Breaking News : વૈભવ સૂર્યવંશી બિહાર ચૂંટણીમાં કરી એન્ટ્રી, મોટી જવાબદારી મેળવી લોકોને ખાસ અપીલ કરી

14 વર્ષનો સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી બિહારમાં થનાર વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચે વૈભવ સૂર્યવંશીને આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેના માટે વૈભવ સૂર્યવંશીએ પોતાના ચાહકોને ખાસ અપીલ કરી છે.

Breaking News : વૈભવ સૂર્યવંશી બિહાર ચૂંટણીમાં કરી એન્ટ્રી, મોટી જવાબદારી મેળવી  લોકોને ખાસ અપીલ કરી
| Updated on: Oct 21, 2025 | 10:05 AM

ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યો છે. માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશી સામે બોલરોને પણ પરસેવો પડી જાય છે. પોતાની બેટિંગના કારણે ચર્ચામાં રહેનાર વૈભવ સૂર્યવંશી આ વખતે આ ખાસ કારણથી ચર્ચામાં આવ્યો છે. બિહારમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચે વૈભવ સૂર્યવંશીને એક મોટી જવાબદારી સોંપી છે. જેનાથી તેમણે બધાનું ધ્યાન ખેચ્યું છે.તેમના પિતાએ તેમના પુત્રની પ્રતિભાને ઓળખી લીધી જ્યારે તે માત્ર 4 વર્ષનો હતો.

વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી

બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચે યુવાઓને જાગ્રૃત કરવા માટે એક મોટું પગલું લીધું છે. યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને ફ્યુચર વોટર આઈકનના રુપમાં પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો 6 નવેમ્બરના રોજ અને બીજો તબક્કો 11 નવેમ્બરના રોજ છે.મતદાનના મહત્વને ઉજાગર કરવા અને લોકોને જાગૃત કરવા માટે, ચૂંટણી પંચ અગ્રણી વ્યક્તિઓનો ઉપયોગ તેના પ્રતિક તરીકે કરે છે. આ જ કારણ છે કે, આ વખતે વૈભવ સૂર્યવંશીને આ જવાબદારી સોંપવામાં આવી છે.

 

વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો શેર કર્યો

ચૂંટણી પંચે અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે બિહારના લોકોને લોકતંત્રની મજબુતી માટે મતદાન કરવાની અપીલ કરી છે. વૈભવ સૂર્યવંશીએ કહ્યું નમસ્કાર બધાને પ્રણામ કરું છે. હું જ્યારે પણ મેદાનમાં ઉતરું છું તો મારું કામ છે સારી રમત રમી અને ટીમને જીતાડવાની. આવી જ રીતે લોકતંત્રમાં તમારા બધાનું મહત્વપૂર્ણ કામ છે મત કરવાનું. આ માટે જાગૃત બનો અને વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરો. મત કરશે બિહાર પોતાની સરકાર પસંદ કરશે બિહાર

પંચાયત અભિનેતા ચંદન રાય અને સહરસાના અભિનેતા પંકજ ઝાને સ્વીપ આઇકન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વુશુ ખેલાડી સૌમ્યા આનંદ, આયુષ ઠાકુર, હોકી ખેલાડી જ્યોતિ કુમારી, સામાજિક કાર્યકર તબસ્સુમ અલી અને ચિત્રકામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અશોક કુમાર વિશ્વાસને સ્વીપ આઇકન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો