T20 World Cup 2021: ઓમાને ઘર આંગણે જબરદસ્ત પ્રારંભ કર્યો, PNG સામેની મેચ 10 વિકેટે જીતી લીધી

પાપુઆ ન્યુ ગિની (PNG) એ પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભાગ લીધો હતો, રમતમાં અનુભવનો અભાવ હતો અને ટીમે બોલિંગ અને ફિલ્ડિંગમાં ઘણી ભૂલો કરી હતી. સાથે સાથે પ્રારંભિક વિકેટ ગુમાવી હતી, જેના માટે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું.

T20 World Cup 2021: ઓમાને ઘર આંગણે જબરદસ્ત પ્રારંભ કર્યો, PNG સામેની મેચ 10 વિકેટે જીતી લીધી
Oman Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 7:40 PM

લગભગ સાડા પાંચ વર્ષની રાહ જોયા બાદ ફરી એક વખત ICC ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup 2021)નો રોમાંચ શરૂ થયો છે. ટી20 વર્લ્ડ કપ 2021 રવિવાર 17 ઓક્ટોબરથી ઓમાન અને UAE માં શરૂ થયો હતો અને પહેલી જ મેચમાં ઓમાને (Oman Cricket Team) જોરદાર વિજય નોંધાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ઓમાને રાઉન્ડની પ્રથમ મેચમાં પપુઆ ન્યૂ ગિની (Papua New Guinea) ને 10 વિકેટે હરાવી હતી.

પાપુના ન્યૂ ગિની એ ઓમાનને જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ઓમાને 14 મી ઓવરમાં સરળતાથી મેળવી લીધો હતો. ઓમાનની જીતમાં કેપ્ટન ઝીશાન મકસૂદ (Zeeshan Maqsood) ની શાનદાર બોલિંગ અને ત્યારબાદ બંને ઓપનર જતીન્દર સિંહ (Jatinder Singh)અને આકિબ ઇલ્યાસની અર્ધી સદીનું યોગદાન હતું. આ જીત સાથે ઓમાનને 2 મહત્વના અંક મળ્યા છે.

ઓમાન અને પાપુઆ ન્યુ ગિની ઓમાનના અલ અમેરાત ખાતે ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં રવિવારે ગ્રુપ A માં ટકરાયા હતા. PNG ની ટીમ પહેલી વખત T20 વર્લ્ડ કપમાં પહોંચી છે અને આવી સ્થિતિમાં ટીમ પોતાની ડેબ્યુ મેચમાં સારી શરૂઆત કરવા માંગતી હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પીએનજી ટીમને પ્રથમ બે ઓવરમાં જ બે ઝટકા મળ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટીમના બંને ઓપનર ટોની ઉરા અને લેગા સિયાકા ખાતું ખોલાવ્યા વગર 9 બોલમાં જ આઉટ થઈ ગયા હતા. બિલાલ ખાને ઇનિંગની પ્રથમ ઓવર મેઇડન નાંખીને વિકેટ લીધી હતી. બીજી ઓવરમાં કલીમુલ્લાહે પીએનજીને બીજો ઝટકો આપ્યો અને પીએનજીએ તે ઓવરના છેલ્લા બોલ પર એક રન સાથે ઇનિંગનો પ્રથમ રન બનાવ્યો.

પીએનજીના કેપ્ટનનુ શાનદાર અર્ધશતક

અહીંથી, PNG ની ઇનિંગ્સને કેપ્ટન અસદ વલા અને ચાર્લ્સ અમીનીએ સંભાળી હતી. બંને બેટ્સમેનોએ શાનદાર શોટ લગાવ્યા અને શાનદાર ભાગીદારી કરી અને ટીમને સારા સ્કોર પર લઈ જવા માટે પાયો નાખ્યો. આ દરમિયાન કેપ્ટન વલાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 43 બોલની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તે 56 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. તેની સાથે, ચાર્લ્સ અમીનીએ 37 રનની ઝડપી ઇનિંગ રમી હતી (26 બોલ, 4 ચોગ્ગા અને 1 છગ્ગો). બંનેએ મળીને ત્રીજી વિકેટ માટે 81 રન જોડ્યા. પરંતુ જલદી તેઓ આઉટ થતા જ પીએનજીના બાકીના બેટ્સમેનો પણ પેવેલિયન પરત ફર્યા હતા.

ઓમાનના કેપ્ટન ઝીશાન મકસૂદે 16 મી ઓવરમાં ત્રણ વિકેટ લઈને પોતાની ટીમને વાપસી કરાવી હતી. તેણે પોતાની બીજી ઓવરમાં નોર્મન વનુઆ, સેસે બાઉ અને કિપ્લિન ડોરિગાને આઉટ કર્યા. તેણે ચોથી વિકેટ ડેમિયન રાવુને લીધી. ડાબા હાથના સ્પિનર ​​મકસૂદે પોતાની સ્પિન બોલીંગ વડે કમાલ કર્યો હતો, તેણે ચાર ઓવરમાં 20 રન આપીને ચાર વિકેટ લીધી.

આ પણ વાંચોઃ T20: વિશ્વકપ હોય કે IPL ટૂર્નામેન્ટ, એમએસ ધોની T20 ટૂર્નામેન્ટની ટ્રોફી ઉપાડવામાં છે કેપ્ટન ‘કિંગ’

આ પણ વાંચોઃ IPL 2021: એમએસ ધોની સામે આવતા જ વેંક્ટેશ ઐય્યરની બોલતી બંધ થઇ ગઇ હતી બંધ, કહ્યુ, ધોનીને રુબરુ જોતા આવો રહ્યો અનુભવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">