આ કોશિષમાં એવી સફળતા જોવા ન મળી જેની ટીમ પાસે આશા હતી. સ્કોર બોર્ડ પર હજુ રન પણ યોગ્ય ન થયા અને ટૉપના 3 બેટ્સ્મેન આઉટ થઈ ગયા હતા. જેમાં રોહિત શર્મા,ઋષભ પંત અને દિપક હુડ્ડાનુ્ં નામ સામેલ છે.
વિરાટ અને રાહુલ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમી રહી નથી. બેટિંગ ઓર્ડરમાં આ મેચમાં ફેરબદલ જોવા મળ્યો હતો. કે.એલ રાહુલની ગેર-હાજરીમાં ઋષભ પંતે રોહિત શર્મા સામે ઈનિગ્સની શરુઆત કરી. આ ઓપનિંગ ભાગેદારી વધુ સમય સુધી ચાલી ન હતી. રોહિત શર્મા માત્ર 3 રન બનાવી આઉટ થયો. રોહિતના આઉટ થયા બાદ પંત પાસે ઉમ્મીદ હતી. તે પણ સસ્તામાં આઉટ થયો હતો
આ પહેલા બીજો ઝટકો દીપક હુડ્ડાના રૂપમાં લાગ્યો હતો, જે વિરાટ કોહલીની ગેરહાજરીમાં પોતાના સ્થાન પર રમવા આવ્યો હતો. હુડ્ડા 22 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પંતે 17 બોલમાં 9 રન બનાવ્યા હતા.હવે સવાલ એ છે કે, જ્યારે વિરાટ અને રાહુલ પ્રેક્ટિસ મેચ રમી રહ્યો નથી તો શું કરી રહ્યો છે ? પર્થમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ વિરાટ અને રાહુલ બંન્ને નેટ પર પરસેવો પાડતા જોવા મળ્યા હતા.ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં હવે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. એમાં પણ ભારત અને પાકિસ્તાનની મેચ માટે લોકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. 23 ઓક્ટોબરે રમાનારા આ મહામુકાબલાને લઈ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે