T20 World Cup: UAEમાં T20 વિશ્વકપને લઈને તૈયારીઓ શરુ કરાઈ! ICC અને BCCI વચ્ચે યોજાઈ બેઠક

આગામી T20 વિશ્વકપ (World Cup)નું યજમાન ભારતના ફાળે છે. પરંતુ કોરોના સંક્રમણને લઈને વિશ્વકપના આયોજનને હવે ભારત બહાર ખસેડવાની ગતિવિધિઓ તેજ બની છે.

T20 World Cup: UAEમાં T20 વિશ્વકપને લઈને તૈયારીઓ શરુ કરાઈ! ICC અને BCCI વચ્ચે યોજાઈ બેઠક
ICC T20 World Cup Trophy
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 07, 2021 | 12:01 AM

આગામી T20 વિશ્વકપ (World Cup)નું યજમાન ભારતના ફાળે છે. પરંતુ કોરોના સંક્રમણને લઈને વિશ્વકપના આયોજનને હવે ભારત બહાર ખસેડવાની ગતિવિધિઓ તેજ બની છે. વિશ્વકપને ભારતના બદલે વિદેશમાં રમાડવાના આયોજનને લઈને UAEને બેકઅપ સ્થળ રાખવામાં આવ્યુ હતુ. ICCએ અગાઉ  બેક પ્લાનને લઈને કહ્યું હતુ.

પરંતુ હવે રવિવારે ICCના અધિકારીઓ અને BCCIના પદાધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેને લઈને હવે UAEમાં વિશ્વકપના આયોજનને લઈને તૈયારીઓ શરુ થઈ હોવાના સમાચારો આવવા લાગ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ BCCIના એક પદાધિકારીએ આ અંગે જાણકારી આપી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

તેમણે કહ્યુ હતુ કે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુકલા, કોષાધ્યક્ષ અરુણકુમાર ધૂમલ અને ICCના ટોચના અધિકારીઓ એ રવિવારે દુબઈમાં બેઠક યોજી હતી. BCCI સચિવ જય શાહ શનિવારે ભારત પરત ફર્યા હતા. જેથી તેઓ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં સામેલ થયા હતા.

હવે T20 વિશ્વકપ UAEમાં કરવાને લઈને નક્કી કરવામાં આવી રહ્યુ કે આવકનો હિસ્સો કેવી રીતે વહેંચાશે. જો વિશ્વકપ ભારતમાં રમાનાર હોત તો આવકને અલગ રીતે વહેંચણી કરવામાં આવી રહી હોત. અમિરાત ક્રિકેટ બોર્ડ સાથે બેઠક યોજાઈ, તેમાં પણ આવક વહેંચણીના મુદ્દે ચર્ચા થઈ હતી.

BCCI અધિકારીએ આગળ કહ્યુ હતુ કે આ ઉપરાંચ હોટલ બુકીંગને લઈને પણ ચર્ચા થઈ હતી. કારણ કે તે સમયે દુબઈ એક્સ્પોનું આયોજન થનાર છે. જે ઓક્ટોબરથી માર્ચ 2022 સુધી ચાલનાર છે. જેમાં વિશ્વભરના લોકો દુબઈમાં આવનાર છે. આવામાં ICC અને BCCI ના સામે સૌથી મોટો પડકાર 16 ટીમો, કોમેન્ટેટરો, પ્રસારણ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ સહિતના માટે હોટલોનુ બુકીંગ કરવાનો છે.

પીચને લઈને કરાઈ ચર્ચા

આઈપીએલની આગળની 31 મેચોને સપ્ટેમ્બર ઓક્ટોબર દરમ્યાન UAEમાં રમાડવાનું આયોજન છે. BCCI અધિકારી મુજબ બેઠકમાં એ પણ ચર્ચા થઇ હતી કે આઈપીએલ બાદ તરત જ T20 વિશ્વકપ શરુ થઈ જશે. આમ તે માટે પીચોને કેવી રીતે ટુંકા સમયમાં તૈયાર કરાશે, તે પણ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો.

ઓમાનમાં રમાઈ શકે છે, ક્વોલીફાયર મેચ

T20 વિશ્વકપની ક્વોલીફાયર મેચોને ઓમાનમાં આયોજીત કરવાનો પ્લાન પણ ઘડાઈ રહ્યો છે. જોકે તે માટે UAE સરકારની સહમતી સધાવી જરુરી છે. કારણ કે ઓમાનમાં ક્વોલીફાયર મેચ યોજવામાં આવે તો ક્વોરન્ટાઈન સમયને લઈને સમસ્યા ઉભી થઈ શકે એમ છે. આમ ICC અને BCCI UAE સરકાર પાસે ક્વોરન્ટાઈન સમયમાં રાહત આપવા માટેની માંગ કરવામાં આવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">