T20 WC 2022: ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) શરૂ થવામાં વધુ સમય બાકી નથી. ક્વોલિફાઈંગ રાઉન્ડ 16 ઓક્ટોબરથી અને સુપર 12 રાઉન્ડ 22 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ જીતવા માટે ઘણા દાવેદારો છે. જેમાં યજમાન ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ સામેલ છે. આ ત્રણેય ટીમો ખૂબ જ મજબૂત છે, પરંતુ T20 વર્લ્ડ કપ (Icc T20 World Cup)માં ટીમની તાકાત કરતાં વધુ વસ્તુઓની જરૂર છે, જેમાં એક મોટું પરિબળ ટોસ છે. T20 ક્રિકેટમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે જે ટીમ ટૉસ જીતે છે તે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લે છે અને તેનાથી તેને ચોક્કસપણે ફાયદો થાય છે.
T20 ક્રિકેટની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં, ટીમોએ ઘણીવાર ટોસ જીત્યા પછી લક્ષ્યનો પીછો કરવો યોગ્ય માન્યું છે અને તેનાથી તેમને ફાયદો પણ થયો છે. ઓસ્ટ્રેલિયામાં પણ ટોસ જીતનારી ટીમોની પ્રાથમિકતા પ્રથમ ફિલ્ડિંગ કરવાની રહેશે અને પ્રથમ બેટિંગ કરનાર ટીમ માટે મેચ જીતવી એ એક અલગ સ્તરનો પડકાર હશે. ચાલો તમને જણાવીએ કે છેલ્લા એક વર્ષમાં ટી20 ક્રિકેટમાં રનનો પીછો કરતી ટીમને કેટલો ફાયદો થયો છે.
છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ટોચની 11 ટીમોએ પીછો કરતાં વધુ જીત મેળવી છે. છેલ્લા એક વર્ષમાં કુલ 74 મેચમાંથી પીછો કરતી ટીમે 51 મેચ જીતી છે. છેલ્લા 5 વર્ષમાં 13 ટીમોએ પ્રથમ ફિલ્ડીંગ કરીને મેચ જીતી છે અને પ્રથમ બેટીંગ કરીને 9 મેચ જીતી છે. જો આપણે T20 વર્લ્ડ કપની ટાઈટલ મેચોની વાત કરીએ તો 7માંથી 5 વખત ચેઝ કરનારી ટીમ જીતી છે. છેલ્લા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. તેણે 173 રનના મોટા સ્કોરનો પીછો કર્યો હતો. પીછો કરતી ટીમે દુબઈમાં રમાયેલી તમામ 10 મેચ જીતી હતી.
હવે ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા એક વર્ષથી ભારતે 15માંથી 13 મેચ ચેજ(રનનો પીછો કરવો) કરી જીતી છે. ભારતની બોલિંગ થોડી કમજોર માનવામાં આવે છે, જસપ્રીત બુમરાહની ગેરહાજરીને લઈને પણ ભારતીય ટીમ ચિંતામાં છે, પરંતુ ટીમની બેટિંગ લાઈનઅપ સારી એવી છે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક રન ચેજ કરતા જોવા મળતા હોય છે. મોટી વાત અહીં એ હશે કે, તમે ટૉસ જીતો અને ટૉસ જીતવો એ એક નસીબની વાત હોય છે. આશા છે કે રોહિત શર્માની કિસ્મત તેનો સાથ આપે કારણ કે, ટીમ ખરેખર ચમકદાર છે.