AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિડની ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવી વોર્નરને યાદગાર વિદાય આપવા ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાનારી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. સ્કોટ બોલેન્ડને ફરી એકવાર ટીમમાં સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે. ડેવિડ વોર્નર માટે આ ટેસ્ટ ખાસ રહેશે કારણ કે આ પછી તે આ ફોર્મેટમાં રમતા જોવા નહીં મળે. ઓસ્ટ્રેલિયન ટીમ પણ અંતિમ મેચ જીતી વોર્નર યાદગાર વિદાય આપવા સજ્જ છે.

સિડની ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવી વોર્નરને યાદગાર વિદાય આપવા ઓસ્ટ્રેલિયાએ ટીમની કરી જાહેરાત
David Warner
| Updated on: Jan 01, 2024 | 8:55 AM
Share

ડેવિડ વોર્નર નવા વર્ષમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેશે અને વોર્નરની અંતિમ ટેસ્ટને યાદગાર બનવવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ તૈયાર છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઓસ્ટ્રેલિયાએ પર્થ અને મેલબોર્ન ટેસ્ટ જીતી સિરીઝ પર કબજો જમાવી લીધો છે અને અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવી ક્લીન સ્વીપ કરી વોર્નરને વિજયી વિદાય આપવા તેમણે ટીમની જાહેરાત પણ કરી દીધી છે.

સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર

પાકિસ્તાન સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી શ્રેણીની ત્રીજી ટેસ્ટ ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ હશે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ ક્ષણને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્રીજી ટેસ્ટ જીતવા માટે ઓસ્ટ્રેલિયાએ તેની ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટ રમેલ 13 સભ્યોની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

વોર્નર સિડની ટેસ્ટને યાદગાર બનાવવા માંગશે

સિડનીમાં ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માટે પ્લેઈંગ 11 પણ એ જ ખેલાડીઓમાંથી પસંદ કરવામાં આવશે જે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11માં હતા. ડેવિડ વોર્નર અપેક્ષા મુજબ આ ટીમનો એક ભાગ છે, જે મોટી ઈનિંગ રમીને પોતાની વિદાયને યાદગાર બનાવવા માંગશે.

ઓસ્ટ્રેલિયા વોર્નરને વિદાય આપવા તૈયાર

ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ કહ્યું કે જે ટીમ મેલબોર્નમાં રમતી જોવા મળી હતી તે જ ટીમ સિડની ટેસ્ટમાં રમશે. અમે પાકિસ્તાન સામે ક્લીન સ્વીપ કરીને ડેવિડ વોર્નરની છેલ્લી ટેસ્ટને યાદગાર બનાવવા માંગીએ છીએ. સારી વાત એ છે કે સિડની વોર્નરનું હોમ ગ્રાઉન્ડ પણ છે. તેનાથી તેની વિદાયનું મહત્વ વધી જાય છે.

સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:

પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.

આ પણ વાંચો : બ્રેકિંગ ન્યૂઝ: નવા વર્ષની શરૂઆતના ક્રિકેટ જગતના સૌથી મોટા સમાચાર, સ્ટાર ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">