T20 World cup: રોહિત શર્માએ એવુ તો શુ કર્યુ કે ચોરીનો નો આરોપ લાગ્યો ! સોશિયલ મીડિયા પર ડેવિડ વોર્નરે કહ્યુ કંઇક આમ

રોહિત શર્મા (Rohit Sharma) ની એક્શન સૌપ્રથમ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. ત્યારે તેના પર ડેવિડ વોર્નર (David Warner) ની પ્રતિક્રિયા આવી. આ દરમિયાન, યુઝવેન્દ્ર ચહલ તરફથી પણ પ્રતિક્રિયા આવી.

T20 World cup: રોહિત શર્માએ એવુ તો શુ કર્યુ કે ચોરીનો નો આરોપ લાગ્યો ! સોશિયલ મીડિયા પર ડેવિડ વોર્નરે કહ્યુ કંઇક આમ
Rohit Sharma-David Warner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:52 AM

રોહિત શર્મા (Rohit Sharma) ની બેટિંગ અને તેની અસર ટી20 વર્લ્ડ કપ (T20 World cup) ની પીચ પર હજુ જોવા મળવાની બાકી છે. તે હજુ સુધી ભારતની સફળતાને પોતાના ખભા પર લઇ જતો જોવા મળ્યો છે. પરંતુ, તે પહેલા તેને ચોરીનો આરોપ દર્શાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમના ડાબા હાથના ઓપનર ડેવિડ વોર્નરે (David Warner) રોહિત શર્મા પર આ ગંભીર આરોપ લગાવ્યો છે.

જે થયું તે શોકીંગ છેને. જેવુ તમે સમજો છો એવુ કંઈ નથી. ડેવિડ વોર્નરે પણ રોહિતને ડાઘ લગાવવાનો પ્રયાસ કર્યો નથી. અરે, આ માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ પર વોર્નરની પ્રતિક્રિયા છે. જે રોહિત શર્મા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કર્યું છે જેના પર પ્રતિક્રિયા આપતા ડેવિડ વોર્નરે લખ્યું કે ‘તમે મારા ટિક ટોકની સ્ટાઇલની નકલ કરી રહ્યા છો’. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં રોહિત શર્મા તેની હોટલના રૂમમાં જોવા મળી રહ્યો છે. પહેલા તેણે ટી-શર્ટ પહેર્યું છે અને પછી તે ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળે છે.

રોહિત શર્માની આ પોસ્ટ પર ડેવિડ વોર્નરે તેના પર તેની ટિક-ટોક સ્ટાઇલની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે યુઝવેન્દ્ર ચહલ બેડ વિશે ટિપ્પણી કરતા જોવા મળ્યો હતો.

રોહિત પ્રથમ પ્રેક્ટિસ મેચમાં રમ્યો ન હતો

ટીમ ઇન્ડિયાએ 18 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ અપ મેચ રમી હતી. રોહિત શર્મા આ મેચ રમવા આવ્યો ન હતો. એવી અપેક્ષા છે કે હવે તે બીજી પ્રેક્ટિસ મેચમાં રમતા જોવા મળશે. ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મુખ્ય મેચ રમવાની છે.

બીજી તરફ ડેવિડ વોર્નરે ન્યુઝીલેન્ડ સામે વોર્મ અપ મેચ રમી હતી. તે મેચમાં વોર્નર ખાતું પણ ખોલી શક્યો ન હતો, ટિમ સાઉથીએ પહેલા જ બોલ પર તેની વિકેટ ઉડાવી દીધી હતી. વોર્નર ગુપ્ટિલના હાથે કેચ આઉટ થયો હતો.

ભારત ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ મેચ 7 વિકેટે જીતવામાં સફળ રહ્યું. ભારતે આ જીત તેની બેટિંગના દમ પર મેળવી છે. બીજી બાજુ, ઓસ્ટ્રેલિયાએ પણ વોર્મ અપમાં વિજયનો સ્વાદ ચાખ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડને 3 વિકેટે કચડી નાંખ્યું છે. ન્યૂઝીલેન્ડે પહેલા રમતા 158 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય 19.5 ઓવરમાં હાંસલ કર્યું હતું.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: એવો અદ્ભૂત કેચ ઝડપ્યો કે તમે જોઇને દંગ રહી જશો, અસંભવ ને સંભવ બનાવી ઝડપ્યો કેચ, જુઓ Video

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Ind vs Pak: પાકિસ્તાનને હરાવવા માટે ટીમ ઇન્ડિયાએ આ ત્રણ ખતરાઓને સાવધાની થી પાર પાડવા પડશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">