડની આ ઇનિંગના કારણે લેન્કેશાયર 12 રને મેચ જીતવામાં સફળ રહી હતી.
જો કે આ મેચમાં ટિમ ડેવિડ સાથે પણ એક રમુજી ઘટના બની. વાસ્તવમાં જ્યારે ટિમ ડેવિડ ફિલ્ડિંગ કરે છે ત્યારે ચોગ્ગા બચાવવા જતા તેનું પેન્ટ ઉતરી ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) નો બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન પણ ટિમ ડેવિડની ટીમમાં છે. આ મેચમાં લિયામે 21 બોલમાં 26 રન બનાવ્યા હતા.
ટિમ ડેવિડે IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે શાનદાર રમત બતાવી હતી. જોકે શરૂઆતમાં ટિમ ડેવિડને મુંબઈની ટીમે 2 મેચ રમ્યા બાદ બહાર કરી દીધો હતો. પરંતુ બાદમાં ટિમ ડેવિડ (Tim David) એ શાનદાર વાપસી કરી હતી. ટિમ ડેવિડે IPL 2022 માં 8 મેચમાં 37.20 ની એવરેજથી 186 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટિમ ડેવિડનો સ્ટ્રાઈક રેટ 216.27 હતો. ટિમ ડેવિડે દિલ્હી સામે શાનદાર ઇનિંગ રમી હતી, પણ ટીમ હારી જતાં મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની પ્લેઓફની રેસમાંથી બહાર થવું પડ્યું હતું.
View this post on Instagram
ટિમ ડેવિડ (Tim David) ઓસ્ટ્રેલિયન મૂળનો ખેલાડી છે. પણ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિંગાપોર (Singapore Cricket) ની ટીમ તરફથી રમે છે. ટિમ ડેવિડે 14 T20 ઈન્ટરનેશનલ મેચો (International Cricket) માં 158 થી વધુની સ્ટ્રાઈક રેટથી 558 રન બનાવ્યા છે. આઈપીએલ સિવાય ટિમ ડેવિડે BBL (Big Bash League) અને પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League) માં પણ ભાગ લીધો છે. IPL 2022 ની મેગા ઓક્શનમાં ટિમ ડેવિડને મુંબઈ ઈન્ડિયન્સે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટિમ ડેવિડ ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનો ભાગ હતો.