MS Dhoni સાથે એક જ દિવસે સુરેશ રૈનાએ કેમ નિવૃત્તી લીધી? વધુ એક વાર થયો ખુલાસો

2020ના વર્ષમાં 15 ઓગષ્ટે મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી રીટાયરમેન્ટ જાહેર કર્યુ હતુ, તેના અડધા કલાક બાદ 33 વર્ષની ઉંમરે જ સુરેશ રૈનાએ પણ નિવૃત્તી જાહેર કરી હતી.

MS Dhoni સાથે એક જ દિવસે સુરેશ રૈનાએ કેમ નિવૃત્તી લીધી? વધુ એક વાર થયો ખુલાસો
Suresh Raina said I played for MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 10:37 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી નિવૃત્તી લેવાની ઘોષણા મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2020ની 15 ઓગષ્ટે કરી હતી. ધોનીની સાથે સાથે આ જ દીવસે સુરેશ રૌનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસનુ એલાન કરી દીધુ હતુ. ધોનીના એલાન બાદ ભારતીય ક્રિકેટ ચાહકોનુ દિલ તુટી ગયુ હતુ, ત્યાં જ રૈનાએ પણ નિવૃ્તી જાહેર કરવાને લઈ ચાહકો માટે આ દિવસ ક્રિકેટ જગતમાં ચાહકો માટે દિલ તોડનારો બની રહ્યો હતો. રૈનાની નિવૃત્તીએ સૌને ચોંકાવી રાખ્યા હતા. જોકે હવે ધોનીની સાથે નિવૃત્તીને લઈ રૈનાએ એક વઘારે ખુલાસો કર્યો છે.

ધોની અને રૈના બંને વચ્ચે રિટાયરમેન્ટ લેવાનુ અંતર માત્ર 30 જ મીનીટનુ રહ્યુ હતુ. રૈના માત્ર 33 વર્ષની ઉંમરે જ રિટાયરમેન્ટ લઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતુ. આ પહેલા આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ સુરેશ રૈનાએ 2018માં રમી હતી જ્યારે ધોનીએ 2019માં રમી હતી.

હું ધોની માટે રમ્યો-રૈના

મીડિયા રીપોર્ટનુસાર એક વાતચીતમાં સુરેશ રૈનાએ આ અંગે વાત કરી હતી. રૈનાએ ધોનીની નિવૃત્તી બાદ તુરત જ કેમ નિવૃતી જાહેર કરી એ વાતનો ખુલાસો કર્યો છે. રૈનાએ કહ્યુ “અમે એકસાથે ઘણી મેચો રમ્યા. હું ભારત અને CSK માટે તેની સાથે રમી ભાગ્યશાળી હતો. અમને ઘણો પ્રેમ મળ્યો. હું ગાઝિયાબાદથી આવ્યો છું, ધોની રાંચીથી આવ્યો છું. હું એમએસ ધોની માટે રમ્યો હતો, પછી હું દેશ માટે રમ્યો હતો. આ કનેક્શન છએ. અમે ઘણી ફાઇનલ રમ્યા છીએ, અમે વર્લ્ડ કપ જીત્યો છે. તે એક મહાન લીડર અને મહાન માણસ છે.”

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ગત વર્ષે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી

ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો સુરેશ રૈના લાંબો સમય સુધી રહ્યો હતો. જોકે વર્ષ 2020 દરમિયાન આઈપીએલની સિઝનથી અચાનક હટી જવાના નિર્ણયને લઈ ખૂબ વિવાદ સર્જાયો હતો. કોરોનાને લઈ યુએઈમાં આઈપીએલની 2020ની સિઝનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ તે યુએઈ પહોંચીને સિઝનની શરુઆત પહેલાજ ભારત પરત ફર્યો હતો. જેને લઈ ચેન્નાઈ અને રૈના વચ્ચેના વિવાદો ચર્ચામાં રહ્યા હતા. જોકે બાદમાં ફરીથી ચેન્નાઈ સાથે જોડાયો હતો અને 2021ની સિઝન રમ્યો હતો. જોકે ત્યારબાદ ચેન્નાઈએ તેને રિલીઝ કરી દીધો હતો. ત્યાર બાદ તેને કોઈ ખરીદનાર મળ્યો નહોતો.

ગત વર્ષ સપ્ટેમ્બરમાં તેણે ભારતીય ક્રિકેટને સંપૂર્ણ પણે અલવિદા કહી દીધુ હતુ. તે હવે વિદેશી લીગમાં રમતો જોવા મળી શકે છે. ગત સપ્ટેમ્બરમાં તેણે ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તી અંગેની ઘોષણા કરી દીધી હતી. આમ હવે તે આઈપીએલમાં ફરી જોવા નહીં મળે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">