IPL માં આવું પહેલીવાર બન્યું જ્યારે CSK નો એકપણ બેટ્સમેન 400 થી વધુ રન બનાવી શક્યો નહીં

IPL ની 15મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. એમએસ ધોની (MS Dhoni) ની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. CSKએ આ સિઝનમાં 14 મેચ રમી હતી જેમાં 4માં જીત અને 10માં હાર થઈ હતી.

IPL માં આવું પહેલીવાર બન્યું જ્યારે CSK નો એકપણ બેટ્સમેન 400 થી વધુ રન બનાવી શક્યો નહીં
Ruturaj Gaikwad (PC: Google)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 4:43 PM

IPL 2022 માં 20 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ (Chennai Super Kings) ટીમે 6 વિકેટે 150 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મોઈન અલીએ 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે એમએસ ધોનીના બેટમાંથી 26 રન આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 151 રનનો ટાર્ગેટ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો. આ હાર બાદ IPL 2022 માં CSKની સફર ખતમ થઈ ગઈ છે.

આ સીઝનમાં ચેન્નઈની આ 10મી હાર હતી. IPL 2022 માં ચેન્નાઈની ટીમ માત્ર 4 મેચ જ જીતી શકી હતી. 8 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 9 માં સ્થાને છે. 15મી સિઝનમાં ચેન્નાઈની ટીમે સમગ્ર સિઝનમાં સંઘર્ષ કર્યો હતો. તેના બોલરો અને બેટ્સમેનોએ ઘણા નિરાશ કર્યાં હતા. આઈપીએલના ઈતિહાસ પર નજર કરીએ તો આ પહેલીવાર બન્યું છે કે ચેન્નાઈનો કોઈ બેટ્સમેન એક સિઝનમાં 400 રન બનાવી શક્યો ન હોય.

ટીમ તરફથી રુતુરાજ ગાયકવાડ ટોપ સ્કોરર રહ્યો

IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ હતો. આ સિઝનમાં તેણે CSK માટે તમામ 14 મેચ રમી હતી. જેમાં તેણે 368 રન બનાવ્યા. 15મી સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 99 રન હતો. આ દરમિયાન તેના બેટમાંથી 3 અડધી સદી નીકળી હતી. તેના સિવાય શિવમ દુબેએ 11 મેચમાં 289 રન, અંબાતી રાયડુએ 13 મેચમાં 274 રન, ડેવોન કોનવેએ 7 મેચમાં 252 રન, મોઈન અલીએ 10 મેચમાં 244 રન, એમએસ ધોનીએ 14 મેચમાં 232 રન, રોબિન ઉથપ્પાએ 230 રન બનાવ્યા હતા. આમ આ સિઝનમાં કોઈ પણ CSK બેટ્સમેન 400 રનનો આંકડો પાર કરી શક્યો નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક સિઝનમાં 400 રન બનાવનાર બેટ્સમેન

જો આ સિઝનને બાકાત રાખવામાં આવે તો CSK માટે દરેક સિઝનમાં કોઈને કોઈ બેટ્સમેને 400 કે તેથી વધુ રન બનાવ્યા છે. ચાલો આંકડાઓ પર એક નજર કરીએ. વર્ષ 2008 સુરેશ રૈના અને એમએસ ધોની, વર્ષ 2009 સુરેશ રૈના અને મેથ્યુ હેડન, વર્ષ 2010 સુરેશ રૈના અને મુરલી વિજય, વર્ષ 2011 સુરેશ રૈના, મુરલી વિજય અને માઈકલ હસી, વર્ષ 2012 સુરેશ રૈના, વર્ષ 2013 સુરેશ રૈના અને એમએસ ધોની, 2014 સુરેશ રૈના, ડ્વેન સ્મિથ, બ્રેન્ડન મેક્કુલમ, વર્ષ 2015 બ્રેન્ડન મેક્કુલમ, વર્ષ 2018 સુરેશ રૈના, એમએસ ધોની, શેન વોટસન, અંબાતી રાયડુ, વર્ષ 2019 એમએસ ધોની, વર્ષ 2020 ફાફ ડુ પ્લેસિસ. તો વર્ષ 2021 માં ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે 400 કે તેથી વધુ રન બનાવ્યા. જ્યારે IPL 2022માં CSKનો કોઈ બેટર 400 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">