T20 World Cup 2022: શમી છેલ્લા એક વર્ષ થી T20i નથી રમ્યો, છતા પણ ટી20 વિશ્વકપમાં છવાઈ જશે, જાણો 4 કારણો

મોહમ્મદ શમી (Mohammed Shami) એ ગયા વર્ષે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માં આ ફોર્મેટમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી, ત્યારબાદ તેને બહાર કરવામાં આવ્યો હતો.

T20 World Cup 2022: શમી છેલ્લા એક વર્ષ થી T20i નથી રમ્યો, છતા પણ ટી20 વિશ્વકપમાં છવાઈ જશે, જાણો 4 કારણો
Shami ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ચૂક્યો છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 8:54 PM

આખરે, 11 દિવસની રાહ જોયા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)T20 વર્લ્ડ કપ માટે જસપ્રીત બુમરાહના સ્થાનની જાહેરાત કરી છે. અપેક્ષાઓ અને અનુમાન અનુસાર પસંદગીકારોએ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) ને વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે. આ માટે શમી પણ બ્રિસબેન પહોંચી ગયો છે, જ્યાં તે હવે ટીમ ઈન્ડિયા (Team India) ના અન્ય સભ્યો સાથે જોડાશે. શમી લગભગ એક વર્ષથી કોઈ T20 ઈન્ટરનેશનલ રમ્યો નથી, તેમ છતાં તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે અને તેના માટે કેટલાક ખાસ કારણો છે.

તાજેતરમાં કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા શમીએ જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર તેની છેલ્લી મેચ રમી હતી, જેના કારણે કેટલાક નિષ્ણાતોએ તેની પસંદગી અંગે શંકા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં, શમીએ લગભગ એક વર્ષથી ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ રમી નથી. તેની છેલ્લી મેચ યુએઈમાં ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં હતી. આમ છતાં શમીના સફળ થવાના કેટલાક કારણો છે જે તેની પસંદગીને યોગ્ય સાબિત કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શમીના પક્ષમાં આ 4 કારણો

  1. ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ: મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 396.5 ઓવર ફેંકી છે. તે સ્પષ્ટ છે કે શમીને ત્યાંની પીચ ખબર હશે. શમી પાસે બાઉન્સ ક્યાં છે તેની માહિતી હશે અને તેને તેની લાઇન-લેન્થ સેટ કરવામાં બહુ તકલીફ નહીં પડે.
  2. IPLમાં શાનદાર પ્રદર્શનઃ મોહમ્મદ શમી ભલે આ વર્ષે કોઈ T20 ઈન્ટરનેશનલ રમ્યો ન હોય, પરંતુ આ ખેલાડી T20 ક્રિકેટમાં મોટો વિકેટ લેનાર સાબિત થયો છે. આ વર્ષે IPLમાં તેણે ગુજરાત ટાઇટન્સ માટે 16 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. ગત સિઝનમાં પણ શમીએ 14 મેચમાં 19 વિકેટ ઝડપી હતી.
  3. શમી નવા બોલથી કહેર વર્તાવે છેઃ શમી નવા બોલનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. તેની સીમ અને કાંડાની સ્થિતિ વિશ્વમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પીચ પર આ તેને ઘણી મદદ કરી શકે છે. શમીને સ્વિંગની સાથે વધારાનો બાઉન્સ પણ મળી શકે છે, જે કોઈપણ બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવી શકે છે.
  4. 2015માં મળી હતી સફળતાઃ મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા 2015 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે 7 મેચમાં 17 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં તે ચોથા નંબર પર હતો. તે સ્પષ્ટ છે કે શમી ઓસ્ટ્રેલિયાની ધરતી પર સફેદ બોલથી વિકેટ લેવા આવે છે. T20 ક્રિકેટમાં તે પાવરપ્લેમાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">