મોહમ્મદ સિરાજે જે દારૂ નકારી કાઢી, તેની એટલી વધારે કીંમત કે તે ભારતમાં ઉપલબ્ધ નથી
તમને ખબર જ હશે કે, મોહમ્મદ સિરાજે દારૂની બોટલ કેમ નકારી કાઢી. હા, તેમની ધાર્મિક માન્યતાઓ તેમને શેમ્પેન ઉજવવાની મંજૂરી આપતી નથી. પણ, શું તમે જાણો છો કે તે દારૂની કિંમત કેટલી છે?

4 ઓગસ્ટના રોજ દુનિયાની નજર ઓવલ પર હતી.એ એટલા માટે કારણ કે, લાંબા સમય પછી રમાઈ રહેલી એક રોમાંચક ટેસ્ટ મેચનું પરિણામ નક્કી થવાનું હતું. પરિસ્થિતિ દરેક ક્ષણે બદલાતી હતી, પરંતુ અંતે ટીમ ઈન્ડિયા જીતી ગઈ. ભારતીય ટીમે ઓવલ ટેસ્ટ માત્ર 6 રનના અંતરથી જીતી હતી, જે રનના અંતરથી ટેસ્ટ ક્રિકેટમાં તેની સૌથી નાની જીત રહી હતી.
આ જીત બાદ ઓવલ ટેસ્ટમાં 9 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. હવે ઈંગ્લેન્ડમાં પરંપરા રહી છે કે, પ્લેયર ઓફ ધ મેચ બનનાર ખેલાડીને મેડલની સાથે એવોર્ડ તરીકે શેમ્પેનની બોટલ આપવાની પરંતુ મોહમ્મદ સિરાજે દારુની બોટલ લીધી ન હતી.
સિરાજે કેમ દારુની બોટલ ઠુકરાવી?
સૌથી પહેલા તો એ જાણી લો કે, મોહમ્દ સિરાજે દારુની બોટલ લેવાની ના પાડી કેમ ? આવું તેમણે પોતાની ધાર્મિક માન્યતાઓના કારણે કર્યું હતુ. ઈસ્લામ ધર્મમાં દારુને અપવિત્ર માનવામાં આવે છે. બસ આ કારણે સિરાજે દારુની બોટલને ઠુકરાવી હતી. હવે એક સવાલ એ પણ થાય છે કે, સિરાજે જે દારુની બોટલ ઠુકરાવી તેની ખાસ વાત શું છે? તેની કિંમત કેટલી છે? તે કેવી રીતે તૈયારા થાય છે? તેનો સ્વાદ કેવો હોય છે?
આટલી છે દારુની કિંમત
સિરાજને પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ ચેપલ ડાઉન શેમ્પેનની બોટલ આપવામાં આવી રહી હતી. જે યુકેની બ્રાન્ડ છે. સિરાજે ભલે પોતાની ધાર્મિક માન્યતાઓના કારણે લીધી નહી પરંતુ ભારતીય બજારોમાં તેની કિંમત 15,425 રુપિયાથી શરુ થાય છે. ભારતીય બજારોમાં શેમ્પેનની ઉપલબ્ધ છે નહી.
ચેપલ ડાઉન શેમ્પેનની વિશેષતા
હવે સવાલ એ છે કે, ચેપલ ડાઉન શેમ્પેન શેનાથી બને છે?મળતી જાણકારી મુજબ આ દ્વાક્ષમાંથી તૈયાર કરવામાં આવે છે. ચેપલ ડાઉન વાઈનમાં એશિયાઈ મસાલોના પણ સ્વાદ હોય છે.આ દારુને કોઈ ખાસ ઈવેન્ટ કે, પ્રસંગો માટે પરફેક્ટ માનવામાં આવે છે.
ખેલાડી શેમ્પેન સેલિબ્રેશનથી દુર રહ્યો
ઓવલ ટેસ્ટ બાદ પ્લેયર ઓફ ધ સીરિઝ પસંદ કરાયેલા શુભમન ગિલને પણ ચેમ્પલ ડાઉન દારુની બોટલ આપવામાં આવે છે. તેમણે આને નકારી કાઢી હતી. આવું દુનિયાના દરેક મુસ્લિમ ખેલાડી કરે છે. પછી કોઈ પણ રમતમાં હોય, મુસ્લિમ ખેલાડી હંમેશા શેમ્પેન સેલિબ્રેશનથી દુર રહે છે.
