Gujarati News » Sports » Cricket news » The legendary players name has been linked with yuvraj singhs gorgeous ex girlfriend both the pictures have gone viral
Yuvraj Singhની ખૂબસૂરત Ex ગર્લફ્રેન્ડ સાથે આ દિગ્ગજ ખેલાડીનું નામ જોડાયુ, બંનેની તસ્વીરો થઇ વાયરલ
બોલિવુડનો આ ખૂબસૂરત ચહેરો યુવરાજ સિંહ (Yuvraj Singh) સાથે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ત્યાર બાદ બંને છુટા પડ્યા હતા. અન્ય દિગ્ગજ ખેલાડી સાથેની રોમેન્ટીક તસ્વીરો સોશિયલ મીડીયામાં વાયરલ થતા, Ex ગર્લફ્રેન્ડ ફરી ચર્ચામાં આવી છે.
ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી લિયન્ડર પેસ (Leander Paes) રમતોના ઉપરાંત પોતાની ડેટીંગ લાઇફને લઇને ખૂબ ચર્ચાઓમાં રહે છે. પેસ ક્યારેય લગ્ન કર્યા નથી. જોકે તેમનુ નામ કેટલીક મોટી અભિનેત્રીઓ સાથે જોડાઇ ચુક્યુ છે. જેમાં નવુ નામ બોલીવુડ એકટ્રેસ કિમ શર્મા (Kim Sharma) નુ પણ છે. કિમ શર્મા એક જમાનામાં ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) ને ડેટ કરતી હતી.
1 / 8
પેસ અને કિમ શર્માની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. જેમાં બંને ગોવામાં રજાઓ ગાળી રહ્યા છે. આ તસ્વીરો એક રિઝોર્ટ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં બંને ખૂબ નજીક નજરક આવી રહ્યા છે.
2 / 8
એક તસ્વીરમાં બંને ખૂબ જ રોમેન્ટીક પોઝમાં જોવા મળી રહ્યા છે. તો વળી બીજી એક તસ્વીરમાં બંને રોમેન્ટીંક લંચ પર નજર આવી રહ્યા છે. આ ઉપરાંત કિમ એ પણ પોતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેણે ફોટો ક્રેડિટમાં P લખ્યુ છે. જેના થી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે, આ પેસ માટે લખ્યુ છે.
3 / 8
પેસ આ પહેલા રિયા પિલ્લાઇ નામની એક મોડલ સાથે લાંબો સમય સુધી લીવ ઇનમાં રહ્યો હતો. બંને ની એક પુત્રી પણ છે. અનેક વર્ષો એક સાથે રહેવા બાદ બંને વચ્ચે ના સંબંધો ખરાબ થઇ ચૂક્યા છે. અને હવે વાત કોર્ટ સુધી પહોંચી ચુકી છે. પેસ ની પુત્રી આઇના પણ ટેનિસ રમી રહી છે.
4 / 8
તો વળી કિમ શર્મા લાંબા સમય સુધી ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ની ગર્લઉફ્રેન્ડ રહી ચુકી છે. આ દિવસોમાં તે ફિલ્મોમાં ઓછી નજર આવે છે. પરંતુ પોતાની ડેટીંગ લાઇફ ખૂબ ચર્ચામાં રહે છે.
5 / 8
પેસ થી પહેલા કિમ શર્મા બોલીવુડ એક્ટર હર્ષવર્ધનને ડેટ કરી રહી હતી. કિમ શર્મા 'મહોબ્બતે' ફિલ્મ થી બોલિવુડ કરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ તે યુવરાજ સિંહ સાથે લાંબો સમય ચર્ચામાં રહી હતી.
6 / 8
યુવરાજ સિંહે 2016માં બોલીવુડ અભિનેત્રી હેઝલ કિચ (Hazel Keech) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હૈઝલે પોતાનુ નામ ગરબસંત કૌર રાખ્યુ હતુ. જે નામ તેને લગ્ન સમારોહ દરમ્યાન સંત બલવિંદર સિંહે તેને આ નામ આપ્યુ હતુ.
7 / 8
યુવરાજ સિંહની પત્નિ હેઝલ કિચ ખૂબસૂરત અભિનેત્રી હતી. તે ટીવામાં પણ કામ કરી ચુકી છે. જ્યારે બિલ્લા, બોડીગાર્ડ, મેક્સિમમ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેનો જન્મ ઇંગ્લેંન્ડમાં થયો હતો.