T20 World Cup: વેસ્ટ ઇન્ડીઝની વધી મુસીબત ! સતત બીજા ઝટકા રુપ વધુ એક ખેલાડી ટૂર્નામેન્ટની બહાર થયો, હોલ્ડર ઇન

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ઉપરાંત ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો પણ ખેલાડીઓની ઈજાથી પરેશાન છે. કીવી ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે પહેલા જ બહાર થઈ ગયો છે.

T20 World Cup: વેસ્ટ ઇન્ડીઝની વધી મુસીબત ! સતત બીજા ઝટકા રુપ વધુ એક ખેલાડી ટૂર્નામેન્ટની બહાર થયો, હોલ્ડર ઇન
West Indies Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 8:42 AM

ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ના સુપર 12 રાઉન્ડને હજુ એક અઠવાડિયું પુરુ પસાર થયું નથી. પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket Team) માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમ સુપર-12 રાઉન્ડની તેની પ્રથમ બંને મેચ હારી ચૂકી છે અને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાનો ભય તોળાઇ રહ્યો છે. ટીમની આ પહેલાથી જ ખરાબ હાલત ખેલાડીઓની ફિટનેસની સમસ્યાથી વધુ ખરાબ થઈ ગઈ છે. સતત બીજી વખત, ટીમે ઈજાના કારણે તેની 15 ખેલાડીઓની ટીમમાંથી વધુ એક ખેલાડી ગુમાવ્યો છે.

ટીમના લેફ્ટ ફાસ્ટ બોલર ઓબેદ મેકકોય (Obed McCoy) ને ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી છે. મેકકોય પહેલા સ્પિનર ​​ફેબિયન એલન પણ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. વિન્ડીઝની ટીમે મેકકોયની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર અને પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર (Jason Holder) ને ટીમમાં સામેલ કર્યો છે. જેના માટે તેને ICC પાસેથી મંજૂરી મળી ગઈ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ફાસ્ટ બોલરને તેના જમણા પગમાં ઈજા થઈ છે. જે તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર કરવા માટે મજબૂર બનાવી ગઇ છે. ઇજાની સ્થિતિમાં તેને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેકકોયે ટીમ માટે વોર્મ-અપ મેચ રમી હતી અને ત્યાર બાદ સુપર-12માં ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી. પરંતુ તે જ મેચમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચમાં મેકકોયે માત્ર 2 ઓવર બોલિંગમાં 12 રન ખર્ચ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.

હોલ્ડરની એન્ટ્રી, IPL 2021 નો અનુભવ કામમાં આવશે

ICC ઈવેન્ટ્સ ટેકનિકલ કમિટીએ વિન્ડીઝ બોર્ડની વિનંતીને સ્વીકારી લીધી અને હોલ્ડરને ટીમમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. હોલ્ડર રિઝર્વ ખેલાડીઓનો ભાગ હતો. હોલ્ડરને ટીમમાં સ્થાન ન મળવાને લઈને પહેલાથી જ પ્રશ્નો ઉભા થયા હતા. ઊંચા કદના આ મજબૂત વિન્ડીઝ ઓલરાઉન્ડરે તાજેતરમાં UAE માં રમાયેલી IPL 2021 ના ​​બીજા ભાગ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે બોલ અને બેટ વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે બોલીંગ વડે બેટ્સમેનોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. લગભગ એક મહિના સુધી UAEની પીચોમાં રમ્યો હતો, તેની પાસે તેનો પૂરતો અનુભવ પણ હતો. જે હવે વિન્ડીઝની ટીમને સેમિફાઇનલની રેસમાં મદદ કરશે.

ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા પણ ઈજાથી પ્રભાવિત છે

વિન્ડીઝ ટીમ માત્ર ઈજાથી પરેશાન છે એવુ નથી. ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન પણ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે ટીમના દિગ્ગજ ઓપનર માર્ટિન ગુપ્ટિલની ફિટનેસ પણ સવાલોમાં છે. પગના અંગૂઠામાં ઈજાના કારણે તેનું ભારત સામે રમવું શંકાસ્પદ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પણ ઈજાગ્રસ્ત છે અને તે શ્રીલંકા સામેની આગામી મેચમાં રમવાનો નથી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: નામીબિયાએ સ્કોટલેન્ડ સામે જીત મેળવી ભારતીય ટીમની સ્થિતી વધુ મુશ્કેલ બનાવી દીધી!

આ પણ વાંચોઃ Cricket: ડિ કોક નુ દુ:સાહસ અને વકાર યૂનુસની ‘ચાલાકી’ પાછળ શુ છે કહાની, જાણો પૂરી ડીટેઇલ

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">