પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) અને તેનું બોર્ડ હાલમાં ટીકાકારોના નિશાના પર છે. તેનું કારણ ટીમનું તાજેતરનું પ્રદર્શન છે. પરંતુ આ દરમિયાન ICC T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા પાકિસ્તાન માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. આ એવા સમાચાર છે જે પાકિસ્તાન અને તેના ઈજાગ્રસ્ત બોલર શાહીન શાહ આફ્રિદી (Shaheen Shah Afridi) ના ચાહકોને ખુશ કરશે. શાહીન હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને તે T20 વર્લ્ડ કપમાં રમવાની આશા છે.
પાકિસ્તાને ICC T20 વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ કટ્ટર હરીફ ભારત સામે રમવાની છે. શાહીને પોતે આશા વ્યક્ત કરી છે કે તે આ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. શાહીનને શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી અને તેથી જ તે એશિયા કપ-2022માં રમ્યો નહોતો. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ શાહીનની ઈજા અંગે અપડેટ આપી છે.
રમીઝે કહ્યું કે તેણે શાહીન સાથે વાત કરી છે અને ડાબા હાથના ફાસ્ટ બોલરે કહ્યું છે કે તે ફિટ છે અને ભારત સામે રમવા માટે તૈયાર છે. રમીઝે એક મીડિયા શો માં કહ્યું, “મેં શાહીન સાથે એક દિવસ પહેલા વાત કરી હતી. તે કહેતો હતો કે હું ઘણા સમયથી આટલો ફિટ નથી. મેં તેનો વીડિયો ડોક્ટરને મોકલ્યો છે. તે 90 ટકા પર છે. તે મેચ માટે તૈયાર રહેશે. આ ઘૂંટણની ઈજા છે જે ખૂબ જ ગંભીર છે. તેથી અમારો અભિપ્રાય હતો કે જ્યાં સુધી તેઓ 110 ટકા ફિટ ન થાય ત્યાં સુધી અમે કોઈ જોખમ નહીં લઈએ. પરંતુ મેં તેની સાથે જે વાત કરી છે, તેઓ કહે છે કે હું અત્યારે 110 ટકા ફિટ છું. તેથી ડરશો નહીં. તે કહી રહ્યો છે કે હું પ્રેક્ટિસ મેચ રમીશ અને ભારત માટે તૈયાર છું.
شاہین شاہ آفریدی بھارت کے خلاف میچ کھیلیں گے، چیرمین پی سی بی رمیز راجہ کی ڈان نیوز کے پروگرام ری پلے میں گفتگو#RamizOnReplay@GhaffarDawnNews#DawnNews @iramizraja pic.twitter.com/z24Z3brL16
— DawnNews (@Dawn_News) October 7, 2022
શાહીન એશિયા કપ-2022માં રમી શક્યો ન હતો અને તેની કમી ટીમે સ્પષ્ટપણે અનુભવી હતી. પાકિસ્તાનની ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી નહોતી. ફાઇનલમાં તેને શ્રીલંકા સામે પરાજય મળ્યો હતો. શાહીન ટીમના મુખ્ય બોલરોમાંથી એક છે. ગયા વર્ષે રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું અને આમાં શાહીને મહત્વની ભૂમિકા ભજવી હતી.
શાહીનના સસરા અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ થોડા દિવસો પહેલા શાહીનની ઈજાને લઈને પીસીબીનો ખુલાસો કર્યો હતો. શાહિદે કહ્યું હતું કે શાહીન સારવાર માટે લંડન આવ્યો છે પરંતુ પીસીબીએ તેનો ખર્ચ ઉઠાવ્યો નથી અને તે પોતાની સારવાર જાતે કરાવી રહ્યો છે. આ પછી પીસીબીએ કહ્યું હતું કે તે શાહીનનો સંપૂર્ણ ખર્ચ ચૂકવશે.