T20 World Cup 2021: હાર્દિક પંડ્યાના સપોર્ટમાં અજીંક્ય રહાણે આગળ આવ્યો, કહ્યુ તેને સમર્થન કરો

હાર્દિક પંડ્યા (Hardik Pandya) લાંબા સમયથી બોલિંગ કરી શક્યો નથી. IPL-2021 ના ​​બીજા તબક્કા સિવાય, તેણે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) ની પ્રેક્ટિસ મેચમાં પણ બોલિંગ કરી ન હતી.

T20 World Cup 2021: હાર્દિક પંડ્યાના સપોર્ટમાં અજીંક્ય રહાણે આગળ આવ્યો, કહ્યુ તેને સમર્થન કરો
Hardik Pandya-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:02 PM

ટી20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માટેની પોતાની બે વોર્મ અપ મેચ પણ રમી છે. જેમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે. હવે ભારતીય ટીમે (Indian Cricket Team) 24 તારીખે દુબઈમાં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. પરંતુ તે પહેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની બોલિંગ ન કરવી તેના માટે ચિંતાનો વિષય છે. પંડ્યાએ લાંબા સમયથી બોલિંગ કરી નથી અને તેથી જ તેની ઉપયોગીતા પર સવાલ ઉઠી રહ્યા છે.

ભારતની ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેને તેમ છતાં લાગે છે, કે હાર્દિક પંડ્યા વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારત માટે પ્રભાવશાળી ખેલાડી હશે. તેણે ફિટનેસ સમસ્યાઓના કારણે પંડ્યાની બોલિંગને લઇને અનિશ્ચિતતા વચ્ચે ટીમને સમર્થન આપવા વિનંતી કરી છે.

પંડ્યાના ટીમમાં સમાવેશ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે તેણે તાજેતરમાં સમાપ્ત થયેલી IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) માં બોલિંગ નહોતી કરી. ટીમ મેનેજમેન્ટે ટીમના એકંદર સંતુલન માટે તેની બોલિંગના મહત્વ પર વારંવાર ભાર મૂક્યો છે. રહાણેએ એક મીડિયા રિપોર્ટમાં કહ્યું, અમારે તેને સપોર્ટ કરવાની જરૂર છે. જ્યારે કોઈ ખેલાડી ઈજામાંથી પાછો આવે છે, ત્યારે આપણે જાણતા નથી કે તે કેવી સ્થિતીમાંથી પસાર કરી રહ્યો છે અને તેની માનસિકતા શું છે. બહારથી વાત કરવી સરળ છે, પરંતુ વ્યક્તિ જે તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, તે આપણે અનુભવી પણ શકતા નથી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ભૂમિકા મહત્વની છે

રહાણેએ કહ્યું કે ટીમમાં પંડ્યાની ભૂમિકા મહત્વની છે. તેણે કેટલાક પ્રભાવશાળી પ્રદર્શન સાથે ભારતને આ ફોર્મેટમાં ઘણી મેચો જીતાડી છે. કોણે રમવું જોઈએ અને કોણે ન રમવું જોઈએ તે અંગે હંમેશા ચર્ચા થતી હોય છે. હાર્દિકની ભૂમિકા ખૂબ મહત્વની છે અને આપણે તેને ટેકો આપવાની જરૂર છે.

પંત ગેમ ચેન્જર બનશે

રહાણેને એમ પણ લાગે છે કે તેની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત ભારત માટે ‘ગેમ-ચેન્જર’ બની રહેશે. રહાણેએ કહ્યું કે, તે એવો બેટ્સમેન છે, જે તરત જ રમતને પોતાની ટીમ તરફ ફેરવે છે. અમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચમાં તેની ક્ષમતા જોઈ છે. ઈંગ્લેન્ડ સામે પણ તેણે રન બનાવ્યા હતા. તેણે પોતાની રમતમાં ઘણો સુધારો કર્યો છે. તે હવે જાણે છે કે તેની રમતને કેવી રીતે શ્રેષ્ઠ બનાવવી.

IPL ફાયદાકારક છે

T20 વર્લ્ડ કપ પહેલા IPL 2021 નો બીજો તબક્કો UAE માં આયોજિત કરવામાં આવ્યો હતો. રહાણેએ કહ્યું કે ભારતને આનો ફાયદો થશે. ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ચેમ્પિયન બનવાની સંભાવનાઓ વિશે પૂછવામાં આવતાં રહાણેએ કહ્યું, ભારત પાસે મજબૂત ટીમ છે, તે ફાયદો છે કે આઈપીએલ અહીં યોજાઈ હતી. હવામાન પણ સારું થઈ રહ્યું છે. મને આશા છે કે આપણે વર્લ્ડ કપ જીતીશું.

આગળ કહ્યુ, આપણી ટીમનું સંતુલન ઘણું સારું છે. પાકિસ્તાની ખેલાડીઓ યુએઈમાં ખૂબ ક્રિકેટ રમ્યા છે. અહીં અને ભારતમાં પરિસ્થિતિઓ વચ્ચે બહુ ફરક નથી, તેથી આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિઓને કેવી રીતે સ્વીકારવી. આઈપીએલની છેલ્લી સીઝનમાં રમનાર તમામ ખેલાડીઓને T20 વર્લ્ડ કપમાં ફાયદો થશે. અમે હંમેશા પ્રતિસ્પર્ધીનું સન્માન કરીએ છીએ અને આ T20 ટીમ પાકિસ્તાન ટીમને પણ એટલો જ આદર બતાવશે, જેટલો તે અન્ય કોઇ વિપક્ષી ટીમ માટે કરે છે.

ટીમનો આ પ્રયાસ હશે

કોહલી માટે કેપ્ટન તરીકે આ છેલ્લી T20I ટુર્નામેન્ટ હશે અને રહાણેએ કહ્યું કે ટીમ તેના માટે ટ્રોફી જીતવાનો પ્રયત્ન કરશે. મને નથી લાગતું કે કોઈ દબાણ હશે. તેણે આટલા વર્ષો સુધી ટીમની કેપ્ટનશિપ કરી છે અને અમે તેનો રેકોર્ડ જાણીએ છીએ. બધા ખેલાડીઓ કોહલી માટે તેને જીતવાનો પ્રયત્ન કરશે. અમારી પાસે મેન્ટર તરીકે (મહેન્દ્ર સિંહ) ધોની પણ છે. તેની હાજરી ટીમને મદદ કરશે.

ધોની પાસે ઘણો અનુભવ છે

આ વર્લ્ડ કપ માટે ભારતના બે વખતના વિશ્વ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે. ધોની વિશે વધુ પૂછતાં તેણે કહ્યું, જુઓ, તેણે આટલા વર્ષો સુધી ભારત અને CSK (ચેન્નઈ સુપર કિંગ્સ) ની કેપ્ટનશીપ પણ કરી છે. તેને આ ફોર્મેટમાં ઘણો અનુભવ છે. આપણે જાણીએ છીએ કે તે કેટલો સારો કેપ્ટન છે, તે કેટલો બુદ્ધિશાળી છે. તે વધારે વાત નથી કરતો પણ ટીમને ખૂબ મહત્વના સૂચનો આપશે.

આ પણ વાંચોઃ Sourav Ganguly એ વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડવાને લઇને તોડ્યુ મૌન, કહ્યુ બોર્ડે ‘કંઇ નથી કહ્યુ’

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ‘મૌકા-મૌકા’ એડ વાળો છોકરો એન્જીનીયર છે, શાહરુખ-સલમાન સાથે અભિનય કરી ચૂક્યો છે, જાણો પૂરી ડીટેઇલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">