VIDEO: ઈંગ્લેન્ડમાં ખુશીના માર્યા શેમ્પેઈનથી નહાઈ લીધુ, શિખર ધવને ખોલી પહેલી બોટલ તો, પંતે બીજી અને વિરાટ કોહલીએ હદ કરી દીધી!

ધવન, શાર્દુલ, પંત અને વિરાટ એ ચાર ખેલાડીઓ હતા જેમણે શેમ્પેઈનની બોટલ ખોલી અને ટીમના દરેક ખેલાડી પર શેમ્પેનનો વરસાદ કરી દીધો હતો, જીતની ખુશીના માર્યા રીતસરના જાણે શેમ્પેઈનથી નહાઈ લીધુ હતુ,

VIDEO: ઈંગ્લેન્ડમાં ખુશીના માર્યા શેમ્પેઈનથી નહાઈ લીધુ, શિખર ધવને ખોલી પહેલી બોટલ તો, પંતે બીજી અને વિરાટ કોહલીએ હદ કરી દીધી!
Team India એ જીતની ખુશી શેમ્પેઈનની છોળો વડે મનાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 8:52 PM

ટીમ ઈન્ડિયા (Team India) એ માન્ચેસ્ટરમાં જીતની ખુશીઓ ખૂબ મનાવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એક બીજા સાથે ખૂબ ખુશીઓ વહેંચી. એટલી ખુશીઓ મનાવી કે જાણે કે આ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ આવી ખુશી ક્યારેય મનાવી જ નથી. શેમ્પેઈનની છોળો સાથે મનાવતા જશ્નને જોઈને જાણે એમ લાગી રહ્યુ હતુ આખી ટીમ તેમાં ડૂબી ગઈ હતી. તેને કોઈએ પીધું નહિ પણ પાણીની છોળો ઉડાવી વહાવી દીધુય માન્ચેસ્ટરના મેદાન પર ટીમ ઈન્ડિયાનું શેમ્પેઈન બાથ જાણે જોવા મળી રહ્યુ હતુ. દરેક ભારતીય ખેલાડી શેમ્પેઈનથી નહાતા હતા. ધવન, શાર્દુલ, પંત અને વિરાટ એ ચાર ખેલાડીઓ હતા જેમણે શેમ્પેનની બોટલ ખોલી અને ટીમના દરેક ખેલાડીને શેમ્પેઈનનો વરસાદ કર્યો. ભારતીય ટીમ (Indian Cricket Team) ના શેમ્પેન સાથે મનાવવામાં આવેલા આ સેલિબ્રેશનનો વીડિયો હાલ વાયરલ થયો છે.

શિખર ધવને શેમ્પેઈનની બોટલ ખોલવાની શરૂઆત કરી. હવે જો તમે ટીમના ઓપનર છો, તો તે આમ જ કરશે એ પણ સ્વાભાવિક જ છે. તેણે પહેલી બોટલ ખોલતાની સાથે જ કેપ્ટન રોહિત શર્માને શેમ્પેઈનથી ભીંજવી દીધો. હાથમાં ટ્રોફી સાથે રોહિતની જર્સી સંપૂર્ણપણે ભીની હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પંત અને શાર્દુલે આખી ટીમ પર શેમ્પેઈનની છોળો ઉડાવી

ધવન પછી શાર્દુલ ઠાકુરે બીજી બોટલ ખોલીને તમામ સભ્યો પર ઉડાવી હતી. જેમાં બચી ગયેલા લોકો પણ ઋષભ પંતે ખોલેલી બોટલમાંથી બચી શક્યા ન હતા. 17 નંબરની જર્સી પહેરીને, પંતે દરેક પર શેમ્પેઈનનો સારી રીતે વરસાદ કર્યો. પણ આ મજાથી ભરપૂર દૃશ્યનું છેલ્લું પાનું હજી લખવાનું બાકી હતું. અને, તે કામ વિરાટ કોહલીએ કર્યું હતું.

ધવન, પંત અને શાર્દુલની શેમ્પેનની બોટલો ખોલવામાં આવી ત્યારે ભારતીય ખેલાડીઓને યાદ આવ્યું કે ફોટો સેશન પણ હતું. ટ્રોફી સાથે ટીમનો ફોટો પણ લેવાનો છે. આ કામ પણ સારી રીતે થયું. રોહિત શર્માએ જે ટ્રોફી પોતાના હાથમાં લીધી હતી, તે ટીમના નવા સભ્ય અર્શદીપ સિંહને આપી અને પછી ટીમે શોર-બકોર સાથે ફોટો પડાવ્યો.

ધવન વિરાટના શેમ્પેઈન હુમલાથી બચી શક્યો ન હતો

હવે જ્યારે ફોટો સેશન પૂરું થયું ત્યારે વિરાટની તોફાની મસ્તી શરૂ થઈ ગઈ હતી. તેણે શેમ્પેઈનની બોટલ ખોલી અને શિખર ધવનની પાછળથી તેના પર રેડી. વિરાટના શેમ્પેન હુમલાથી બચવા માટે, ધવન ત્યાંથી ભાગી ગયો, પરંતુ તેણે આમ કર્યું ત્યાં સુધીમાં તે ભીંજાઈ ગયો હતો.

ટીમ ઈન્ડિયાની આ મસ્તી વચ્ચે એક વાત ખાસ બની કે દર્શકો માટે ભરપૂર મનોરંજન હતું. ટીમ ઈન્ડિયા વચ્ચેની ગ્રાઉન્ડ મજાની આ દરેક તસવીરો તેણે પોતાના કેમેરામાં કેદ કરી અને તેને કાયમ માટે વહાલ કરી. જણાવી દઈએ કે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવીને આ જશ્ન મનાવ્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">