સૂર્યકુમાર યાદવને જ્યારે રમવાનું હતું ત્યારે ટીમ ઈન્ડિયાએ શા માટે આપ્યો આરામ ?

શું ખરેખર આવા ખેલાડીને આરામની જરૂર હતી? અથવા તેને બળજબરીપૂર્વક આ આરામ મળ્યો છે.રણજી ટ્રોફીની શરુઆત 13 ડિસેમ્બરથી થઈ રહી છે

સૂર્યકુમાર યાદવને જ્યારે રમવાનું હતું ત્યારે ટીમ ઈન્ડિયાએ શા માટે આપ્યો આરામ ?
મુંબઈ માટે રણજી ટ્રોફી રમશે સૂર્યકુમાર Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 2:02 PM

બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી થઈ છે. આ ટીમમાં સૂર્યકુમાર યાદવનું નામ સામેલ નથી. તેને આરામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ શું છે, ટીમ ઈન્ડિયાથી દૂર સૂર્યકુમારને રમવા માટે બીજી ટીમ મળી ગઈ છે. સવાલ એ છે કે જ્યારે તમને આરામ મળી ગયો છે, તો પછી રમવું શા માટે ? અને, જો રમવાનું જ હતું, તો આરામ શા માટે ? સૂર્યકુમાર યાદવના આ પગલાથી ટીમ મેનેજમેન્ટ પર પણ સવાલો ઉભા થયા છે. શું કોઈ ખેલાડી કે જે તેના લયમાં હતો તેને ખરેખર આરામની જરૂર હતી ? અથવા તેને જબરદસ્તીથી આ આરામ મળ્યો છે જેથી અન્ય ખેલાડીઓનું પ્રદર્શન જોઈ શકાય ? આ એવા પ્રશ્નો છે જેના જવાબો BCCIની પેટીમાં બંધ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ પ્રવાસથી આરામના નામ પર ભારતીય ટીમથી દુર સૂર્યકુમાર યાદવ કઈ ટીમ માટે રમશે. જો આવું હોય તો રણજી ટ્રોફી માટે રમતો જોઈ શકાશે. એટલે કે, તે ફોર્મનો ફાયદો કેપ્ટન રોહિત શર્મા નહિ પરંતુ મુંબઈ ટીમના કેપ્ટન અજિક્ય રહાણે ઉઠાવતો જોવા મળશે.

મુંબઈ માટે રણજી ટ્રોફી રમશે સૂર્યકુમાર

રણજી ટ્રોફીની શરુઆત 13 ડિસેમ્બરથી થઈ રહી છે અને ફાઈનલ મેચ આગામી વર્ષે ફ્રેબુઆરી 16-20 વચ્ચે રમાશે. TOIના રિપોર્ટસ મુજબ સૂર્યકુમાર યાદવ આ ટૂર્નામેન્ટના બીજા ગ્રુપ સ્ટેજ મેચમાં મુંબઈ માટે રમશે. એટલે કે, તે 27 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર વિરુદ્ધ મુંબઈની ટીમમાંથી રમતો જોવા મળશે.

રમવું હતું તો બાંગ્લાદેશ પ્રવાસમાંથી આરામ કેમ?

જો ખેલાડી નેશનલ ટીમનો ભાગ ન હોય તો તેના માટે ઘરેલુ ક્રિકેટમાં રમવું કોઈ મોટી વાત નથી. પરંતુ, સવાલ એ છે કે, એક સૂર્યકુમાર યાદવ ફોર્મમાં હતો અને બીજું, તે પછી પણ તેને આરામના નામે ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. હવે તે આરામ પર હોવાથી ઘરેલુ ક્રિકેટ કેમ રમશે? છેવટે, તેને મેચને કારણે લાગેલા થાકમાંથી થોડો આરામ મળવો જોઈએ, તેથી જ તેને બાંગ્લાદેશ પ્રવાસથી દૂર રાખવામાં આવ્યો છે.

વર્ષ 2022માં 13 ODI, 31 T20I રમી

બાય ધ વે, સવાલ એટલો જ મોટો છે કે સૂર્યકુમાર યાદવ ક્યારે થાક્યો? તે પણ જ્યારે તે માત્ર સફેદ બોલની ક્રિકેટ રમે છે. એટલે કે રેડ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો તે હિસ્સો પણ નથી. જ્યાં સુધી મેચોની વાત છે, આ વર્ષે તેણે 44 મેચ રમી છે જેમાં ODI અને T20નો સમાવેશ થાય છે. આમાં પણ 50 ઓવરની માત્ર 13 ODI છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">