કેપ્ટન રોહિત શર્મા અને દિનેશ કાર્તિક વચ્ચેની આ વાતચીત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ

Cricket : રોહિત શર્મા (Rohit Sharma) અને દિનેશ કાર્તિક (Dinesh Kartik) વચ્ચેની આ વાતચીત 48 અઠવાડિયા પહેલા થઈ હતી. જ્યારે કાર્તિકે ઈંગ્લેન્ડના એક સ્ટેડિયમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

કેપ્ટન રોહિત શર્મા અને દિનેશ કાર્તિક વચ્ચેની આ વાતચીત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ
Rohit Sharma and Dinesh Kartik (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:20 AM

દિનેશ કાર્તિક (Dinesh Kartik) એ લગભગ 3 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં રમી હતી. જેમાં ભારત (Team India) ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી દિનેશ કાર્તિક ભારતીય ટીમની બહાર થઈ ગયો હતો. પરંતુ ત્યાર બાદ દિનેશ કાર્તિકે સખત મહેનત કરી અને પોતાની રમતમાં સુધારો કર્યો. IPL 2022માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વિકેટ કીપર બેટ્સમેનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા IPL 2022 ની મેગા ઓક્શનમાં તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે પોતાની ફ્રેન્ચાઈઝી માટે ઘણી મેચો જીતી છે.

IPL 2022 ના પ્રદર્શનના આધારે દિનેેશ કાર્તિકને ટીમમાં સમાવાયો

તેના પ્રદર્શનને કારણે તેને દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પાંચ T20 મેચોની શ્રેણીમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચોથી T20 મેચમાં તેણે ધમાકેદાર અડધી સદી ફટકારી અને ટીમને શાનદાર જીત અપાવી હતી.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

ભારતની જીત બાદ કાર્તિક અને રોહિતની પોસ્ટ વાયરસ થઇ રહી છે

આ જીત બાદ ગયા વર્ષે દિનેશ કાર્તિક અને રોહિત શર્મા વચ્ચેની વાતચીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દિનેશ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘બસ અપને મેં હૂં’. જેમાં રોહિત શર્માએ જવાબ આપ્યો હતો કે, ‘તમારી જાણકારી માટે હું તમને જણાવી દઉં કે, તમારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે’. આ પછી કાર્તિકે લખ્યું, ‘આમાં કોઈ શંકા નથી’.

Rohit Sharma and Dinesh Kartik

રાજકોટની મેચમાં દિનેશ કાર્તિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં કાર્તિકે 27 બોલમાં 55 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 169 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

View this post on Instagram

A post shared by Dinesh Karthik (@dk00019)

જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 17 ઓવરમાં 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ માટે અવેશ ખાને 4 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા અને દિનેશ કાર્તિક વચ્ચેની આ વાતચીત 48 અઠવાડિયા પહેલા થઈ હતી. જ્યારે કાર્તિકે ઈંગ્લેન્ડના એક સ્ટેડિયમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. દિનેશ કાર્તિક ત્યાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની કોમેન્ટ્રી કરી રહ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ T20 મેચ 19 જૂને બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">