સૂર્યકુમાર યાદવ બન્યો ICC T20 ક્રિકેટર ઓફ ધ યર, વર્ષ 2022માં કરી હતી રનોની આતશબાજી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Jan 25, 2023 | 5:29 PM

વર્ષ 2022નું વર્ષ ઘણા ભારતીય ક્રિકેટરો માટે યાદગાર વર્ષ રહ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વિશ્વ ક્રિકેટમાં ગયા વર્ષે કમાલ કરી હતી. ભારતીય ટીમ માટે તેની ધમાકેદાર બેટિંગને કારણે તેને વર્ષ 2022નો સર્વ શ્રેષ્ઠ પુરુષ ટી20 ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

સૂર્યકુમાર યાદવ બન્યો ICC T20 ક્રિકેટર ઓફ ધ યર, વર્ષ 2022માં કરી હતી રનોની આતશબાજી
ICC T20 Cricketer Award 2022
Image Credit source: File photo

વર્ષ 2022નું વર્ષ ઘણા ભારતીય ક્રિકેટરો માટે યાદગાર વર્ષ રહ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે વિશ્વ ક્રિકેટમાં ગયા વર્ષે કમાલ કરી હતી. ભારતીય ટીમ માટે તેની ધમાકેદાર બેટિંગને કારણે તેને વર્ષ 2022નો સર્વ શ્રેષ્ઠ પુરુષ ટી20 ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલે આજે બુધવારે પોતાના વાર્ષિક એવોર્ડમાં સૂર્યાને મળેલા આ ખાસ સમ્માનની જાહેરાત કરી હતી. સૂર્યાકુમાર યાદવે ગયા વર્ષે 2022માં ટી-20 ક્રિકેટ સહિતા દરેક ફોર્મેટમાં રનનો વરસાદ કર્યો હતો. તેણે ટી-20માં સૌથી વધારે રનની સાથે 2 સદી પણ ફટકારી હતી.

વર્ષ 2021માં ટી-20 ફોર્મેટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં ટી-20નો નંબર- 1 ક્રિકેટર બન્યો હતો. દુનિયામાં જ્યાં પણ ભારતીય ટીમની ટી-20 મેચ થઈ, ત્યાં સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પોતાના અવિશ્વનીય શોટ્સથી તેણે આખી દુનિયાને આશ્ચર્યમાં મુકી દીધી હતી.

વર્ષ 2022માં સૂર્યકુમારનો વિસ્ફોટક અંદાજ

વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવે ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન ફટકાર્યા હતા. તેણે વર્ષ 2022માં 32 ટી-20 મેચમાં કુલ 1164 રન બનાવ્યા હતા. તેની 46.56ની એવરેજ રહી હતી. સૂર્યકુમારે તેના 1164 રન 187.43ની વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ધરતી પર ટી-20માં 1-1 સદી પણ ફટકારી હતી. તેણે આ સાથે 9 જેટલી ફિફટી પણ ફટકારી હતી. તે ટી-20માં એક વર્ષમાં 1000 રન બનાવનાર બીજો ક્રિકેટર બન્યો હતો. તેણે એક વર્ષમાં ટી-20માં સૌથી વધારે છગ્ગા પણ ફટકાર્યા હતા.

વનડે અને ટી-20માં ભારતીય ટીમ નંબર -1

ગઈ કાલે ન્યુઝીલેન્ડની સામેની અંતિમ વનડે મેચમાં 90 રનથી જીત મેળવી ભારતીય ટીમે વનડે સિરીઝમાં ક્લિન સ્વીપ કરી હતી. આ ખુશીના સમાચાર સાથે ભારતીય ટીમ અને તેના ફેન્સ માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વનડેમાં દુનિયાની નંબર વન ક્રિકેટ ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પાસેથી આ તાજ 4 દિવસમાં જ જતો રહ્યો છે.

એકંદર પોઈન્ટના આધારે ઈંગ્લેન્ડ ટોપ પર હતું, પરંતુ ઈન્દોરમાં મેચમાં મેદાન માર્યા બાદ ભારતને પણ એક રેટિંગ પોઈન્ટ મળ્યો અને જેના કારણે 5010 પોઈન્ટ સાથે ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડ બીજા અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને સરકી ગયું છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ ટી-20 રેકિંગમાં 17,636 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ટેસ્ટ રેકિંગમાં ભારતીય ટીમ 3690 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati