T20 World Cup: 14 વર્ષ થી જેની રાહ જોઇ રહ્યુ હતુ ઓસ્ટ્રેલિયા એ સપનાને પુરુ કરી છવાઇ ગયો કેપ્ટન આરોન ફિંચ

T20 World Cup 2021ની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા (Australia)(Australia) વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે તે માનવું થોડું મુશ્કેલ હતું. પરંતુ કેપ્ટન ફિન્ચે (Aaron Finch) પવનની દિશા ફેરવવાનું કામ કર્યું છે.

T20 World Cup: 14 વર્ષ થી જેની રાહ જોઇ રહ્યુ હતુ ઓસ્ટ્રેલિયા એ સપનાને પુરુ કરી છવાઇ ગયો કેપ્ટન આરોન ફિંચ
Australian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:22 AM

T20 વર્લ્ડ કપ (T20 World Cup) ને તેનો નવો ચેમ્પિયન મળ્યો છે. આ ICC ટુર્નામેન્ટની 7મી આવૃત્તિનો વિજેતા ઓસ્ટ્રેલિયા (Australia) છે, જેણે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ (New Zealand) ને 7 બોલ બાકી રહેતા 8 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાનું આ પહેલું T20 વર્લ્ડ કપ ટાઇટલ છે. કાંગારૂ ટીમના કેપ્ટન આરોન ફિન્ચ (Aaron Finch) માટે પણ આ પહેલો T20 વર્લ્ડ કપ હતો. અને, એક કેપ્ટન તરીકેના તેના પહેલા જ T20 વર્લ્ડ કપમાં, તેણે તે જ કર્યું જે આખું ઓસ્ટ્રેલિયા છેલ્લા 14 વર્ષથી જોઈ રહ્યું હતું. બસ હવે એ રાહ પૂરી થઈ. ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપનું નવું ચેમ્પિયન છે અને આરોન ફિન્ચ ટાઈટલ જીતનારી ટીમનો કેપ્ટન છે, એ જ વાત સાચી છે.

પરંતુ, એવું પણ થઈ શકે છે, T20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત પહેલા, તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હતો. હવે ક્રિકેટમાં હવા હવાઇ વાતોની કોઈ કિંમત નથી. આંકડાઓ અહીં જે કહે છે તે સાચું છે. અને વર્તમાન T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાના આંકડા તેની સાથે નહી પરંતુ તેની સામે હતા. આ જ કારણ છે કે ક્રિકેટના મોટા પંડિતોને પણ તેના ફાઈનલ રમવાની ધારણા નહોતી. દરેક જણ ભારત-પાકિસ્તાન-ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની આસપાસ જ ફરતા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખરાબ રેકોર્ડ છતાં ટીમને ચેમ્પિયન બનાવી

વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન ટી20માં કંઈ ખાસ નહોતું. ટી20 વર્લ્ડ કપ પહેલાના રેકોર્ડ પર નજર કરીએ તો આ ટીમ ક્રિકેટના આ ફોર્મેટમાં જીતના મામલે અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશથી પણ ઓછી હતી. ટી20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2021માં 15 ટી20 મેચ રમી હતી, જેમાં 4માં જીત અને 11માં હાર થઈ હતી. આ દરમિયાન તેની જીતની ટકાવારી માત્ર 26.60 રહી.

10 ટીમોમાં ઓસ્ટ્રેલિયા જીતના વધુ સારા રેકોર્ડના મામલામાં 9મા નંબરે હતું. એટલે કે તેની પાછળ માત્ર શ્રીલંકા જ હતું. હવે આવો રેકોર્ડ ધરાવતી ટીમ પાસેથી કોણ ચેમ્પિયન બનવાની આશા રાખી શકે.

ટીમ પર કેપ્ટન ફિન્ચના વિશ્વાસથી મળી જીત

પરંતુ, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે પવન ફૂંક્યો અને તમામ ક્રિકેટ પંડિતોને ખોટા સાબિત કરી દીધા, જેમણે તેની કેપ્ટનશીપ અને ઓસ્ટ્રેલિયન ટીમની ફાઇટીંગ સ્પ્રિટને ખોઇ બેસેલી માની બેઠા હતા. ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપ 2021માં ગ્રુપ સ્ટેજમાં માત્ર 1 મેચ હારી ગયું હતું. પરંતુ તે પછી પાછળ વળીને જોયું નથી અને હવે તેણે ટાઈટલ જીતીને શ્વાસ લીધો છે. આ શક્ય બન્યું કારણ કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે પોતાની ટીમમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાં વધારે ફેરફાર કર્યા નથી. અને મેદાનમાં યોગ્ય નિર્ણયો લીધા.

3 વર્ષ, 2 વર્લ્ડ કપ, 1 માં ચેમ્પિયન

બેટ્સમેન તરીકે ઘણી વખત ચર્ચા બનાવનાર આરોન ફિન્ચ એપ્રિલ 2019માં સફેદ બોલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બન્યો હતો. આ દરમિયાન ટી20 વર્લ્ડ કપ તેની બીજી આઈસીસી ટૂર્નામેન્ટ હતી. અગાઉ, તેણે તેની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાને 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ પહોંચાડ્યું હતું. ત્યાં ફિન્ચ ટીમને ટાઈટલ અપાવવાથી ચૂકી ગયો. પરંતુ અનુભવ સાથે શીખ્યો અને 20 ઓવરની રમતમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ઓસ્ટ્રેલિયા સામે કઇ ચૂક રહી ગઇ કે ન્યુઝીલેન્ડના હાથમાંથી સરકી ગઇ ટ્રોફી, જાણો અહીં

આ પણ વાંચોઃ T20 World Cup: જેને લઇને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માં જેને લઇને સતત મચી રહી હતી બબાલ, હટાવવાની હતી માંગ તેણે જ બનાવ્યા T20 ચેમ્પિયન

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">