BAN vs SL: શ્રીલંકાએ બીજી ટેસ્ટમાં 10 વિકેટથી બાંગ્લાદેશને હરાવ્યું, સીરિઝ 1-0 થી જીતી લીધી

Cricket : શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ડ્રો (Test Match Result) માં પરીણમી હતી. તો બીજી ટેસ્ટમાં શ્રીલંકાના આસિતા ફર્નાન્ડોએ બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી.

BAN vs SL: શ્રીલંકાએ બીજી ટેસ્ટમાં 10 વિકેટથી બાંગ્લાદેશને હરાવ્યું, સીરિઝ 1-0 થી જીતી લીધી
Sri Lanka Cricket (PC: Sri Lanka Cricket)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 3:50 PM

શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશ (Bangladesh Cricket) સામે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે. શ્રીલંકાએ બીજી ટેસ્ટમાં યજમાન ટીમને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ 2 ટેસ્ટની શ્રેણી પણ 1-0 થી જીતી લીધી હતી. બાંગ્લાદેશે શ્રીલંકાને ઢાકા ટેસ્ટ (Dhaka Test) જીતવા માટે 29 રનનો સરળ લક્ષ્યાંક આપ્યો હતો. જે તેણે ટેસ્ટ મેચના છેલ્લા દિવસે એકપણ વિકેટ ગુમાવ્યા વિના પાર કરી લીધો હતો. આ પહેલા બંને ટીમો વચ્ચે ચટ્ટોગ્રામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. બીજી ટેસ્ટમાં શ્રીલંકા (Sri Lanka Cricket) ના જીતની હીરો અસિતા ફર્નાન્ડો રહ્યા હતા. તેણે મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી અને એન્જેલો મેથ્યુસને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

ઢાકામાં રમાયેલી બીજી ટેસ્ટમાં યજમાન બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરી હતી અને પ્રથમ ઇનિંગમાં 365 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં બાંગ્લાદેશના 2 બેટ્સમેન મુસ્કિકુર રહીમ અને લિટન દાસે આ સ્કોર સુધી પહોંચવામાં મોટી ભૂમિકા ભજવી હતી. બંનેએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. મુશફીકુરે 175 રન બનાવ્યા. જ્યારે લિટન દાસે 141 રન બનાવ્યા. જોકે આ બંને બેટ્સમેનોની સદીનો શ્રીલંકાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શ્રીલંકાને પહેલી ઇનિંગમાં મળી હતી 141 રનની લીડ

શ્રીલંકાએ પ્રથમ દાવમાં 506 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પ્રથમ દાવમાં 2 સદી અને 3 અડધી સદી આવી હતી. એન્જેલો મેથ્યુસ (Anjalo Mathew) ફરી એકવાર પોતાની ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમતા જોવા મળ્યા હતા. તેણે 145 રન બનાવ્યા હતા. તેના સિવાય બીજી સદી દિનેશ ચાંદીમલના બેટમાંથી આવી હતી. જેણે 124 રન બનાવ્યા હતા. આ 2 સદી ઉપરાંત કરુણારત્ને, ઓસાડા ફર્નાન્ડો અને ધનંજય ડી સિલ્વાએ પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી હતી.

બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની પુરી ટીમ 169 રન જ કરી શકી

શ્રીલંકાને પ્રથમ દાવમાં 141 રનની લીડ મળ્યા બાદ બીજા દાવમાં બાંગ્લાદેશની બેટિંગ સંપૂર્ણપણે ખરાબ રહી હતી. આખી ટીમ માત્ર 169 રન બનાવીને જ ઓલ આઉટ થઇ ગઇ હતી. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 52 રન અને શાકિબ અલ હસને 58 રન બનાવ્યા હતા. આ 2 અડધી સદીની મદદથી બાંગ્લાદેશની ટીમ ઇનિંગ્સની હાર ટાળવામાં સફળ રહી પરંતુ મેચ હારથી બચાવી શકી નહીં. શ્રીલંકા તરફથી આસિતા ફર્નાન્ડોએ બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">